Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘અપહરણ’ નહીં પણ ‘સરપ્રાઈઝ ટ્રિપ’:ગાંધીનગરની કોલેજમાં ભણતા વિદ્યાર્થીનો ફોન બંધ આવતા પિતાએ નોંધાવી હતી ફરિયાદ, દીવથી પરત આવતા પડદો ઊંચકાયો

    6 hours ago

    ગાંધીનગરના રાયસણ વિસ્તારમાંથી ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીના અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસ અને પરિવારજનોમાં ભારે દોડધામ મચી ગઈ હતી પરંતુ, આ ઘટનામાં અંતે નાટકીય વળાંક આવ્યો છે. જે યુવાનનું અપહરણ થયું હોવાની આશંકાએ પરિવારજનો રાજસ્થાનથી ગાંધીનગર દોડી આવ્યા હતા અને પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી હતી, તે યુવક વાસ્તવમાં કોઈને જાણ કર્યા વિના દીવ ફરવા જતો રહ્યો હતો અને સહીસલામત પરત આવી ગયો હોવાનું ઇન્ફોસિટી પોલીસની તપાસમાં બહાર આવતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો છે. દિવાળી વેકેશન પૂર્ણ કરી પરત આવ્યા બાદ 14 નવેમ્બરની રાત્રે PGમાંથી નીકળી ગયો હતો મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના તખતગઢ સ્થિત શિવાજીનગરમાં રહેતા અને ગાંધી હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા સુરેશકુમાર પારસમલજી જોષીએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમનો પુત્ર સુજલ ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ સેન્ટરમાં ફોરેન્સિક સાયન્સ ઓનર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને રાયસણ ગામના મહાવીર એન્ક્લેવ સ્થિત 'રીકશન રે' મકાન નંબર-18માં પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે. સુજલ ગત 6 નવેમ્બરના રોજ દિવાળી વેકેશન માટે વતન ગયો હતો અને રજાઓ પૂર્ણ કરી 13 નવેમ્બરે પરત ગાંધીનગર આવ્યો હતો પરંતુ, 14 નવેમ્બરની રાત્રે 8.30 વાગ્યે PG પરથી બહાર નીકળ્યા બાદ તે પરત આવ્યો નહોતો. ફોન સતત બંધ આવતા પિતા રાજસ્થાનથી દોડી આવ્યા બીજા દિવસે એટલે કે 15 નવેમ્બરની સવારથી પિતા સુરેશકુમારે સંપર્ક કરવા પ્રયાસ કરતાં સુજલનો મોબાઈલ ફોન સતત બંધ આવતો હતો. ચિંતિત પિતાએ ઉદયપુરમાં એલ.એલ.બી.નો અભ્યાસ કરતી પોતાની પુત્રીને આ વાત કરતાં તેણે સુજલના મિત્રો દેવર્ષ તિવારી અને હિત સોરાણી સહિતના સાથીઓને PG પર તપાસ કરવા મોકલ્યા હતા. સુજલ રાત્રે નીકળ્યા બાદ પરત ન ફર્યો હોવાનું સ્પષ્ટ થતાં પિતા પોતાના ભત્રીજા સાથે તાત્કાલિક રાજસ્થાનથી ગાંધીનગર દોડી આવ્યા હતા. કોલેજ અને મિત્રોમાં શોધખોળ છતાં કોઈ ભાળ ન મળતા અંતે અજાણ્યા ઈસમ સામે અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. દીવમાં મોબાઈલ સ્વીચ ઓફ થતાં સંપર્ક તૂટ્યો હતો આ મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ અશ્વિનભાઈ શાહ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે પોલીસના વિશ્વસનીય સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે, સુજલનું કોઈ અપહરણ થયું નહોતું. વતનથી પરત આવ્યા બાદ તે મિત્રો કે પરિવારને જાણ કર્યા વિના દીવ ફરવા જતો રહ્યો હતો અને ત્યાં તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. ફોન બંધ હોવાથી સંપર્ક તૂટતા પરિવારજનોએ અપહરણની શંકા વ્યક્ત કરી હતી. અંતે સુજલ મોડી રાત્રે સહીસલામત પરત આવી જતાં સમગ્ર મામલા પરથી પડદો ઊંચકાયો છે.
    Click here to Read More
    Previous Article
    ડમી ગ્રાહકે મિસ-કોલ કરતાં જ સુરતની OYO હોટલમાં પોલીસ ત્રાટકી:વોશરૂમનું બહાનું કરી માલિકનો ભાગવાનો પ્રયાસ, પગ લપસતાં ચોથા માળેથી નીચે પટકાયો; 2022માં પણ ગુનો દાખલ થયો હતો
    Next Article
    ગોધરા સબ જેલમાં કેદીએ આપઘાત કર્યો:એક વર્ષ પહેલા શાંતિ પ્રકાશ સોસાયટીમાં પત્નીની હત્યા બાદ પતિ હતો જેલમાં કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment