Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા સબ જેલમાં કેદીએ આપઘાત કર્યો:એક વર્ષ પહેલા શાંતિ પ્રકાશ સોસાયટીમાં પત્નીની હત્યા બાદ પતિ હતો જેલમાં કેદ

    6 hours ago

    ગોધરા સબ જેલમાં કાચા કામના કેદી સુનિલ ચંદવાણીએ જેલ પરિસરમાં આપઘાત કર્યો. તેઓ એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ હતા. આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ જેલ પહોંચ્યા હતા. DySP, મામલતદાર અને ડૉક્ટરોની ટીમે જરૂરી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી કરી હતી. સુનિલ ચંદવાણી ગોધરાના દાહોદ રોડ પર આવેલી શાંતિ પ્રકાશ સોસાયટીમાં રહેતા હતા. જુલાઈ 2025માં તેમના પર પત્ની વિધાબેનની હત્યાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં તેઓ ગોધરા સબ જેલમાં બંધ હતા. પોલીસ આપઘાત કયા સંજોગોમાં અને કયા કારણોસર થયો તેની તપાસ કરી રહી છે. સિંધી સમાજના આગેવાન મુરલી મૂલચંદાની પણ ઘટનાની જાણ થતાં જેલ પહોંચ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ‘અપહરણ’ નહીં પણ ‘સરપ્રાઈઝ ટ્રિપ’:ગાંધીનગરની કોલેજમાં ભણતા વિદ્યાર્થીનો ફોન બંધ આવતા પિતાએ નોંધાવી હતી ફરિયાદ, દીવથી પરત આવતા પડદો ઊંચકાયો
    Next Article
    ભાવનગરમાં 20મીએ ભાજપનો ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ કાર્યક્રમ:જીતુ વાઘાણીનો કોંગ્રેસ પર કટાક્ષ, કહ્યું-જ્યાં જીતે ત્યાં વાંધો નહીં, જ્યાં હારે ત્યાં વ્યવસ્થા પર આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment