Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ અમેરિકી ઉપરાષ્ટ્રપતિથી નારાજ:આગામી રાષ્ટ્રપતિ તરીકે રૂબિયોને સમર્થન આપ્યું; વેન્સે ઈરાન યુદ્ધને ચૂંટણીમાં હારનું કારણ ગણાવ્યું હતું

    2 दिन पहले

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સથી નારાજ છે. વેન્સે હાલમાં યોજાયેલી મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની હાર માટે ઈરાન યુદ્ધને જવાબદાર ગણાવ્યું હતું. શરૂઆતમાં ટ્રમ્પે પણ વેન્સની વાતને યોગ્ય ગણાવી હતી, પરંતુ હવે તેમની નારાજગી સ્પષ્ટપણે દેખાવા લાગી છે. ટ્રમ્પ વિદેશ મંત્રી માર્કો રુબિયોની પ્રશંસા કરી રહ્યા છે. તેઓ પોતાના નજીકના લોકો સાથેની વાતચીતમાં રુબિયોને 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સારા ઉમેદવાર ગણાવી રહ્યા છે. રુબિયો સતત ઈરાન પરના હુમલાને યોગ્ય ઠેરવી રહ્યા છે. તેમનું કહેવું છે કે અમેરિકાની સુરક્ષા માટે આ કાર્યવાહી જરૂરી હતી. ટ્રમ્પ ઈચ્છતા હતા કે વેન્સ ઈરાન યુદ્ધ અંગેના તેમના નિર્ણયને યોગ્ય ગણાવે ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ટ્રમ્પ પોતાના નજીકના લોકોને કહી રહ્યા છે કે વેન્સે એમ પણ કહેવું જોઈતું હતું કે ઈરાન પર હુમલો કરવાનો તેમનો નિર્ણય યોગ્ય હતો. ટ્રમ્પ ઈચ્છતા હતા કે વેન્સ સ્પષ્ટ કરે કે ભલે ઈરાન યુદ્ધને કારણે પાર્ટીને ચૂંટણીમાં નુકસાન થયું હોય, પરંતુ અમેરિકાની સુરક્ષા માટે આ હુમલો જરૂરી હતો. મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મોટું નુકસાન થયું હતું. તેના બીજા દિવસે જેડી વેન્સે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે પાર્ટીની હારનું સૌથી મોટું કારણ ઈરાન યુદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ટ્રમ્પ પોતે આ વાત સ્વીકારી ચૂક્યા છે. જોકે, ટ્રમ્પે હાર માટે અનેક કારણો ગણાવ્યાં હતાં. તેમાંનું એક કારણ એ પણ હતું કે તેઓ પોતે ચૂંટણીમાં ઉમેદવાર નહોતા. વેન્સના આ નિવેદનથી એવું લાગ્યું કે તેઓ ઈરાન યુદ્ધના નિર્ણયથી પોતાને અલગ બતાવવા માગે છે, પરંતુ ટ્રમ્પની સીધી ટીકા પણ કરવા માગતા નથી. ટ્રમ્પને આ વાત જ પસંદ આવી નહોતી. ટ્રમ્પે ઈરાન સાથેની શાંતિ મંત્રણા પરથી પણ વેન્સને હટાવ્યા ચૂંટણી બાદ ટ્રમ્પે વેન્સને ઈરાન સાથેની શાંતિ મંત્રણામાંથી પણ અલગ કરી દીધા. ચૂંટણી પહેલાં વેન્સ આ વાતચીતને આગળ વધારવામાં વ્યસ્ત હતા. ટ્રમ્પે કહ્યું હતું કે હવે વેન્સ ડેમોક્રેટિક રાજ્યોમાં ચૂંટણીલક્ષી ગેરરીતિના આરોપોની તપાસ પર ધ્યાન આપે. આ નિર્ણયને પણ બંને નેતાઓ વચ્ચે વધતી નારાજગી સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. વેન્સે આ તણાવની વાતનો ઇનકાર કર્યો છે. આ અઠવાડિયે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેમની અને ટ્રમ્પ વચ્ચે કોઈ મતભેદ નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા અંગે વેન્સે નિર્ણય કર્યો નથી જેડી વેન્સ અગાઉ ટ્રમ્પના ટીકાકાર હતા. 2016માં તેમણે ટ્રમ્પને દેશના રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય ગણાવ્યા હતા. બાદમાં તેઓ ટ્રમ્પના સમર્થક બની ગયા. 2022માં જ્યારે તેઓ ઓહાયોથી સેનેટની ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે તેમણે ટ્રમ્પનું સમર્થન માગ્યું હતું. ટ્રમ્પે તેમનો સાથ આપ્યો અને વેન્સ ચૂંટણી જીતી ગયા. ત્યારબાદ 2024માં ટ્રમ્પે તેમને પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા. ત્યારથી રિપબ્લિકન પાર્ટીના ઘણા નેતાઓ માનતા હતા કે 2028ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વેન્સ જ પાર્ટીના ઉમેદવાર હશે. પરંતુ હવે ટ્રમ્પના બદલાયેલા વલણથી વેન્સની મુશ્કેલીઓ વધી શકે છે. રિપબ્લિકન પાર્ટીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા માટે ટ્રમ્પનું સમર્થન તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વેન્સે હજુ સુધી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો નથી. ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, 'મેં હજુ કોઈ નિર્ણય કર્યો નથી. આવતા વર્ષે આ અંગે નિર્ણય કરીશું.' વેન્સના નજીકના લોકોનું કહેવું છે કે તેઓ ખરેખર ચૂંટણી લડવા અંગે મૂંઝવણમાં છે. તેમનું ચોથું બાળક આ જ વર્ષે જુલાઈમાં જન્મ્યું છે. આવી સ્થિતિમાં તેઓ પોતાના પરિવારને પણ સમય આપવા માંગે છે. વેન્સ ચૂંટણીના આંકડા અને રાજકીય પરિસ્થિતિ પર પણ ખૂબ નજર રાખે છે. તેમના નજીકના લોકોના જણાવ્યા અનુસાર, જો તેમને લાગ્યું કે ચૂંટણી જીતવાનો રસ્તો મુશ્કેલ છે, તો તેઓ મેદાનમાં ઉતરવાથી પાછળ પણ હટી શકે છે. ટ્રમ્પના કહેવા પર રૂબિયો રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે રૂબિયોએ કહ્યું છે કે તેઓ 2028ની ચૂંટણીમાં વેન્સનું સમર્થન કરશે. તેમણે તે અહેવાલોને પણ ફગાવી દીધા છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે સરકાર છોડી શકે છે. જોકે, રૂબિયોના કેટલાક નજીકના લોકોનું કહેવું છે કે જો ટ્રમ્પ તેમને ચૂંટણી લડવા માટે કહેશે, તો તેઓ તેના માટે તૈયાર થઈ શકે છે. ટ્રમ્પ પણ અનેક પ્રસંગોએ રૂબિયોની પ્રશંસા કરી ચૂક્યા છે. ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં આસિયાન સંમેલન દરમિયાન તેમણે કહ્યું, માર્કો કેટલા લોકપ્રિય થઈ રહ્યા છે, ખરું ને? શું માર્કો સારું કામ કરી રહ્યા છે? તેઓ શાનદાર કામ કરી રહ્યા છે. ટ્રમ્પના વિદેશ પ્રવાસ દરમિયાન રૂબિયો તેમની સાથે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે વેન્સ અમેરિકામાં જ છે. હાલમાં અમેરિકામાં ઘણી ટેકનીકલી સેવાઓ ઠપ થઈ ગઈ હતી. ત્યારબાદ રૂબિયોએ લોકોને ખાતરી આપી કે આ ઘટનાઓ પાછળ સાયબર હુમલા થયા હોવાનો કોઈ પુરાવો નથી. ઈરાન પર હુમલાને લઈને રૂબિયોએ ટ્રમ્પનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે ઈરાન પર હુમલો કરવાનો નિર્ણય લઈને ટ્રમ્પે યોગ્ય પગલું ભર્યું. રૂબિયોએ કહ્યું કે દેશના રાષ્ટ્રપતિએ ક્યારેક એવા નિર્ણયો પણ લેવા પડે છે, જે લોકોને પસંદ નથી આવતા. પરંતુ જો તેઓ દેશની સુરક્ષા માટે જરૂરી હોય, તો તેવા નિર્ણયો લેવાથી પાછળ હટવું જોઈએ નહીં. ટ્રમ્પ સાથે રહેવાનો ફાયદો થશે કે નુકસાન? વેન્સ અને રૂબિયોના અલગ-અલગ વલણથી રિપબ્લિકન પાર્ટીમાં એક પ્રશ્ન ઊભો થયો છે. 2028માં પાર્ટીના ઉમેદવાર કોણ હશે અને શું તે ટ્રમ્પની નીતિઓને આગળ વધારશે કે પછી તેમનાથી અલગ પોતાની ઓળખ બનાવશે? ન્યૂજર્સીના પૂર્વ ગવર્નર ક્રિસ ક્રિસ્ટીનું માનવું છે કે ટ્રમ્પની સરકારમાં કામ કરી ચૂકેલા કોઈપણ નેતા માટે 2028ની ચૂંટણી જીતવી મુશ્કેલ હશે. તેમણે કહ્યું કે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં સામેલ રહેલી કોઈપણ વ્યક્તિ 2028ની ચૂંટણી જીતી શકશે નહીં. લોકો તેને ટ્રમ્પના આગામી ચાર વર્ષ તરીકે જોશે. અમેરિકન જનતાને આ વાત પસંદ નહીં આવે. ક્રિસ્ટી પોતે પણ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા અંગે વિચારી રહ્યા છે. રિપબ્લિકન પાર્ટીમાં અન્ય નેતાઓ પણ તક શોધી રહ્યા છે મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની મોટી હાર બાદ હવે અન્ય નેતાઓ પણ 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવાનું વિચારી રહ્યા છે. તેમાં ટેક્સાસના સેનેટર ટેડ ક્રૂઝ અને ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસનાં નામ સામેલ છે. ટ્રમ્પ હાલમાં 2028માં તેઓ કયા નેતાને સમર્થન આપશે તે નક્કી કરવાની ઉતાવળમાં નથી. તેમને પોતાના નજીકના લોકો વચ્ચેની સ્પર્ધા પસંદ છે. ----------------------- આ સમાચાર પણ વાંચો… ચીનની તાકાત બતાવવા જિનપિંગે શેનઝેન શહેર પસંદ કર્યું:અહીં APEC સમિટ; 45 વર્ષ પહેલાં માછીમારોનું ગામ હતું, હવે દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રોનિક્સ હબ ચીનના શેનઝેન શહેરમાં ટ્રમ્પ, પુતિન અને જિનપિંગની બેઠક યોજાવાની છે. બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલીવાર ટોચના ત્રણ દેશોના નેતાઓ એકસાથે ત્રિપક્ષીય બેઠક કરશે. 1970ના દાયકા સુધી શેનઝેન માછીમારોનું એક ગામ હતું. 1979માં તેને શહેર બનાવવામાં આવ્યું હતું. ઑગસ્ટ 1980માં તેને ચીનનો પ્રથમ વિશેષ આર્થિક ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ અહીં ઉદ્યોગ અને વેપારનો વિકાસ થયો. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં બીજો AI ટ્રેક દોઢ માસમાં તૈયાર થઈ જશે:RTO માં AI ટ્રેકમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારામાંથી 75% નાપાસ થતા 45 દિવસનું વેઈટિંગ, રજાઓમાં ટ્રેક ચાલુ રાખવાની નોબત આવી
    Next Article
    વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ ₹1.25 કરોડની ઠગાઈ કરી:ડાકોરમાં મંદિર બનાવવાનું કહી રાજકોટમાં મંદિરે નિવૃત્ત શિક્ષણાધિકારીને શીશામાં ઉતાર્યા; 'દાન આપનાર NRIને સાટાખત બતાવવું પડશે'

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment