Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓઢવમાં ગટરમાંથી 6 મહિનાનું મૃત ભ્રૂણ મળી આવ્યું:પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો, તપાસનો ધમધમાટ તેજ

    1 day ago

    ઓઢવ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિંગરવા સ્થિત ગુજરાત વેપારી મહામંડળ પાસે આવેલા પ્લોટની ગટરમાંથી એક 6 મહિનાનું મૃત ભ્રૂણ મળી આવ્યું છે. અજાણી વ્યક્તિ બાળકીનો જન્મ છુપાવવા ગટરમાં ફેંકીને ફરાર થઈ છે. આ અંગે ઓઢવ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ગટરની સફાઈ સમયે મૃત ભ્રુણ મળી આવ્યું ઓઢવ સિંગરવા ખાતે આવેલ ગુજરાત વેપારી મહામંડળની ઓફિસમાં એડમિન તરીકે ફરજ બજાવતા સંજયભાઈ ભીખાભાઈ પટેલ 11 ઓક્ટોમ્બરે બપોરે ઓફિસ પાસે હતા. તે દરમિયાન સંસ્થાના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પારેખે ફોન કરીને જાણ કરી હતી કે પ્લોટની બાજુમાં ગટરની સાફ-સફાઈ ચાલુ હતી. ત્યારે ગટરમાંથી એક મૃત હાલતમાં નવજાત ભ્રૂણ મળી આવ્યું છે. બાદમાં ​સંજયભાઈએ સ્થળ પર પહોંચીને તપાસ કરતા ગટરમાં ભ્રૂણ પડેલું જોવા મળ્યું હતું. ઓઢવ પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી આ મામલે તેમણે તાત્કાલિક ઓઢવ પોલીસને જાણ કરી હતી. ​ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. કોઈ અજાણી વ્યક્તિએ પોતાના બાળકીના જન્મની વાત છુપાવવાના ઈરાદાથી, બાળક જન્મ્યા પહેલા કે જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યું હોય તેને ઈરાદાપૂર્વક ગટરમાં ફેંકી દીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગે ઓઢવ પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને CCTVના આધારે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હળવદમાં ટીકર રોડ પર સગીરા સાથે અઘટિત કૃત્યનો પ્રયાસ:અવાવરુ સ્થળે લઈ જઈ આરોપીએ છરી બતાવી કપડાં ઉતારવા દબાણ કર્યું, ના પાડતા માર પણ માર્યો
    Next Article
    ભરૂચ-દહેજ હાઈવે પર બસ-ઈકો કાર અકસ્માત, ચાલક ફસાયો:સ્થાનિકોએ ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા પ્રયાસ કર્યા, મોટી જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment