Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલાં વરસાદમાં જ ધોવાયો પુણે એક્સપ્રેસ વે, રસ્તો બંધ:મુંબઈમાં મુંબઈમાં પાટા પર ભૂસ્ખલન, 20 ટ્રેન રદ, સ્કૂલ-કોલેજોમાં રજા, છત્તીસગઢમાં 2 બાળકો ડૂબ્યા

    18 hours ago

    દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાએ ગતિ પકડી લીધી છે. મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે મુંબઈ-પુણે રેલ રૂટ પર સોમવારે સવારે કરજત-લોનાવલાના ભોર ઘાટ સેક્શનમાં બે જગ્યાએ ભૂસ્ખલન થયું. ત્રણેય રેલવે લાઈનો પ્રભાવિત થઈ ગઈ. 20 ટ્રેનો રદ કરવી પડી. બીજી તરફ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પણ ભૂસ્ખલન થતાં રસ્તો બંધ થઈ ગયો. મુંબઈમાં ગઈકાલથી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, 142 વૃક્ષો ઉખડી ગયા. BMCએ આજે ​​સરકારી, ખાનગી અને નગરપાલિકાની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. મધ્યપ્રદેશના ભોપાલ સહિત 7 જિલ્લામાં રવિવારે ભારે વરસાદ થયો. પાંઢુરણા જિલ્લામાં વીજળી પડવાથી એક મહિલાનું મોત થયું. વરસાદ બાદ કાલિસિંધ નદી બે કાંઠે વહી રહી છે. રાયસેન જિલ્લામાં બેતવા નદીમાં ડૂબી જવાથી બે સગીર બાળકીઓના મોત થયા. બીજી તરફ યુપીના 10 થી વધુ શહેરોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. છત્તીસગઢના ગરિયાબંધ જિલ્લામાં ખાડામાં ડૂબી જવાથી 5 અને 6 વર્ષના બે બાળકોના મોત થયા. મુંબઈ-પુણે એક્સપ્રેસવે માત્ર બે મહિના પહેલા જ શરૂ થયો હતો જણાવીએ કે 'મિસિંગ લિંક' નામથી જાણીતો મુંબઈ-પુણે એક્સપ્રેસવે માત્ર બે મહિના પહેલા જ ચાલુ થયો હતો. ₹6695 કરોડના ખર્ચે બનાવેલા આ મેગા-પ્રોજેક્ટને એન્જિનિયરિંગ શ્રેષ્ઠતાના ઉદાહરણ તરીકે બિરદાવવામાં આવ્યો હતો. જોકે, ભારે વરસાદ દરમિયાન થયેલા ભૂસ્ખલનને કારણે હવે તેના નિર્માણ કાર્ય પર સવાલો ઉભા થયા છે. દેશભરમાંથી હવામાનની 7 તસવીરો… દેશભરના હવામાન સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Rs 21 lakh spent to melt 900 kg silver: Ram Mandir donation handling under scanner
    Next Article
    164 તાલુકામાં વરસાદ, અમરેલીના 3 તાલુકામાં 27 ઇંચ:રાજુલા સહિત 5 તાલુકાની શાળામાં રજા જાહેર; પૂરમાં કાર પર ફસાયેલા યુવકનું 5 કલાકે રેસ્ક્યૂ, આજે 5 જિલ્લામાં રેડ એલર્ટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment