Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્યુસાઈડ કેપિટલ રાજકોટમાં પોલીસે જીવન આસ્થા કેન્દ્ર શરૂ કર્યું:ડિપ્રેશનમાં રહેતા હોય અને આત્મહત્યાના વિચાર આવે તો સંપર્ક કરો, પોલીસ અને મનોચિકિતસ્ક ટીમ કરશે મદદ

    8 hours ago

    દેશના 53 શહેરોમાં આપઘાતના બનાવોની દ્રષ્ટિએ રાજકોટ શહેર બીજા ક્રમે હોવાથી તેને 'સ્યુસાઈડ કેપિટલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. શહેરમાં વધતા જતા આત્મહત્યાના બનાવો અત્યંત ચિંતાજનક સાબિત થઈ રહ્યા છે, ત્યારે લોકોના અમૂલ્ય જીવનને બચાવવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા ખાસ ‘જીવન આસ્થા કેન્દ્ર’ શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં પોલીસ, રાજકોટ મહાનગરપાલિકા (RMC), મનોચિકિત્સકો તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા સતત 24 કલાક લોકોનું જીવન બચાવવા માટે કામગીરી કરવામાં આવશે. હેલ્પલાઇન નંબર 9712347744 જાહેર રાજકોટ DCP ઝોન-1 હેતલ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ માનસિક તણાવમાં રહેતી હોય, ડિપ્રેશન અનુભવતી હોય કે આપઘાતના વિચાર આવતા હોય તો તે રાજકોટ પોલીસના જીવન આસ્થા કેન્દ્રના ખાસ હેલ્પલાઇન નંબર 9712347744 પર સંપર્ક કરી શકે છે. આ નંબર પર કોલ કરનાર વ્યક્તિને ટીમ દ્વારા ટેલિફોનિક તેમજ જરૂર જણાયે રૂબરૂ કાઉન્સેલિંગ કરીને આપઘાત કરતા અટકાવવામાં આવશે. ખાસ વાત એ છે કે, હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરનાર વ્યક્તિની ઓળખ કોઈપણ સંજોગોમાં જાહેર કરવામાં આવશે નહીં. દર વર્ષે સરેરાશ 500 લોકો ટૂંકાવે છે જીવન DCPએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, જેની પાછળ આર્થિક તણાવ, શારીરિક બીમારી અને માનસિક તણાવ જેવા અનેક કારણો જવાબદાર હોય છે. રાજકોટ શહેરમાં દર વર્ષે સરેરાશ 500 જેટલા લોકો આત્મહત્યા કરીને પોતાની જિંદગી ટૂંકાવતા હોવાનું પોલીસની આંકડાકીય માહિતી પરથી સામે આવ્યું છે, જેને અટકાવવું અત્યંત જરૂરી છે. રાજકોટમાં છેલ્લા ચાર વર્ષના આપઘાતના ચિંતાજનક આંકડા પોલીસ ચોપડે નોંધાયેલા આંકડા મુજબ રાજકોટ શહેરમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન આત્મહત્યાના બનાવોની સ્થિતિ નીચે મુજબ રહી છે:
    Click here to Read More
    Previous Article
    ગમનપુરા ગામની સીમમાં દેશી બંદૂક સાથે આરોપી ઝડપાયો:SOGની ટીમે રેડ કરી ગેરકાયદે હથિયાર કબજે કર્યું, 7 હજાર રુપિયાનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    શહેરમાં મહિલાઓ માટે શૌચાલયની સુવિધા:19 સ્થળોએ પિંક ટોયલેટ બનાવવામાં આવશે, બેબી ફીડિંગ રૂમ- ડાયપર ચેન્જિંગ રૂમ સહિતની સુવિધા હશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment