Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 50 વર્ષ બાદ રાષ્ટ્રીય ખો-ખો ચેમ્પિયનશિપ યોજાશે:21થી 25 નવેમ્બર દેશના 1500થી વધુ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે, 5 દિવસમાં 120 રોમાંચક મેચો રમાશે

    7 hours ago

    આગામી 21થી 25 નવેમ્બર દરમિયાન વડોદરાની પારૂલ યુનિવર્સિટી ખાતે 45મી જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ તમામ રાજ્યોમાંથી 1500થી વધુ બોય્ઝ અને ગર્લ્સ ખેલાડીઓ પોતાની રમતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે. વડોદરામાં આટલા મોટા સ્તરે રાષ્ટ્રીય સ્પર્ધા 5 દાયકા બાદ યોજાઈ રહી છે, જેને લઈને ખેલ જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાંચ દિવસમાં રમાશે કુલ 120 રોમાંચક મેચો આ આગામી પાંચ દિવસીય નેશનલ ચેમ્પિયનશિપમાં દરરોજ અંદાજે 24 મેચો રમાશે, આમ સમગ્ર સ્પર્ધા દરમિયાન કુલ 120 મેચોનું આયોજન કરાયું છે. સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં લીગ મેચો યોજાશે અને ત્યારબાદ નોકઆઉટ મુકાબલાઓ રમાશે, જે ખેલાડીઓની પ્રતિભાને પારખવા માટે રોમાંચક સાબિત થશે. ગાયકવાડ શાસનકાળથી જોડાયેલો છે ખો-ખોનો ભવ્ય ઇતિહાસ ઐતિહાસિક દ્રષ્ટિએ વાત કરીએ તો, ગાયકવાડ શાસનકાળથી જ વડોદરામાં ખો-ખો રમત પ્રચલિત રહી છે. આ અંગે એમેચ્યોર ખો-ખો ફેડરેશન ગુજરાતના જનરલ સેક્રેટરી સંતોષ ગરૂડે જણાવ્યું હતું કે, "વડોદરાથી જ ખો-ખો રમતની શરૂઆત થઈ હતી અને લાંબા સમય બાદ ફરીથી નેશનલ ટુર્નામેન્ટનું અહીં આયોજન થવું એ અમારા માટે ગૌરવની વાત છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ નેશનલ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને આગળ 'ખેલ ઇન્ડિયા' જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં રમવાની સુવર્ણ તક મળશે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે યુનિવર્સિટી અને ફેડરેશન દ્વારા ખેલાડીઓના રહેવા, જમવા તેમજ મેદાનની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી વેકેશનમાં ધમધમતી શાળાઓ પર કોંગ્રેસની રેડ:સરકારી નિયમોનો ઉલાળીયો કરી ધમધમતી નામાંકિત મોદી-કલ્યાણ હાઈસ્કૂલ બંધ કરાવાઈ
    Next Article
    ગોપાલક યુવક મંડળ દ્વારા કૂવો ઊંડો કરી પાણીની વ્યવસ્થા:ગિરનાર લીલી પરિક્રમા રૂટ પર માળવેલા ઘોડી ખાતે 20 ફૂટ કૂવો ઊંડો ઉતાર્યો, 2 કિલોમીટર લાંબી પાઇપલાઇન નખાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment