Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે સ્વામીએ મળી આચરી રૂ.1.25 કરોડની છેતરપિંડી:ખેડૂત સાથે મળી 354 વીઘા જમીનમાં સ્વામિનારાયણ મંદિર બનાવવનું કહી નિવૃત શાસનાધિકારીને શીશામાં ઉતાર્યા

    6 hours ago

    વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિય ઉર્ફે એમ.પી.સ્વામી તથા દર્શન પ્રકાશ ઉર્ફે ડી.પી.સ્વામી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. રાજકોટના ભુપેન્દ્ર રોડ મંદિર ખાતે બન્નેએ સાથે મળી નિવૃત શાસનાઅધિકારીને ડાકોરમાં 300થી 400 વીઘા જગ્યામાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું હોવાથી જમીન ખરીદ કરવાનું કહી છેતરપિંડી આચરવામાં આવી છે. જેમાં આફ્રિકાથી દાન આવવાનું છે કહી પુર્વ આયોજીત કાવતરૂ રચી વધુ કમિશન અને ઓછી કિંમતે જમીન આપવાના બહાને રોકડા રૂ.1.25 કરોડ મેળવી લઇ આજ દિવસ સુધી પરત ન આપી છેતરપિંડી આચરવામાં આવી છે જેને લઇ રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા અમદાવાદના આરોપી ચિંતન અશ્વિનભાઈ પરમાર, અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી.સ્વામી, આણંદના દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી.સ્વામી, સુરતના લાલજીભાઈ બાવભાઇ ઢોલા અને ડાકોરના જેકીકુમાર શરદભાઇ રામી વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિવૃત શાસનાધિકારીએ નોંધાવી ફરિયાદ ચોટીલાના નિવૃત શાસનાધિકારી નરસિંહભાઈ લઘરભાઈ વાઢેરએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ હુ વર્ષ 2004-05મા મોરબી એજયુકેશન ડીપાર્ટમેન્ટમા નોકરી કરતો હતો ત્યારે હુ રાજકોટથી મોરબી અપ ડાઉન કરતો હતો. આ સમયે મારી સાથે બસમા ભાવેશભાઈ પરમાર નામના વ્યકિતી અપ ડાઉન કરતા હતા. ભાવેશભાઇ મોરબી નાની બજાર ખાતે કાપડની દુકાન ચલાવતા હતા તેઓ મિત્ર હોવાથી દુકાને બેસવા જતો હતો ત્યાં ચિંતનભાઇ અશ્વિનભાઈ પરમાર પણ બેસવા આવતા હતા તેમની સાથે ભાવેશભાઇએ મારો પરીચય કરાવ્યો હતો. ચિંતનભાઇ જમીન મકાન દલાલીનુ કામ કરતા હતા. વર્ષ 2020ના મે મહિનામા ચિંતનભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે, ડાકોરમા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો આશરે 400 વીઘા જમીનમાં સ્વામીનારાયણનું ભવ્ય મંદિર બનાવવા માંગે છે, જો તમારે આ પ્રોજેકટમા રૂપીયાનુ રોકાણ કરવુ હોય તો તમને સારૂ વળતર મળશે તમને આમા રસ હોય તો હુ તમને સંતોની સાથે મુલાકાત કરાવુ જેથી મે તેઓની પાસે થોડો સમય માંગ્યો હતો અને ત્યારબાદ બે ત્રણ દિવસ પછી ચિંતનનો ફરીવાર ફોન આવ્યો જેથી ડાકોર વાળા મંદિરના પ્રોજેકટમા રૂપીયા રોકાણ કરવાની વાત કરી હતી જેમાં મારી સાથે ભાગીદારમા મારા મિત્ર વિપુલભાઈ મનસુખભાઈ કાપડીયા પણ સાથે રહેશે તેમ કહ્યું હતું. ડાકોરમા સ્વામીનારાયણ મંદિર તથા ગૌશાળા 300થી 400 વીઘા જમીનમા બનાવવાના છીએ આ પછી ચિંતનભાઇ મને રાજકોટ ભુપેન્દ્ર રોડ ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે સંતોને મળવા માટે બોલાવ્યો હતો આ સમયે મારી સાથે મારો દિકરો પીયુષ તથા મારા ભત્રીજા જગદિશભાઈ વાઢેર હતા અને ચિંતન પણ ત્યાં મંદિરે હાજર હતો તેણે અમને મંદિરમા સંતોના ઉતારા આવેલ છે ત્યાં માધવપ્રીય સ્વામી (એમ.પી.સ્વામી) તથા દર્શનપ્રકાશ સ્વામી (ડી.પી.સ્વામી) તથા લાલજીભાઈ બાવભાઈ ઢોલા સાથે મુલાકાત કરાવી હતી. આ વખતે માધવપ્રીય સ્વામી તથા દર્શનપ્રકાશ સ્વામીએ મને વાત કરી હતી કે ડાકોરમા અમે સ્વામીનારાયણ ભગવાનનુ ભવ્ય મંદિર તથા ગૌશાળા 300થી 400 વીઘા જમીનમા બનાવવાના છીએ જેના માટે અમે ડાકોરના સૂઇ તથા સૈયત ગામમા મહુધા રોડ ઉપર જમીન જોઇને રાખી છે જેમા અમારે આફ્રિકા દેશથી દાન આવવાનુ છે તે દાન આપનાર વ્યકિતી ને અમારે જમીન ખરીદ કરનારનુ અસલ સાટાખત બતાવવુ પડશે તો તે વ્યક્તિ દાન આપશે. આ સાથે મંદિર બનાવવાના નકશા તથા પ્લાન બતાવ્યો હતો અને માધવપ્રીય સ્વામીએ અમને વાત કરી હતી કે અમારે મંદિર બનાવવા માટે આફ્રીકા દેશ ખાતેથી મોટા રૂપીયાનુ દાન આવવાનુ છે આ રૂપીયાથી અમે મંદિર બનાવવાના છીએ પરંતુ હાલમા અમે જયાં મંદિર બનાવવાના છીએ ત્યાં અમે ડાયરેકટ ખેડુત પાસે જમીન ખરીદ કરશુ તો તે ખેડુત અમારી પાસે જમીનની વધુ કિંમત લેશે અને જમીન માલીકના સગાં સબંધીઓના વાંધા વચકા રજુ કરી અમારી પાસે વધારે રૂપીયા લેશે પરંતુ જો તમે આ જમીન ખરીદ કરવા રૂપીયાનુ રોકાણ કરશો અને તમે તમારા નામે જમીનનો સાટાખત કરશો તો અમે તમને જમીનના રૂપીયા તથા તેના ઉપર સારા કમિશનના રૂપીયા આપશું. ડાકોરના ખેડૂત જેકીભાઈ રામી સાથે મુલાકાત કરાવી આપશે આ પછી લાલજીભાઇ બાવભાઇ ઢોલા જેઓએ પોતે વડતાલ મંદિરના ખજાનચી તરીકે કામ કરતા હોવાનુ જણાવી મને કહ્યું કે જો તમે આ મંદિર બનાવવાની જમીનમા રૂપીયાનુ રોકાણ કરશો તો હુ મંદિરનો ખજાનચી હોવાથી અમારી મંદિરના કારોબારીની મીટીંગમા તમારા રૂપીયાનુ સેટીંગ કરાવી તમને તમારા રૂપીયા પરત અપાવી દઈશ. અને બાદમાં માધવપ્રીય સ્વામીએ કહ્યું કે જો તમે જમીન ખરીદ કરવા સહમત હોય તો ચિંતનભાઈ તથા લાલજીભાઈ તમને ડાકોરના ખેડૂત જેકીભાઈ રામી સાથે મુલાકાત કરાવી આપશે જેથી જે તે વખતે જ મે તેઓને હા પાડી હતી. એક વીઘાના જમીનનો ભાવ રૂ.18 લાખ કહ્યો હતો. 10 દિવસ બાદ ચિંતનભાઈ પરમાર મને તથા મારા દિકરા પીયુષ તથા મારા ભત્રીજા જગદીશને ડાકોર ખાતે જમીન જોવા માટે લઇ ગયા હતા અને ડાકોર ખાતેથી લાલજીભાઈ ઢોલાને સાથે લઈ અમે બધા ડાકોરના સૂઇ તથા સૈયત ગામમા મહુધા રોડ ઉપર જમીન જોવા માટે ગયા હતા તે વખતે ત્યાં ડાકોર ખાતે રહેતા જમીન માલીક ખેડૂત જેકીભાઇ શરદભાઇ રામીની સાથે અમારી મુલાકાત કરાવી હતી આ જેકીભાઇએ મને તેઓની જમીન બતાવી હતી જેમા અમારે કુલ 354 વીઘા જમીન ખરીદ કરવાની હતી. જેકીભાઇએ અમને તેની તથા તેની પાસે રહેલ બીજા ખેડૂતોના 7-12 તથા 8-અ ના ઉતારા બતાવ્યા હતા અને એક વીઘાના જમીનનો ભાવ રૂ.18 લાખ કહ્યો હતો. 354 વીઘાનો ઉધડો ભાવ રૂ.2.76 કરોડ નક્કી કરાયો ત્યારપછી આ જમીનના કાગળો ચેક કરી ચિંતનભાઈને જમીન ખરીદ કરવાની વાત કરી હતી જેથી ચિંતનભાઇએ જેકીભાઈને ફોન કરી રાજકોટ બોલાવ્યા હતા આ જેકીભાઇ રામી તથા ચિંતનભાઇ પરમાર તથા લાલજીભાઇ ઢોલા એમ બધા રાજકોટ મારા ઘરે આવ્યા હતા તે વખતે મારા ઘરે હુ તથા મારો દિકરો પીયુષ તથા મારા ભાગીદાર વિપુલભાઇ મનસુખભાઇ કાપડીયા તથા મારો ભત્રીજો જગદિશભાઇ વાઢેર હાજર હતા અમે બધાએ આ જેકીભાઇ પાસેથી જમીન ખરીદ કરવાની વાતચીત કરી તેઓની કુલ જમીન 354 વીઘાનો ઉધડો ભાવ રૂ.2.76 કરોડ નક્કી કરી અને જમીન સોદા પેટે મે જેકીભાઇને રૂ.1 લાખ રોકડા આપી ડાકોરના સૂઇ તથા સૈયત ગામમા મહુધા રોડ ઉપર જમીન ખરીદીનો સોદો નકિક કર્યો હતો. જમીન ખરીદ પેટેના રૂ.1.24 કરોડ રોકડા આપ્યા હતા જેકીભાઇએ જમીન ખરીદ પેટેના બાકીના રૂપીયા રૂ.2 કરોડ રોકડા આપવાનુ જણાવ્યું હતું પરંતુ મારી પાસે આટલા રૂપીયા રોકડા ન હોય જેથી અમે તેઓને જમીન પેટે પ્રથમ રૂ.1.25 કરોડ રોકડા આપવાનુ કહ્યું તો આ જેકીભાઈએ કહેલ કે તમે અમને રોકડા રૂ.1.25 કરોડ આપો ત્યારબાદ હુ તમને અમારી જમીનની માપણીશીટ તથા ઓરીજનલ જમીનના ડોક્યુમેન્ટોની ફાઇલ આપીશ. ત્યારબાદ તા.08.06.2020ના રોજ હુ તથા મારો દિકરો પીયુષ, ભાગીદાર વિપુલભાઇ કાપડીયા, ભત્રીજો જગદિશભાઇ, દિકરાના મિત્ર ગૈગરાંગ ઘોરડા, ચિંતનભાઈ પરમાર અને લાલજીભાઇ ઢોલા સાથે ડાકોર ગયા હતા ત્યાં અમે જમીન માલીક જેકીભાઇ રામીના ઘરે ગયા હતા અને જમીન ખરીદ પેટેના રૂ.1.24 કરોડ રોકડા આપ્યા હતા જેનુ મારા દિકરાના મિત્ર ગૈારાંગભાઈ ઘોરડાએ તેના મોબાઇલ ફોનમા વીડીયો રેકોડીંગ કરી લીધું હતુ. ઓરીજનલ સાટાખત આપી ઝેરોક્ષ નકલ જેકીભાઇએ રાખી હતી આ રૂપીયા આપ્યા બાદ જેકીભાઇ શરદભાઈ રામીએ મને રૂ.300ના સ્ટેમ્પ પેપર ઉપર ઠાસરા તાલુકાના મોજે સૂઇ તથા સૈયત ગામની સીમના આશરે 354-70 વિઘા જુની શરતની જમીનનો જમીન વેચાણ અંગે સમજુતી લખાણ એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ (જમીનનુ સાટાખત) મારા તથા મારા ભાગીદાર વિપુલભાઈ મનસુખભાઈ કાપડીયાના નામનુ ડાકોરના નોટરી શ્રી અનિલ જે સેવકની ઓફીસ ખાતે કરી આપ્યું હતુ જે ઓરીજનલ સાટાખતમા મારે બાકીના જમીન પેટેના રૂપીયા 8 મહિનામાં આપવાના રહેશે જે બાદ તેઓ મને જમીનનો દસ્તાવેજ કરી આપશે આમ લખાણ કરી ઓરીજનલ સાટાખત મને આપી અને એક ઝેરોક્ષ નકલ જેકીભાઇએ તેની પાસે રાખી હતી. દાન આપનાર વ્યકિતીને અસલ સાટાખત બતાવવુ પડશે જેકીભાઇએ મને કહ્યું કે “હુ તમને આ જમીનની માપણીશીટ તથા જમીનની ટાયટલ કલીયર ફાઇલ તથા જાહેર નોટીશ 15 દિવસમા કરાવી તમને મોકલી આપીશ ત્યારબાદ તમે મને જમીનના બાકીના રૂ.1.51 કરોડ આપી દેજો“ આમ વાત કરી જમીનનો ઓરીજનલ સાટાખત લઇ અમે બધા પાનોલી ગામ ખાતે માધવપ્રીય સ્વામી (એમ.પી.સ્વામી) તથા દર્શન પ્રકાશ સ્વામી (ડી.પી.સ્વામી)ને મળ્યા હતા અને માધવપ્રીય સ્વામીને મે જમીનનો અસલ સાટાખત આપ્યો હતો તે વખતે માધવપ્રીય સ્વામીએ મને કહ્યું કે, આ ઓરીજનલ સાટાખત અમારે રાખવો પડશે કારણ કે, અમારે જે આફ્રિકાથી દાન આવવાનુ છે, તે દાન આપનાર વ્યકિતીને આ અસલ સાટાખત બતાવવુ પડશે અને અમારા સંપ્રદાયના નૈજાતમ સ્વામીને ૫ણ અમારે આ અસલ સાટાખત બતાવવો પડશે જેથી સાટાખતની એક ઝેરોક્ષ નકલ તથા જમીનના કાગળોની ઝેરોક્ષ નકલ કરાવી મે રાખી ઓરીજનલ સાટાખત તથા અસલ કાગળો માધવપ્રીય સ્વામીને આપ્યા હતા. આ સમયે 10 દિવસમા આફ્રીકાથી દાન આવ્યા બાદ તમને તમારા રોકાણ કરેલ રૂપીયા તથા બાકીના જમીનના રૂપીયા તથા વધારાના કમિશનના રૂપીયા પરત આપી દેશુ ત્યારબાદ અમે તમને કહિએ તેના નામે તમે જમીનનો દસ્તાવેજ કરી આપજો આમ વાત કરી હતી. FCR સર્ટી મેળવવાનુ બાકી છે જે સર્ટી આવ્યેથી દાનના રૂપીયા ઉપાડી શકાશે 10 દિવસ પછી અમારા રૂપીયાનુ શુ છે પૂછતાં ચિંતનભાઈએ મને કહ્યું કે તમે પાનોલી માધવપ્રીય સ્વામી તથા દર્શનપ્રકાશ સ્વામી પાસે જઇ આવો અને તમારા રૂપીયા લઇ આવો જેથી ફરીવાર અમે બધા પાનોલી ખાતે ગયા હતા ત્યાં એમ.પી.સ્વામી તથા દર્શનપ્રકાશ સ્વામી તથા લાલજીભાઇ ઢોલાને મળ્યા હતા તે વખતે માધવપ્રીય સ્વામીએ મને કહ્યું કે હજી અમારે આફ્રિકા જવાનુ બાકી છે જો તમારે સમય હોય તો તમે અમારી સાથે આફ્રિકા આવો આપણે જે વ્યકિતી પાસે દાન લેવાનુ છે તેઓને જમીનનો સાટાખત બતાવીશુ તો તે દાનના રૂપીયા આપી દેશે જેથી મે તેઓની સાથે આફ્રીકા જવાની ના પાડી હતી ત્યારબાદ 15 દિવસ બાદ માધવપ્રીય સ્વામીને ફોન કરતા તેઓએ મને દાનના રૂપીયા આવી ગયા છે પરંતુ FCR સર્ટી મેળવવાનુ બાકી છે જે સર્ટી આવ્યેથી દાનના રૂપીયા ઉપાડી શકાશે જેથી મે ફરીવાર રાહ જોઈ હતી. માધવપ્રીય સ્વામીએ બાદમાં જમીન લેવાની ના પાડી ત્યારબાદ 15 દિવસ બાદ માધવપ્રીય સ્વામીને ફરીવાર ફોન કરતા તેઓએ વાત કરી કે આફ્રીકાથી જે વ્યકિત દાન આપવાના હતા તેણે દાન આપેલ નથી જેથી દાનના રૂપીયા આવ્યા નથી જેથી અમારે તમને કોઈ રૂપીયા આપવાના થતા નથી અમારે જેકીભાઇ સાથે વાત થઇ ગઈ છે તમે તમારા રૂપીયા તેમની પાસેથી પરત લઇ લેજો જેથી અમે બધા ડાકોર જેકીભાઇ રામીની પાસે જમીનના રૂપીયા પરત લેવા માટે ગયા હતા તો જેકીભાઇએ કહ્યું તમારે મને 8 મહિનાની મુદતમા જમીન ખરીદીના બાકીના રૂ.1.51 કરોડ આપવાના હતા તે તમે મને સમય મર્યાદામા આપ્યા નથી જેથી મારે હવે તમને કોઈ રૂપીયા પરત આપવાના થતા નથી જેથી અમે તેઓને કહ્યું કે લોકડાઉનના કારણે આ રૂપીયા અમે તમને સમયસર આપી શક્યા નથી અને માધવપ્રીય સ્વામીએ હવે આ જમીન લેવાની ના પાડી છે અને તમને અમારા રૂપીયા પરત આપી દેવાનુ કહ્યું છે તો જેકીભાઇએ કહેલ કે હવે મારે કોઇ રૂપીયા તમને આપવાના થતા નથી તમે અહીંથી જતા રહો અને બીજીવાર મારી પાસે રૂપીયા માંગવા આવતા નહિ કે મને રૂપીયા પરત આપવા ફોન પણ કરતા નહિ. રૂપિયા પણ પરત ન આપ્યા અને દસ્તાવેજ પણ ન કરી આપ્યો આ પછી મેં તમામને ફોન કર્યા પરંતુ તેઓ કોઈ મારા ફોન ઉપાડતા ન હતા અને મને મારી જમીનનો અસલ સાટાખત કે મારા રોકાણ કરેલ રૂ.1.25 કરોડ પરત આપતા ન હતા જેથી મારી સાથે છેતરપીંડી થયા હોવાની જાણ થતા વર્ષ ફેબ્રુઆરી 2023મા ડાકોર પોલીસ સ્ટેશનમા જેકીકુમાર રામી, ચિંતનભાઇ પરમાર વિરૂધ્ધ મારી પાસે રૂપીયા લઇ મને જમીનનો દસ્તાવેજ કરી આપતા ન હોય તેવી લેખીત અરજી ફરીયાદ કરી હતી જે ફરીયાદ અનુસંધાને ડાકોર પોલીસે જેકીકુમાર રામી ને બોલાવેલ હતો તે વખતે ડાકોર પોલીસ સ્ટેશને જેકીકુમાર સાથે અમારી બેઠક થઇ હતી આ બેઠકમા અમારે નકિક થયું કે જેકીકુમારને અગાઉ જમીન ખરીદ પેટે રોકડા રૂ.1.25 કરોડ આપ્યા તેની કુલ જમીન 354.70 વીઘાનો સાટાખત કેન્સલ કરી અને જેકીકુમારે તેની સામે બીજુ એક સમજુતી કરારનુ લખાણ કરી આપવાનુ જેમા રૂ.1.25 કરોડ રૂપીયાની જેટલી જમીન થતી હોય તે જમીન ટાયટલ કલીયર કરી તેનો રજીસ્ટર દસ્તાવેજ કરી આપવાની લાલચ આપી હતી. પરંતુ આજદિન સુધી સમજુતી કરારના લખાણમાં જણાવ્યા મુજબનો જમીનનો દસ્તાવેજ કરી આપ્યો નથી કે નથી મારા રૂપીયા પરત આપ્યા. બે સ્વામી સહીત પાંચ લોકો સામે ફરિયાદ દાખલ હાલ સમગ્ર મામલે રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા અમદાવાદના આરોપી ચિંતન અશ્વિનભાઈ પરમાર, અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી.સ્વામી, આણંદના દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી.સ્વામી, સુરતના લાલજીભાઈ બાવભાઇ ઢોલા અને ડાકોરના જેકીકુમાર શરદભાઇ રામી વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માધવ સ્વામી અને દેવપ્રકાશ સ્વામી વિરુધ્ધ અગાઉ પણ નોંધાઈ હતી ફરિયાદ : રાજકોટના નવલનગરમાં રહેતા અને મેઘાણી રંગ ભવનમાં ઓફિસ ધરાવી જમીન-મકાનનું કામ કરતા જસ્મિન બાલાશંકરભાઈ માઢકે સ્વામિનારાયણ સાધુઓ સહિત 8 લોકો સામે 3.40 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    અડતાળાના ઉપસરપંચ જીતુ વાળાની ગુંડાગીરી:પાણીની રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોને રિવોલ્વર બતાવી ધોકાથી માર્યા, પાંચ સામે નોંધાઈ ફરિયાદ
    Next Article
    બે સ્વામીએ મળી આચરી રૂ.1.25 કરોડની છેતરપિંડી:ખેડૂત સાથે મળી 354 વીઘા જમીનમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહી નિવૃત શાસનાધિકારીને શીશામાં ઉતાર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment