Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડનાં ડૉ. ભૈરવી જોશીએ તુર્કીમાં COP31માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું:આંતરરાષ્ટ્રીય મંચ પર ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ અભિયાનની રજૂઆત કરાઈ

    1 day ago

    વલસાડનાં ડૉ. ભૈરવી જોશીએ તુર્કીમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની 31મી કોન્ફરન્સ ઑફ ધ પાર્ટીઝ (COP31)માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ભારત સરકારના સત્તાવાર ફિટ ઇન્ડિયા પ્રતિનિધિમંડળનાં સભ્ય તરીકે જોડાયાં હતાં. ડૉ. ભૈરવી જોશી BYCS India Foundationનાં સ્થાપક ડિરેક્ટર અને કેન્દ્ર સરકારના યુવા બાબતો તથા રમતગમત મંત્રાલયના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનાં સાયકલિંગ એડવાઇઝર તરીકે કાર્યરત છે. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ પેવેલિયનમાં પેનલ ચર્ચાનું સંચાલન કર્યું COP31 દરમિયાન ડૉ. ભૈરવી જોશીએ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ પેવેલિયનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પેનલ ચર્ચાનું સંચાલન કર્યું હતું, જેમાં સાયકલિંગ, ટકાઉ પરિવહન અને આબોહવા પરિવર્તન અંગે ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં BYCS Amsterdam, વોક21, વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ (WRI), TERI અને ITDP આફ્રિકા સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિષ્ણાતોએ ભાગ લીધો હતો, તેમજ UNFCCCનાં પ્રતિનિધિ લિન્ડિતા ઝાફેરી-સાલિહુને મુખ્ય વક્તા તરીકે જોડવામાં પણ ડૉ. જોશીની ભૂમિકા રહી હતી. આંતરરાષ્ટ્રીય મંચ પર ‘સન્ડેઝ ઓન સાયકલ’ અભિયાન રજૂ કરાયું ચર્ચામાં સ્થાનિક સાયકલિંગ અભિયાનોને વૈશ્વિક આબોહવા નીતિ સાથે જોડવા પર ભાર મૂકાયો હતો અને ભારત સરકારના ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ અભિયાનની રજૂઆત કરાઈ હતી. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ડિસેમ્બર 2024માં લોકોને તંદુરસ્તી, સ્વચ્છ હવા અને ટકાઉ પરિવહન તરફ પ્રોત્સાહિત કરવા આ અભિયાન શરૂ કર્યું હતું, જે દેશનાં અનેક શહેરોમાં આગળ વધી રહ્યું છે. ભારતીય પ્રતિનિધિમંડળે તુર્કીમાં સાયકલિંગ કાર્યક્રમ યોજ્યો ભારતીય પ્રતિનિધિમંડળે તુર્કીમાં ‘સન્ડેઝ ઓન સાયકલ’ કાર્યક્રમ પણ યોજ્યો હતો, જેના દ્વારા ભારતનું સાયકલિંગ અભિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ થયું હતું. ડૉ. ભૈરવી જોશી દેશમાં સાયકલિંગ અંગે જાગૃતિ વધારવા અને લોકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા વર્ષોથી કામ કરી રહ્યાં છે, તેમજ બાઇસિકલ મેયર્સ અને સાયકલિંગ લીડર્સનું નેટવર્ક વિકસાવીને ભારતનાં સાયકલિંગ અભિયાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડે છે.
    Click here to Read More
    Previous Article
    તાપી નદીમાં જળકુંભીની ચાદર છવાઈ:હાઇડ્રોલિક વિભાગ અટકાવવામાં નિષ્ફળ, પાણીની ગંભીર કટોકટીના એંધાણ વચ્ચે લોકોમાં રોષની આગ
    Next Article
    UPI down: फिर UPI सेवा ठप, लोग परेशान?| Amar Ujala | UPI | Digital Payment Crisis

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment