Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવેનાં કર્મચારીઓ ગરીબ:5 ગેઝેટેડ ઓફિસર સહિત 774 કર્મચારીઓનાં નામો BPL કાર્ડની યાદીમાં આવ્યા, રેલવે બોર્ડે આપ્યા તપાસના આદેશ

    6 hours ago

    રાજકોટમાં ગરીબો માટેની સરકારી અનાજ યોજનાના લાભાર્થીઓની યાદીમાં અનેક રેલવે કર્મચારીઓનાં નામ હોવાનું સામે આવ્યું છે. રેલવે બોર્ડે કરાવેલી તપાસમાં માત્ર રાજકોટ ડિવિઝનના કુલ 774 કર્મચારીનાં નામ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ રેશનકાર્ડધારકોની યાદી સાથે મળ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, યાદીમાં સામાન્ય કર્મચારીઓ ઉપરાંત 5 ગેઝેટેડ અધિકારીઓનાં નામ પણ છે. ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટેની યોજનામાં સરકારી નોકરી કરતા કર્મચારીનાં નામ કેવી રીતે આવ્યા તે મોટો સવાલ ઊભો થયો છે. જોકે રેલવે તંત્રના જણાવ્યા મુજબ સરકારી નોકરી મળ્યા પહેલા આ કર્મચારીઓએ કાર્ડ કઢાવ્યા હતા અને હાલ DRM દ્વારા તેનો કોઈપણ લાભ નહીં લેવા અને નામ કમી કરાવવા આદેશો આપી દેવાયા છે. રાજકોટ સહિતના ડિવિઝનોને પત્ર લખીને કાર્યવાહી કરવા સૂચના આપી પ્રાપ્ત વિગત મુજબ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા દેશભરમાં હાથ ધરાયેલી ચકાસણીમાં રેલવેના 1,82,283 કર્મચારીઓનાં નામ રેશનકાર્ડધારકો સાથે મળ્યા હતા. મોટાભાગનાં રાજ્યોમાં સરકારી કર્મચારીઓ આવી યોજનાના લાભ મેળવવા માટે ગેરલાયક હોય છે. જે અંતર્ગત પશ્ચિમ રેલવેના મુંબઈ મુખ્યાલયે તારીખ 16 નવેમ્બરે રાજકોટ સહિતના ડિવિઝનોને પત્ર લખીને કાર્યવાહી કરવા સૂચના આપી છે. તમામ ડિવિઝનોએ 15 ડિસેમ્બર સુધીમાં કાર્યવાહીનો અહેવાલ મોકલવાનો રહેશે. રેલવે બોર્ડે કર્મચારીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મળતા લાભ ન લેવા અને આવા રેશનકાર્ડ પરત સોંપવા સૂચવ્યું છે. તેમજ કર્મચારીઓએ ખરેખર સબસિડીવાળું અનાજ મેળવ્યું છે કે નહીં તેની નમૂનારૂપ તપાસ કરવાનો પણ આદેશ અપાયો છે. કર્મચારીઓએ સરકારી લાભો મેળવ્યા છે કે નહીં તે મોટો સવાલ રેલવેના દસ્તાવેજમાં રાજકોટ ડિવિઝનના કુલ 774 કર્મચારીઓનાં નામ દર્શાવાયાં છે. ડિવિઝનમાં અંદાજે 5800 કર્મચારીઓ છે. આ હિસાબે લગભગ 14 ટકા કર્મચારીઓનાં નામ રેશનકાર્ડધારકોની યાદી સાથે મળ્યા છે. રેલવેમાં સૌથી નીચા પગારધોરણના કર્મચારીને પણ ગરીબી રેખા નીચેના પરિવાર માટે નિર્ધારિત કરાયેલી આવકમર્યાદા કરતાં વધુ પગાર મળતો હોવા છતાં આટલી મોટી સંખ્યામાં નામ મળતા અનેક ચર્ચાઓ ઉઠી રહી છે. જોકે, આ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સરકારી લાભો મેળવ્યા છે કે નહીં તે મોટો સવાલ છે. ઊંચા પગારધોરણ છતા રાશનકાર્ડ યોજનામાં નામ મળી આવ્યા રાજકોટ રેલવે ડિવિઝનની યાદીમાં કર્મચારીઓ સાથે કુલ 5 ગેઝેટેડ અધિકારીઓનાં નામ પણ છે. તેમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર સંજીવકુમાર, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (કો-ઓર્ડિનેશન) નરેન્દ્રસિંહ, મેડિકલ વિભાગના આસિસ્ટન્ટ ડિવિઝનલ મેડિકલ ઓફિસર નોનબસન એ., સિગ્નલ અને ટેલિકોમ વિભાગના આસિસ્ટન્ટ સિગ્નલ એન્ડ ટેલિકોમ એન્જિનિયર દિલીપ જૈન તથા એકાઉન્ટ્સ વિભાગના આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાઈનાન્સ મેનેજર હેવીસિંહનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ ઊંચા પગારધોરણ ધરાવતા હોવા છતાં તેઓના નામ ગરીબો માટેની રેશનકાર્ડ યોજનામાં મળી આવ્યા છે. સમગ્ર મામલે રાજકોટ રેલવે ડિવિઝને સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, દેશભરના 1.82 લાખ કર્મચારીઓનાં નામ આ યાદીમાં આવ્યા છે. મોટાભાગના કર્મચારીઓ દ્વારા રેલવેની નોકરી મળ્યા પહેલા આ બીપીએલ કાર્ડ કઢાવવામાં આવ્યા હતા. કોઈપણ વ્યક્તિ બેરોજગાર હોય ત્યારે કાર્ડ લીધું હોય બાદમાં નોકરી મળ્યા પછી પણ નામ યથાવત રહ્યું હોય તેવું બની શકે છે. BPL કાર્ડ હોવું તે ગુનો નથી પણ ખોટી રીતે તેનો લાભ લેવાયો હોય તો તે ગુનો છે. રાજકોટનાં તમામ કર્મચારીઓને DRM દ્વારા તમામ કર્મચારીઓને આ બાબતનો ખુલાસો આપવા જણાવાયું છે અને નોકરી ચાલુ હોવાથી આ કાર્ડમાંથી નામ કમી કરાવવા માટેના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદની જવાહર નવોદય વિદ્યાલયમાં વાલીઓનો હોબાળો:ડમ્પિંગ સાઈટના ઝેરી ધુમાડાથી વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી, ડમ્પિંગ સાઈટ બંધ કરવા અથવા શાળા અન્યત્ર ખસેડવાની વાલીઓની માંગ
    Next Article
    પોપટપુરામાં ખેતરમાં આગથી ઘાસ બળ્યું:ગણેશ મંદિર નજીક લાગેલી આગ ફાયર વિભાગે કાબૂમાં લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment