Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડતાળાના ઉપસરપંચ જીતુ વાળાની ગુંડાગીરી:પાણીની રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોને રિવોલ્વર બતાવી ધોકાથી માર્યા, પાંચ સામે નોંધાઈ ફરિયાદ

    6 hours ago

    અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણીની સમસ્યાની રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો સાથે મારામારી થયાની ઘટના સામે આવી છે. ગામના ઉપસરપંચ અને કોંગ્રેસના સ્થાનિક અગ્રણી જીતુ વાળાનો એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો લઈને મારામારી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો લાઠી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. પોલીસે આ મામલે જીતુ વાળા સહિત 5 સામે ગુનો નોંધ્યો છે. પાણીની રજૂઆત દરમિયાન બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો ગ્રામજનોના જણાવ્યા મુજબ, તેઓ પોતાના પ્લોટમાં પાણી ન આવતું હોવાની ફરિયાદ લઈને ગામના ઉપસરપંચ જીતુ વાળા પાસે રજૂઆત કરવા ગયા હતા. આ દરમિયાન બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હોવાનો આક્ષેપ છે. ગ્રામજનોનો આરોપ છે કે જીતુ વાળા ગાળો આપ્યા બાદ નીચે આવી ધોકો અને રિવોલ્વર લઈને તેમની સાથે મારામારી કરવા લાગ્યા હતા. લાઠી પોલસી સ્ટેશનમાં આ પાંચ લોકો સામે નોંધાઈ ફરિયાદ રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ ગ્રામજન અંકિત સાવકીયાના જણાવ્યા મુજબ, પાણીની ફરિયાદ કરવા જતાં તેમને ગાળો આપવામાં આવી હતી. ગાળો ન આપવા કહેતાં જીતુ વાળા રિવોલ્વર અને દંડો લઈને આવ્યા હતા અને માર માર્યો હતો. તેમણે પાદરમાં આવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જાહેરમાં રિવોલ્વર બતાવવાના મુદ્દે ભારે ચર્ચા ઊભી થઈ છે. પંચાયતના બોરનું પાણી વાડીમાં જતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ અન્ય ગ્રામજન મહેન્દ્રભાઈ સાવકીયાએ આક્ષેપ કર્યો હતો કે ગામના પંચાયતના બોરનું પાણી વાડી તરફ લઈ જવામાં આવે છે. તેમણે જણાવ્યું કે પાણીની રજૂઆત કરવા ગયેલા યુવકો સાથે ડંડા અને રિવોલ્વર લઈને મારામારી કરવામાં આવી હતી. સાથે જ તેમણે તંત્ર સામે પણ સવાલો ઉઠાવી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો લાઠી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. આ મામલે ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે અડતાળા ગામના વીડિયો વાયરલ થયા છે. પાણીના મુદ્દે ઘટના બની હોવાનું સામે આવ્યું છે. લાઠી પોલીસ સ્ટેશનમાં જીતુ વાળા સહિત 5 સામે BNS કલમ 109(1), 189(2), 189(4), 190, 191(2), 191(3), 115(2), 352, 351(3), 125(a) અને 3(5) તેમજ આર્મ્સ એક્ટની કલમ 25(1-b)(a) અને G.P. Act. કલમ 135 હેઠળ ગુનો નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે શેરબજારમાં અસ્થિરતાનો માહોલ...!!!
    Next Article
    બે સ્વામીએ મળી આચરી રૂ.1.25 કરોડની છેતરપિંડી:ખેડૂત સાથે મળી 354 વીઘા જમીનમાં સ્વામિનારાયણ મંદિર બનાવવનું કહી નિવૃત શાસનાધિકારીને શીશામાં ઉતાર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment