Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના મોટી ખાવડી ગામમાંથી 736 ગ્રામ ગાંજો ઝડપાયો:એક શખ્સની ધરપકડ, બાઇક-મોબાઇલ સહિત રૂ.72,400નો મુદ્દામાલ જપ્ત

    6 hours ago

    જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર અને અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે ચાલી રહેલા ‘No Drugs In Jamnagar’ અભિયાન અંતર્ગત એન્ટી નાર્કોટીક્સ વિંગ દ્વારા મોટી ખાવડી ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં 736 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ગાંજા ઉપરાંત મોટરસાયકલ, મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.72,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાતમીના આધારે મોટી ખાવડીમાં દરોડો રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ANW દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ANWના PI ડી.બી. પટેલ અને PSI એમ.એલ. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હરવિજયસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી ખાવડી ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી સિક્કા ગામની ઈદગાહ મસ્જિદ પાસે આવેલા ફૈઝે રઝા હાઉસમાં રહેતા અને મજૂરી કામ કરતા 29 વર્ષીય ઈમ્તિયાજ આમદભાઈ મુલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. ગાંજો, બાઇક અને મોબાઇલ સહિત રૂ.72,400નો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપી પાસેથી 736 ગ્રામ ગાંજો, જેની કિંમત રૂ.36,800 થાય છે, તે ઉપરાંત રૂ.30 હજારની મોટરસાયકલ, રૂ.5 હજારનો મોબાઇલ ફોન અને રૂ.600 રોકડ મળી કુલ રૂ.72,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો આ મામલે આરોપી વિરુદ્ધ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 20(B)(2)(A) અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં મીલીટરી રોડ પર જુગારના અડ્ડા પર LCBના દરોડા:6 શખ્સો રંગેહાથ ઝડપાયા, 7 નાસી છૂટ્યા; કુલ 17 સામે ગુનો નોંધાયો
    Next Article
    ભારત વેલિંગ્ટનમાં 58 વર્ષથી ટેસ્ટ જીત્યું નથી:ન્યૂઝીલેન્ડ સામે રાત્રે 3:30 વાગ્યાથી મેચ, બુમરાહનું એક વર્ષ બાદ કમબેક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment