Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત વેલિંગ્ટનમાં 58 વર્ષથી ટેસ્ટ જીત્યું નથી:ન્યૂઝીલેન્ડ સામે રાત્રે 3:30 વાગ્યાથી મેચ, બુમરાહનું એક વર્ષ બાદ કમબેક

    6 hours ago

    ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંતિમ તબક્કામાં છે. બુધવારની રાત્રે 3:30 વાગ્યાથી 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થશે. જસપ્રીત બુમરાહ આ મેચ દ્વારા એક વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરશે. સિરીઝની પ્રથમ મેચ રાત્રે 3:30 વાગ્યાથી વેલિંગ્ટનમાં રમાશે. આ મેદાન પર ટીમ ઈન્ડિયા 58 વર્ષથી જીતી શકી નથી. તેણે 1968માં છેલ્લી ટેસ્ટ મેચ જીતી હતી. મન્સૂર અલી ખાન પટૌડીની કેપ્ટનશિપ હેઠળની ટીમે અહીં 8 વિકેટે જીત નોંધાવી હતી. ત્યાર બાદ ભારતે અહીં 7 ટેસ્ટ મેચ રમી, પરંતુ એકમાં પણ જીત મેળવી શક્યું નથી. મેચની વિગતો ધોનીની કેપ્ટનશિપ હેઠળ અહીં છેલ્લી વખત ટેસ્ટ સિરીઝ જીતી હતી બેસિન રિઝર્વમાં ભારતીય ક્રિકેટ ટીમે કુલ 8 ટેસ્ટ મેચ રમી છે. તેમાંથી એકમાં જીત મેળવી છે. 2 મેચ ડ્રો રહી, જ્યારે 5માં હાર મળી છે. એમએસ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતે 2009માં ન્યૂઝીલેન્ડમાં છેલ્લી વખત ટેસ્ટ મેચ અને સિરીઝ જીતી હતી. ત્યાર પછી ધોની અને કોહલી કેપ્ટન તરીકે અહીં આવ્યા હતા અને ટેસ્ટ સિરીઝ હારી ગયા હતા. અહીં છેલ્લી વખત ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ 2020માં રમાઈ હતી. ભારત બંને ઇનિંગ્સમાં 200 રનનો આંકડો પણ પાર કરી શક્યું નહોતું. માત્ર મયંક અગ્રવાલે (58 રન) અડધી સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ સામે બુમરાહનું પ્રદર્શન નબળું ન્યૂઝીલેન્ડ સામે ભારતના પડકારનો અંદાજ જસપ્રીત બુમરાહના રેકોર્ડ પરથી લગાવી શકાય છે. તેમણે બાકીની છ ટીમો સામે ટેસ્ટમાં 18.76ની સરેરાશથી વિકેટ લીધી છે. પરંતુ ન્યૂઝીલેન્ડ સામે પાંચ ટેસ્ટમાં તેમની બોલિંગ સરેરાશ 45.44 છે. બુમરાહે વેલિંગ્ટનમાં 2020માં ટેસ્ટ મેચ રમી હતી. તેઓ આ મેચમાં માત્ર એક વિકેટ લઈ શક્યા હતા. છેલ્લી સિરીઝમાં કિવીઓએ ક્લીન સ્વીપ કરી હતી બંને ટીમોના બેસ્ટ પ્લેયર્સ બેસિન રિઝર્વમાં ફાસ્ટ બોલર્સને મદદ વેલિંગ્ટનના બેસિન રિઝર્વની પિચ પહેલા 2 દિવસ બોલરોને મદદ કરે છે. આથી પ્રથમ ઈનિંગમાં સ્કોર ઓછો રહેશે. સીમર્સનું પ્રભુત્વ રહેશે. બીજી ઈનિંગમાં પિચ સપાટ થઈ શકે છે. બેટર્સ પાસે રન બનાવવાની તક રહેશે. વેલિંગ્ટન દુનિયાના સૌથી ઝડપી પવનવાળા શહેરોમાં સામેલ છે. અહીં પવન સામાન્ય રીતે ઉત્તરથી દક્ષિણ દિશામાં ફૂંકાય છે. બંને ટીમ્સની સંભવિત પ્લેઇંગ-11 ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી/અંશુલ કંબોજ/આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા/ગુરનૂર બરાર. ન્યૂઝીલેન્ડ : ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, રચિન રવીન્દ્ર, ડેરિલ મિચેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, નાથન સ્મિથ, કાઇલ જેમિસન, મેટ હેનરી, જેકબ ડફી/બ્લેર ટિકનર.
    Click here to Read More
    Previous Article
    જામનગરના મોટી ખાવડી ગામમાંથી 736 ગ્રામ ગાંજો ઝડપાયો:એક શખ્સની ધરપકડ, બાઇક-મોબાઇલ સહિત રૂ.72,400નો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે શેરબજારમાં અસ્થિરતાનો માહોલ...!!!

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment