Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુરમાં જનજાતીય ગૌરવ સપ્તાહમાં મહિલા સંમેલન યોજાયું:ધર્મિષ્ઠાબેન ગજ્જર અને પૂર્વ સાંસદ રમિલાબેન બારા ઉપસ્થિત; મહિલાઓને યોજનાઓના લાભ અપાયા

    7 hours ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે ઉજવાતા ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત સંતરામપુર નગરપાલિકાના ટાઉન હોલમાં મહિલા સંમેલન યોજાયું. બાળ સંરક્ષણ આયોગનાં અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર અને પૂર્વ સાંસદ રમિલાબેન બારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં. ધર્મિષ્ઠાબેન ગજ્જરે મહિલાઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે ભારતની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમાજનું યોગદાન રહ્યું છે. ભગવાન બિરસા મુંડાએ 25 વર્ષની ઉંમરે રાષ્ટ્ર અને સમાજના સ્વાભિમાન માટે જીવન સમર્પિત કર્યું હતું. યુવા પેઢી અને મહિલાઓએ તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર મહિલાઓ સહિત છેવાડાના લોકોના વિકાસ માટે યોજનાઓ ચલાવે છે. ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઘરે-ઘરે નળથી જળ, શૌચાલય નિર્માણ, સખી મંડળ અને મહિલા ઉત્કર્ષ યોજના દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બની છે. પૂર્વ સાંસદ રમિલાબેન બારાએ રાજ્ય અને કેન્દ્ર સરકારનાં કામની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓનો વિકાસ થયો છે. રમિલાબેન બારાએ મહિલાઓને સરકારી યોજનાઓની માહિતી છેવાડાના લોકો સુધી પહોંચાડવા અપીલ કરી. 2047ના ‘વિકસિત ભારત’ના નિર્માણમાં આદિવાસી સમાજ આગળ રહે તે માટે સહભાગી થવા પણ કહ્યું. સ્થાનિક ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડિંડોરે મહિલાઓને સંબોધી રાજ્ય અને કેન્દ્ર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ તથા મહિલા સશક્તિકરણનાં કામોની માહિતી આપી. કાર્યક્રમમાં મહિલાઓને વિવિધ યોજનાઓના લાભનું વિતરણ કરાયું. સંમેલનમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક ચંદ્રિકાબેન ભાભોર, નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી, તાલુકા પંચાયતના પ્રમુખો, પ્રાંત અધિકારી, આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ, આદિવાસી મહિલાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં.
    Click here to Read More
    Previous Article
    6 દિવસ, 3 સમિટ અને મોટો ખેલ:ચીનને પાડી દેવા આસિયાન મેદાને, 3 પેટર્નથી જાણો મનિલા-શેનઝેન ગેમ, પેસિફિકની પળોજણનું સટિક એનાલિસિસ
    Next Article
    બોટાદની જવાહર નવોદય વિદ્યાલયમાં વાલીઓનો હોબાળો:ડમ્પિંગ સાઈટના ઝેરી ધુમાડાથી વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી, ડમ્પિંગ સાઈટ બંધ કરવા અથવા શાળા અન્યત્ર ખસેડવાની વાલીઓની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment