Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી વેકેશનમાં ધમધમતી શાળાઓ પર કોંગ્રેસની રેડ:સરકારી નિયમોનો ઉલાળીયો કરી ધમધમતી નામાંકિત મોદી-કલ્યાણ હાઈસ્કૂલ બંધ કરાવાઈ

    14 hours ago

    રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં 5થી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આમ છતાં, શહેરની મોટાભાગની ખાનગી શાળાઓ સરકારના નિયમોને નેવે મૂકીને ચાલુ વેકેશનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવી રહી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે આજે કોંગ્રેસ દ્વારા શહેરની નામાંકિત મોદી સ્કૂલ અને કલ્યાણ હાઈસ્કૂલ ખાતે ઓચિંતી રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન બંને શાળાઓમાં બોર્ડ (ધોરણ-10 અને 12) સિવાયના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હોવાનું સામે આવતા કોંગ્રેસના કાર્યકરોએ બંને સ્કૂલો બંધ કરાવી હતી અને વિદ્યાર્થીઓને ઘરે જવા દેવાયા હતા, જેને કારણે વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. પ્રિન્સિપાલે માત્ર ધો.12ના વર્ગો ચાલુ હોવાનું કહ્યું આ કાર્યવાહી અંગે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે અમે કલ્યાણ સ્કૂલ અને મોદી સ્કૂલમાં તપાસ કરી તો વેકેશનમાં પણ શૈક્ષણિક કાર્ય ચાલુ જોવા મળ્યું હતું. અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે ધ્યાન દોર્યું હતું અને સંચાલક મંડળ સાથે પણ ચર્ચા થઈ હતી કે, વેકેશનમાં ધોરણ-10 અને 12 સિવાયના વિદ્યાર્થીઓને ન બોલાવવા. અંબિકા ટાઉનશીપ સ્થિત મોદી સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યા ત્યારે તેમણે માત્ર ધોરણ-12ના વિદ્યાર્થીઓને બોલાવ્યા હોવાનો બચાવ કર્યો હતો પરંતુ, અંદર તપાસ કરતાં ધોરણ-11ના 8થી 10 ક્લાસ ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા. ખાનગી શાળાઓ સંચાલક મંડળ અને DEOના નિયમોને ઘોળીને પી જવાની માનસિકતા ધરાવે છે, તેથી આ બંને શાળાઓને માત્ર નોટિસ આપવાને બદલે આકરો દંડ ફટકારી કડક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. ‘એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોને દિવાળીના કવર મળતા હશે’ રોહિત રાજપૂતે શિક્ષણ વિભાગના અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવતા ગંભીર આક્ષેપ કર્યો હતો કે, DEO દ્વારા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોને તપાસ સોંપવામાં આવી હોવા છતાં તેમને ચાલુ વેકેશનમાં ચાલતો અભ્યાસક્રમ દેખાયો નહીં. એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોને દર દિવાળીએ અને વાર-તહેવારે 'કવરો' મળતા હોય એટલે તેમને આ ગેરરીતિ ન દેખાય; સરકારે જાણે કવરના ઉઘરાણા કરવા માટે જ તેમને પગાર આપ્યો છે. સ્કૂલના પ્રિન્સિપાલો પણ એવા જવાબ આપે છે કે જાણે DEO તેમની હેઠળ આવતા હોય. વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, મોદી સ્કૂલની બપોર પછી ચાલુ રહેનારી તમામ બ્રાન્ચો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ અને વિદ્યાર્થી સંગઠન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ધરણા પર બેસવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પોપટપુરામાં ખેતરમાં આગથી ઘાસ બળ્યું:ગણેશ મંદિર નજીક લાગેલી આગ ફાયર વિભાગે કાબૂમાં લીધી
    Next Article
    વડોદરામાં 50 વર્ષ બાદ રાષ્ટ્રીય ખો-ખો ચેમ્પિયનશિપ યોજાશે:21થી 25 નવેમ્બર દેશના 1500થી વધુ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે, 5 દિવસમાં 120 રોમાંચક મેચો રમાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment