Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે શેરબજારમાં અસ્થિરતાનો માહોલ...!!!

    6 hours ago

    રોકાણકાર મિત્રો, આનંદ ને...!! ભારતીય શેરબજારમાં બુધવારના રોજ અગાઉના સત્રની મજબૂત તેજી બાદ નફારૂપી વેચવાલી નું દબાણ જોવા મળ્યું હતું. તાજેતરના 12 ટ્રેડિંગ સત્રોમાં બેન્ચમાર્ક સૂચકાંકોમાં અંદાજે 13 ટકાની તેજી નોંધાયા બાદ ઊંચા મથાળે રોકાણકારો દ્વારા નફો બુક કરવાની પ્રવૃત્તિ વધી હતી. પરિણામે બજારની શરૂઆત નબળી રહી હતી અને મોટાભાગના ક્ષેત્રોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. અગાઉની તેજી બાદ બજારમાં સાવચેતી અને ઊંચા મથાળે નફો બુક કરવાની માનસિકતા પ્રબળ બની હતી. બજારની નકારાત્મકતા પાછળનું સૌથી મહત્ત્વનું પરિબળ તાજેતરની ઝડપી તેજી બાદ ઊભું થયેલું નફારૂપી વેચાણ હતું. અમેરિકન શેરબજારમાં ટેકનોલોજી અને AI સંબંધિત શેરોમાં અગાઉ જોવા મળેલી વેચવાલીથી વૈશ્વિક રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા પર અસર થઈ હતી. અમેરિકામાં બોન્ડ યીલ્ડ ઊંચા સ્તરે રહેવાની ચિંતા, ડોલરની મજબૂતી અને વ્યાજદર અંગેની અનિશ્ચિતતાએ પણ ઇક્વિટી રોકાણકારોને સાવચેત બનાવ્યા હતા. વધુમાં, બજારની શરૂઆતમાં 16 માંથી 14 મુખ્ય ક્ષેત્રોના સૂચકાંકો ઘટાડા સાથે ટ્રેડ થતાં વેચવાલીનું વ્યાપક સ્વરૂપ સ્પષ્ટ થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મિશ્ર સંકેતો મળ્યા હતા. અમેરિકન બજારમાં અગાઉ ટેકનોલોજી શેરોની નબળાઈ અને AI ક્ષેત્રના ઊંચા મૂલ્યાંકન અંગેની ચિંતાએ વેચવાલી વધારી હતી.. એશિયાઈ બજારોમાં પણ એકસરખી દિશા જોવા મળી નહોતી. દક્ષિણ કોરિયાના Kospi અને કેટલાક એશિયાઈ સૂચકાંકોમાં સુધારો નોંધાયો હતો, જ્યારે જાપાન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયાના બજારોમાં નબળાઈ જોવા મળી હતી. વૈશ્વિક બજારોની આ અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં રોકાણકારોએ નવી ખરીદી કરતાં હાલના ઊંચા સ્તરે નફો સુરક્ષિત રાખવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સંસ્થાકીય રોકાણકારોના કામકાજમાં વિદેશી રોકાણકારોની ખરીદી બજાર માટે મહત્ત્વનો ટેકો બની રહી હતી. 17 નવેમ્બર 2026ના કામચલાઉ આંકડા મુજબ FII દ્વારા આશરે રૂ.4,195 કરોડની ચોખ્ખી ખરીદી કરવામાં આવી હતી. આ સાથે સતત છઠ્ઠા સત્રમાં વિદેશી રોકાણકારોની ખરીદી ચાલુ રહી હતી. બીજી તરફ DII દ્વારા પણ આશરે રૂ.196 કરોડની ચોખ્ખી ખરીદી નોંધાઈ હતી અને સતત 12 સત્રોની વેચવાલી બાદ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ખરીદદાર બન્યા હતા. આમ, સંસ્થાકીય રોકાણકારોની ખરીદી હોવા છતાં બજારની શરૂઆતમાં ઘટાડો જોવા મળવો એ દર્શાવે છે કે ટૂંકા ગાળાની નફારૂપી વેચવાલી અને વૈશ્વિક સાવચેતીની અસર વધુ પ્રબળ બની રહી હતી. આંતરરાષ્ટ્રીય કોમોડિટી બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડનો ભાવ આશરે 0.4 ટકા ઘટીને પ્રતિ બેરલ 92.80 ડોલરની આસપાસ રહ્યો હતો. મધ્યપૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં ટેન્કર સંબંધિત હુમલાઓની ચિંતા વચ્ચે વૈશ્વિક પુરવઠામાં સુધારો થવાની અપેક્ષાએ ભાવ પર દબાણ આવ્યું હતું. બીજી તરફ અમેરિકામાં વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેવાની શક્યતાએ સોનાના ભાવમાં નબળાઈ અને રોકાણકારોની સાવચેતી વધારી હતી. ભાવિ દિશા :- આગામી સત્રોમાં ભારતીય શેરબજારની દિશા નક્કી કરવામાં વૈશ્વિક બજારોના સંકેતો, વિદેશી રોકાણકારોની ખરીદીની સતતતા, ડોલર સામે રૂપિયાની સ્થિતિ, ક્રૂડ ઓઈલના ભાવ અને ક્ષેત્રવાર કંપનીઓના પરિણામો મહત્ત્વની ભૂમિકા ભજવશે. તાજેતરની ઝડપી તેજી બાદ બજારમાં સમયાંતરે નફારૂપી વેચવાલી અને અસ્થિરતા જોવા મળે તેવી શક્યતા છે. હાલના સંજોગોમાં ઊંચા મથાળે આક્રમક ખરીદી કરતાં કંપનીની ગુણવત્તા, પરિણામો અને મૂલ્યાંકનને ધ્યાનમાં રાખીને પસંદગીપૂર્વક રોકાણ કરવાની નીતિ વધુ યોગ્ય બની શકે છે. તા.19.11.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે.. તા.18.11.2026ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25234 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25474 પોઈન્ટના પ્રથમ અને 25505 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 25188 પોઈન્ટથી 25088 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 26008 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ અદાણી પોર્ટ્સ ( 1908 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેર રૂ.1884ના સપોર્ટથી રૂ.1884ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1929થી રૂ.1934નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.1940 ઉપર તેજી તરફી ધ્યાન...!!! પેટીએમ ( 1885 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1863 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1844ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1897થી રૂ.1909 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! બજાજ ફિનસર્વ ( 1865 ) :- ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1838નો પ્રથમ તેમજ રૂ.1818ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1883થી રૂ.1890 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! સિર્મા એસજીએસ ટેક્નોલોજી ( 1475 ) :- ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1447નો પ્રથમ તેમજ રૂ.1424ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1497થી રૂ.1509 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! જેએસડબલ્યુ સ્ટીલ ( 1311 ) :- રૂ.1293નો પ્રથમ તેમજ રૂ.1188ના બીજા સપોર્ટથી સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1337થી રૂ.1350 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
    Click here to Read More
    Previous Article
    ભારત વેલિંગ્ટનમાં 58 વર્ષથી ટેસ્ટ જીત્યું નથી:ન્યૂઝીલેન્ડ સામે રાત્રે 3:30 વાગ્યાથી મેચ, બુમરાહનું એક વર્ષ બાદ કમબેક
    Next Article
    અડતાળાના ઉપસરપંચ જીતુ વાળાની ગુંડાગીરી:પાણીની રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોને રિવોલ્વર બતાવી ધોકાથી માર્યા, પાંચ સામે નોંધાઈ ફરિયાદ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment