Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત પોલીસ હેડક્વાર્ટરમાં દશેરા પર્વે શસ્ત્ર પૂજા સંપન્ન:પોલીસ કમિશનર વાબાંગ ઝમીરના હસ્તે ડ્રોન અને ઓટોમેટિક હથિયારોની પૂજા કરવામાં આવી

    10 hours ago

    આજે દશેરા અને વિજયાદશમીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશેષ શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને પરંપરાગત વિધિમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે ખડેપહેરે રહેતા પોલીસ દળના હથિયારોની પૂજા કરવાની આ પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે. નવરાત્રી દરમિયાન પોલીસની ઉત્કૃષ્ટ સુરક્ષા વ્યવસ્થા ગયા નવ દિવસના નવરાત્રી મહોત્સવ દરમિયાન સુરત પોલીસ દ્વારા શહેરમાં કડક સુરક્ષા અને સલામતી જાળવવામાં આવી હતી. પોલીસ વિભાગ પાસે રહેલા આધુનિક સાધન-સામગ્રી, ડ્રોન અને હથિયારોનો યોગ્ય ઉપયોગ કરીને સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગની આ સચોટ આયોજનબદ્ધ કામગીરીને કારણે જ નવરાત્રી પર્વ દરમિયાન ઉત્તમ સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં મોટી સફળતા મળી છે. આધુનિક હથિયારો અને સાધનોથી સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરે આ પ્રસંગે જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ પોલીસ વિભાગ પાસે ઉપલબ્ધ આધુનિક સાધન-સામગ્રી અને શસ્ત્રોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. આનાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેમજ નાગરિકોને ન્યાય અને સુરક્ષા પૂરી પાડવામાં મદદ મળશે. સુરત શહેરની જનતા હંમેશાં સુરક્ષિત રહે અને અસામાજિક તત્વો પર અંકુશ રહે તે માટે પોલીસ સદૈવ તત્પર રહેશે તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે. સુરતવાસીઓને વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ કાર્યક્રમના અંતે પોલીસ કમિશનર વાબાંગ ઝમીરે સમગ્ર સુરતવાસીઓને દશેરા અને વિજયાદશમીના આ પવિત્ર દિવસે હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી. તહેવારોના આ દિવસોમાં નાગરિકો અને પોલીસના સહયોગથી શહેરમાં ભાઈચારો અને શાંતિ જળવાઈ રહી છે, જે સુરતની વિશેષતા છે.
    Click here to Read More
    Previous Article
    પરિવાર ગરબા રમવા ગયો ને તસ્કરો ત્રાટક્યાં:નારોલમાં લોખંડની જાળીનું તાળું તોડી રૂ.19 લાખથી વધુની મત્તા ચોરી આરોપી ફરાર
    Next Article
    ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં દુર્ગાષ્ટમીએ ભવ્ય મહાઆરતી:હજારો દીવડાઓના ઝગમગાટથી વીણાવાદિની મા સરસ્વતીનું અલૌકિક દિવ્ય સ્વરૂપ સાકાર થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment