Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડમી ગ્રાહકે મિસ-કોલ કરતાં જ સુરતની OYO હોટલમાં પોલીસ ત્રાટકી:વોશરૂમનું બહાનું કરી માલિકનો ભાગવાનો પ્રયાસ, પગ લપસતાં ચોથા માળેથી નીચે પટકાયો; 2022માં પણ ગુનો દાખલ થયો હતો

    7 घंटे पहले

    સુરતના ઉધના-મગદલ્લા રોડ પર સફલ સ્ક્વેરમાં ચાલતી 'ઓયો હેરિટેજ' (આર.એસ. હેરીટેજ રૂમ્સ) હોટલ પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા 17 નવેમ્બરની સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસની કાર્યવાહીથી ગભરાઈને ભાગવા જતાં 42 વર્ષીય હોટલ માલિક રાજેશ રઘુવીરસિંહ ચોથા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જોકે, પોલીસના દરોડા અને હોટલ સંચાલકના મોત મામલે સુરત પોલીસે સત્તાવાર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પોલીસ પંચનામાની કાયદેસર કાર્યવાહી કરી રહી હતી, ત્યારે આરોપી હોટલ માલિક રાજેશ રઘુવીરસિંહ (મૂળ રહે. હરિયાણા) વોશરૂમ જવાનું બહાનું કાઢી રૂમની બારીમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે પગ લપસી જતાં ચોથા માળેથી નીચે પટકાયો હતો. સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો સમગ્ર ઓપરેશનની વિગતો આપતાં ACB એન.પી ગોહિલે જણાવ્યું હતું કે, AHTS સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, સફલ સ્ક્વેરના ચોથા માળે આવેલી 'ઓયો હેરિટેજ' હોટલનો માલિક ગેરકાયદેસર રીતે સેક્સ રેકેટ ચલાવી રહ્યો છે. બાતમીના આધારે ટીમ લીડરે બે પંચો અને એક ડમી ગ્રાહકને તૈયાર કરીને હોટલમાં મોકલ્યા હતા. ડમી ગ્રાહક રૂમમાં હાજર મહિલા સાથે ગયો હતો અને નક્કી થયા મુજબ મિસ-કોલ કરીને ઈશારો કરતાં જ પોલીસની ટીમ ત્રાટકી હતી. હોટલ માલિકે વોશરૂમનું બહાનું કરી ભાગવાનો પ્રયાસ કર્યો દરોડા દરમિયાન પોલીસને સ્થળ પર પ્રાથમિક પૂછપરછ અને કોન્ડોમના પેકેટ સહિતના શંકાસ્પદ પુરાવા મળી આવતા દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સ્પષ્ટ થયું હતું. જ્યારે પોલીસની ટીમ સ્થળ પર પંચનામું કરી રહી હતી, ત્યારે આરોપી રાજેશ રઘુવીરસિંહ વોશરૂમ જવાનું કહી અન્ય રૂમમાં ગયો હતો અને પાછળની બારી ખોલીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન તેનો પગ લપસી જતાં તે ચોથા માળેથી નીચે પટકાયો અને તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાજેશ રઘુવીરસિંહનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું પોલીસે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી પ્રાથમિક સારવાર આપી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં અકુદરતી મોતનો અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. ફાયરની પાઈપના સહારે મૃતકનો નીચે ઉતરવાનો પ્રયાસ પોલીસ દ્વારા સમગ્ર મામલે કરવામાં આવેલી સ્પષ્ટતા બાદ દિવ્ય ભાસ્કરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પ્રાથમિક દૃષ્ટિએ સ્થળ પરનું ચિત્ર જોતાં એવું જણાઈ આવ્યું હતું કે, મૃતક હોટલ માલિકે બિલ્ડિંગના ચોથા માળેથી નીચે ઉતરવા માટે ફાયરના પાઈપનો સહારો લેવાનો કે તેના દ્વારા નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હશે. આ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તે નીચે રોડ પર પટકાયો હતો, જ્યાં તેના બૂટ અને લોહી પણ નજરે પડ્યું હતું. મૃતક રાજેશ રઘુવીરસિંહનો મૃતદેહ પરિવારને સોંપાયો મૂળ હરિયાણાના વતની અને સુરતના મગદલ્લા ગામ વિસ્તારમાં રહેતા હોટલ અને સ્પા માલિક રાજેશ રઘુવીરસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તમામ કાગળો અને પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે સવારે મૃતદેહ તેના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યો છે. મૃતક આરોપીનો 2022માં પણ ઝડપાયો હતો ACP એન.પી. ગોહિલે ખુલાસો કર્યો હતો કે, આરોપી વિરુદ્ધ વર્ષ 2022માં પણ આ જ સ્થળે ગેરકાયદેસર દેહવ્યાપાર ચલાવવા બદલ ઉમરા પોલીસ સ્ટેશનમાં 'ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ' હેઠળ ગુનો દાખલ થયો હતો. હાલમાં પણ પોલીસે મૃતક સંચાલક વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. રેસ્ક્યુ કરાયેલી મહિલા પ્રથમ વખત જ અહીં આવી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાયું છે. હાલ સાક્ષીઓ અને આસપાસના લોકોના નિવેદનો લઈને વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ચીનને પાડી દેવાનો પ્લાન તૈયાર:6 દિવસ, 3 સમિટ અને મુદ્દો એક, મોદીના બન્ને હાથમાં લાડવા, ગુજરાતને મોટો ફાયદો થઇ શકે, દરિયામાં દબદબાની ખતરનાક ગેમ
    Next Article
    ‘અપહરણ’ નહીં પણ ‘સરપ્રાઈઝ ટ્રિપ’:ગાંધીનગરની કોલેજમાં ભણતા વિદ્યાર્થીનો ફોન બંધ આવતા પિતાએ નોંધાવી હતી ફરિયાદ, દીવથી પરત આવતા પડદો ઊંચકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment