Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદમાં ટીકર રોડ પર સગીરા સાથે અઘટિત કૃત્યનો પ્રયાસ:અવાવરુ સ્થળે લઈ જઈ આરોપીએ છરી બતાવી કપડાં ઉતારવા દબાણ કર્યું, ના પાડતા માર પણ માર્યો

    2 days ago

    મોરબી જિલ્લાના હળવદ શહેરમાં સગીરાને તેની માતા હોસ્પિટલમાં દાખલ હોવાની ખોટી વાત કહી બાઈક પર બેસાડી અવાવરુ સ્થળે લઈ જવાની ઘટના સામે આવી છે. આરોપીએ ટીકર રોડ પર સગીરાને છરી બતાવી કપડાં ઉતારવા માટે ધમકાવી હતી. સગીરાએ ઇનકાર કરતાં તેને માર માર્યો હતો અને આ બનાવ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. દૂધ લેવા જતી સગીરાને માતા હોસ્પિટલમાં હોવાની વાત કહી વિશ્વાસમાં લીધી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હળવદમાં રહેતા એક પરિવારની સગીર દીકરી 9 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે આશરે 7:30 વાગ્યે ઘરેથી દૂધ લેવા માટે દુકાને જઈ રહી હતી. આ દરમિયાન બાઈક પર આવેલા એક અજાણ્યા શખ્સે તેને રોકી તેની માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સગીરાને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ તેના મામા, માસી અને માસીના દીકરાનાં નામ પણ આપ્યાં હતાં તેમજ તે તેમને ઓળખતો હોવાનું કહ્યું હતું. આ વાતોથી વિશ્વાસમાં આવેલી સગીરા આરોપીની બાઈક પર બેસી ગઈ હતી. ટીકર રોડ પર અવાવરુ સ્થળે લઈ જઈ છરી બતાવી ધમકાવી સગીરાને હોસ્પિટલ લઈ જવાને બદલે આરોપી બાઈક પર તેને ટીકર રોડ તરફ લઈ ગયો હતો. ત્યાં અવાવરુ જગ્યા પાસે બાઈક ઊભું રાખીને સગીરાને છરી બતાવી કપડાં ઉતારવા માટે ધમકાવી હતી. જોકે, સગીરાએ કપડાં ઉતારવાનો ઇનકાર કરતાં આરોપીએ તેને માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપીએ આ બનાવ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રેલવે સ્ટેશન પાસે સગીરાને છોડી આરોપી ફરાર આરોપી સગીરાને હળવદના રેલવે સ્ટેશન પાસે છોડીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. આરોપીની ઓળખ અને તેને પકડવા માટે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમૃતસરમાં ભગવંત માનની સરધારધામ સાથે સંકળાયેલા સંતો સાથે મુલાકાત:ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પણ હાજર રહેતા રાજકીય ચર્ચા તેજ, પાટીદાર સમાજ સાથેના સંપર્ક અંગે અટકળો શરૂ થઈ
    Next Article
    ઓઢવમાં ગટરમાંથી 6 મહિનાનું મૃત ભ્રૂણ મળી આવ્યું:પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો, તપાસનો ધમધમાટ તેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment