Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં કુખ્યાત 'ભારાઈ ગેંગ' સામે ગુજસીટોક:વડોદરા બાયપાસથી 19 દારૂના કેસ ધરાવતો લિસ્ટેડ બુટલેગર કિશોર વાઘેલા ઝડપાયો, કોર્ટે 14 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા.

    9 hours ago

    જૂનાગઢ જિલ્લાના શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર અને સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત ‘ભારાઈ ગેંગ’ સામે ગુજસીટોક (GUJCTOC) કાયદા હેઠળ ગુનો નોંધી સકંજો કસવામાં આવ્યો છે. આ ગુનામાં ગીર સોમનાથના તાલાળા વિસ્તારનો લિસ્ટેડ બુટલેગર અને ગેંગનો સભ્ય કિશોર દેવશીભાઈ વાઘેલા લાંબા સમયથી નાસતો ફરતો હતો. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી વડોદરા બાયપાસ પાસે આવેલી ગોલ્ડન ચોકડી નજીક ઊભો છે. જેના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીને ઝડપી પાડી જૂનાગઢ લાવવામાં આવ્યો હતો. અન્ય રાજ્યોમાંથી દારૂ મંગાવી આચરાતું સંગઠિત નેટવર્ક જૂનાગઢમાં લાંબા સમયથી લિસ્ટેડ બુટલેગર રવિ હમીરભાઈ ભારાઈ પોતાના સાગરીતો સાથે મળી સંગઠિત નેટવર્ક ચલાવતો હતો. આ ટોળકી હરિયાણા, પંજાબ, રાજસ્થાન, દીવ, દમણ, ગોવા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવતી હતી. દારૂની છૂપી હેરફેર માટે બોગસ દસ્તાવેજો બનાવી આર્થિક લાભ મેળવાતો હતો. આ કેસમાં શીલ પોલીસ મથકે મુખ્ય સૂત્રધાર રવિ ભારાઈ સહિત 6 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જેમાં પોલીસે અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ઝડપાયેલા આરોપી સામે 21 ગુના નોંધાયેલા છે તાજેતરમાં વડોદરાથી પકડાયેલો 47 વર્ષીય આરોપી કિશોર દેવશીભાઈ વાઘેલા મૂળ તાલાળા તાલુકાના ઉમેરેઠી ગામનો વતની છે. આરોપી કિશોર સામે અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 21 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં પ્રોહિબિશન (દારૂ)ના 19, મારામારીના 2 તેમજ સંગઠિત ગુનાખોરીના કેસોનો સમાવેશ થાય છે. કોર્ટે 14 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા ગુજસીટોકના આ કેસની આગળની તપાસ જૂનાગઢ શહેર વિભાગના DySP હિતેશ ધાંધલ્યા ચલાવી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપી કિશોર વાઘેલાને રાજકોટ ખાતેની સ્પેશિયલ ગુજસીટોક અદાલતમાં રજૂ કરવામાં આવતાં, કોર્ટે આરોપીના 14મી ઓગસ્ટ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ દ્વારા કસ્ટડી દરમિયાન ગેંગના અન્ય સાગરીતો અને દારૂના નેટવર્ક સંદર્ભે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ પોલીસે 45 કિ.મી.ની બાઇક રેલી યોજી:‘હર ઘર તિરંગા’ અભિયાનમાં 1000 બાઈક પર પોલીસ-નાગરિકો જોડાયા
    Next Article
    છોટા ઉદેપુર LCBએ રૂ. 82,350નો વિદેશી દારૂ ઝડપ્યો:ઝોઝ પાસેથી ઈકો ગાડીમાંથી બે આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment