Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી નદીમાં જળકુંભીની ચાદર છવાઈ:હાઇડ્રોલિક વિભાગ અટકાવવામાં નિષ્ફળ, પાણીની ગંભીર કટોકટીના એંધાણ વચ્ચે લોકોમાં રોષની આગ

    1 day ago

    સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદીમાં હાલ જળકુંભીનો ઉપદ્રવ ચિંતાજનક હદે વધી ગયો છે. નદીની સપાટી પર લીલી ચાદરની જેમ ફેલાયેલી આ વનસ્પતિને કારણે પાણીના જથ્થા અને ગુણવત્તા પર ગંભીર અસર પડી રહી છે. તાપી કિનારે નજરે પડતા આ ભયજનક દ્રશ્યોને લઈને પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક્સપર્ટ્સના મતે જળકુંભી વનસ્પતિ પાણીમાંથી મોટા પ્રમાણમાં ભેજ શોષીને બાષ્પીભવન દ્વારા તેને ઝડપથી હવામાં ઉડાવી દે છે, જેના લીધે કોઝ-વે વિસ્તારમાંથી રોજનું હજારો લિટર પાણી નકામું થઈને બરબાદ થઈ રહ્યું છે. જો સમયસર આ અતિવેગી ફેલાવાને ડામવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સુરત શહેરે પાણીની ગંભીર કટોકટીનો સામનો કરવો પડી શકે છે તેવી પ્રબળ દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ‘મનપા પાસે અદ્યતન મશીનો હોવા છતાં નિયમિત ઉપયોગ કેમ નથી થતો?’ આ ગંભીર સમસ્યા અંગે સુરત મહાનગરપાલિકા (SMC) તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા પર્યાવરણ પ્રેમી મહેશ પટેલે જણાવ્યું હતું કે, મનપા પાસે જળકુંભી દૂર કરવા માટેના અદ્યતન મશીનો ઉપલબ્ધ હોવા છતાં તેનો યોગ્ય અને નિયમિત ઉપયોગ કેમ નથી થઈ રહ્યો તે એક મોટો પ્રશ્ન છે. જો મશીનો દ્વારા નિયમિત સફાઈ કામગીરી કરવામાં આવે તો આ વનસ્પતિનો આટલો મોટો ફેલાવો થવો અશક્ય છે. સામાન્ય નાગરિકો પણ પાણીના થઈ રહેલા આડેધડ નુકસાન અને તેના ગંભીર પરિણામોથી સારી રીતે વાકેફ છે ત્યારે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ પાણી બચાવવા પ્રત્યે કેમ ગંભીર નથી બનતા? આ મામલે ત્વરિત ઉચ્ચ સ્તરીય તપાસ કરાવીને જળકુંભી હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. હાઇડ્રોલિક વિભાગની નિષ્ક્રિયતા સામે આક્રોશ ઉલ્લેખનીય છે કે, આ સમસ્યા માત્ર આજની નથી; આ અગાઉ એક મહિના પહેલા પણ જળકુંભીના ઉપદ્રવ ઉપરાંત સુરત શહેરમાં પીવાના પાણીમાં જીવાતો મળી આવવા જેવી ગંભીર ફરિયાદો સામે આવી ચૂકી છે. આમ છતાં સુરત મનપાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા કોઈ નક્કર કે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા સુરતીઓમાં તંત્ર સામે આક્રોશ વ્યાપી ગયો છે. નાગરિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા આ બાબતે સત્વરે પગલાં નહીં ભરાય તો આંદોલન છેડવામાં આવશે. તાપી નદીના શુદ્ધિકરણ અને જળ સંચય માટે તંત્રએ હવે ઘસાઈ ગયેલી નીતિ છોડીને ગ્રાઉન્ડ પર ઉતરીને નક્કર કામગીરી કરવી અનિવાર્ય બની છે.
    Click here to Read More
    Previous Article
    6 વર્ષના અથર્વે મહાભારતના જ્ઞાનથી બે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું:રતનપરના વિદ્યાર્થીએ ઇન્ડિયા અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાવી સિદ્ધિ
    Next Article
    વલસાડનાં ડૉ. ભૈરવી જોશીએ તુર્કીમાં COP31માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું:આંતરરાષ્ટ્રીય મંચ પર ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ અભિયાનની રજૂઆત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment