Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદની જવાહર નવોદય વિદ્યાલયમાં વાલીઓનો હોબાળો:ડમ્પિંગ સાઈટના ઝેરી ધુમાડાથી વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી, ડમ્પિંગ સાઈટ બંધ કરવા અથવા શાળા અન્યત્ર ખસેડવાની વાલીઓની માંગ

    6 घंटे पहले

    બોટાદની જવાહર નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શાળાની નજીક આવેલી ડમ્પિંગ સાઈટમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં ઝેરી ધુમાડાના ગોટેગોટા ફેલાયા હતા. જેના કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ ઊઠી છે. આ મામલે મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને પ્રિન્સિપાલની ચેમ્બરમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ડમ્પિંગ સાઈટ બંધ કરવા અથવા શાળા ખસેડવાની માંગ વાલીઓએ માંગ કરી છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળાની નજીક આવેલી ડમ્પિંગ સાઈટ તાત્કાલિક બંધ કરવામાં આવે અથવા શાળાને અન્યત્ર ખસેડવામાં આવે. વાલી અશોક જેજરીયાના જણાવ્યા મુજબ, જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો વાલીઓ બાળકોને શાળાએ નહીં મોકલે. આ ઉપરાંત કલેક્ટર કચેરી ખાતે ધરણાં કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર શાળાએ દોડી આવ્યા વાલીઓના ઉગ્ર વિરોધને પગલે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર પણ શાળાએ પહોંચ્યા હતા. આ મામલે ચીફ ઓફિસર એચ.કે. પટેલે જણાવ્યું હતું કે ડમ્પિંગ સાઈટ હટાવવાનો નિર્ણય સરકારના સ્તરે લેવામાં આવે તેમ છે. નગરપાલિકા પોતાના સ્તરે આ અંગે નિર્ણય લઈ શકે તેમ નથી. અગાઉ પણ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાઈ હતી શાળાના પ્રિન્સિપાલ આર.કે. મીણાએ જણાવ્યું હતું કે ડમ્પિંગ સાઈટના કારણે ઊભી થતી સમસ્યા અંગે અગાઉ પણ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. જોકે, હજુ સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. હવે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દે તંત્ર ક્યારે યોગ્ય નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.
    Click here to Read More
    Previous Article
    સંતરામપુરમાં જનજાતીય ગૌરવ સપ્તાહમાં મહિલા સંમેલન યોજાયું:ધર્મિષ્ઠાબેન ગજ્જર અને પૂર્વ સાંસદ રમિલાબેન બારા ઉપસ્થિત; મહિલાઓને યોજનાઓના લાભ અપાયા
    Next Article
    રેલવેનાં કર્મચારીઓ ગરીબ:5 ગેઝેટેડ ઓફિસર સહિત 774 કર્મચારીઓનાં નામો BPL કાર્ડની યાદીમાં આવ્યા, રેલવે બોર્ડે આપ્યા તપાસના આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment