Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં દુર્ગાષ્ટમીએ ભવ્ય મહાઆરતી:હજારો દીવડાઓના ઝગમગાટથી વીણાવાદિની મા સરસ્વતીનું અલૌકિક દિવ્ય સ્વરૂપ સાકાર થયું

    11 hours ago

    ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણે આસો નવરાત્રિની પાવન દુર્ગાષ્ટમીના પવિત્ર અવસરે ભક્તિ અને શ્રદ્ધાનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. ફોરમની વિશિષ્ટ અને ત્રણ દાયકા જૂની પરંપરાને અકબંધ રાખતા આ વર્ષે પણ એક અત્યંત ભવ્ય અને ભાવવાહી સમૂહ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓ અને શ્રદ્ધાળુઓએ એકસાથે પોતાના હાથમાં પ્રજ્વલિત દીવડાઓ ધારણ કરીને જગતજનની મા અંબાની આરાધના કરી હતી. મહાઆરતીમાં મા સરસ્વતીનું આબેહૂબ અને અલૌકિક સ્વરૂપ પ્રગટ થઈ ઉઠ્યું કલ્ચરલ ફોરમના ગરબા મહોત્સવની મુખ્ય વિશિષ્ટતા સમાન આ મહાઆરતી દરમિયાન ગરબા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત વિશાળ મેદનીનું ખૂબ જ સુનિયોજિત અને શિસ્તબદ્ધ રીતે ફોર્મેશન કરવામાં આવ્યું હતું. હજારો દીપકોના દિવ્ય પ્રકાશ અને સુમેળભરી ગોઠવણથી ગ્રાઉન્ડ પર વિદ્યા, જ્ઞાન, કળા, સાહિત્ય અને સંગીતની અધિષ્ઠાત્રી દેવી વીણાવાદિની મા સરસ્વતીનું આબેહૂબ અને અલૌકિક સ્વરૂપ પ્રગટ થઈ ઊઠ્યું હતું. મા સરસ્વતીના આ દિવ્ય સ્વરૂપમાં જ્ઞાનનો સનાતન પ્રકાશ, સર્જનાત્મકતાની ચૈતન્ય ઊર્જા અને સૂર-તાલનો અદ્વિતીય સમન્વય સ્પષ્ટપણે પ્રતિબિંબિત થતો હતો. પોતાના હાથમાં વીણા ધારણ કરીને વિવેક, સંવાદિતા અને સંસ્કારનો સંદેશ આપતા માતાજીના આ સ્વરૂપે સમગ્ર ગરબા પરિસરને ભક્તિ અને આધ્યાત્મિક ચેતનાથી ઝંકૃત કરી દીધું હતું. આરતીમાં ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા ઝગમગતા દીવડાઓથી પ્રગટેલા મા સરસ્વતીના આ અદભુત અને મનોહર દૃશ્યને નિહાળીને ગરબા ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હજારો માઇભક્તો અને પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ઉપસ્થિત જનમેદનીએ સામૂહિક રીતે 'અહો!' ના હર્ષનાદ અને જયઘોષ સાથે આ દિવ્ય ક્ષણને વધાવી લીધી હતી. ગરબાના પાટણગરમાં સાક્ષાત્ વીણાવાદિનીનું પ્રાગટ્ય થયું હોય તેવી ભાવવિભોર અને આધ્યાત્મિક અનુભૂતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. છેલ્લા 30 વર્ષથી સતત જળવાઈ રહેલી આ પરંપરાગત મહાઆરતીએ ભારતીય લોકસંસ્કૃતિ, ભક્તિ અને સામૂહિક શ્રદ્ધાનો એક અદ્વિતીય અને ભવ્ય ઉત્સવ છે. આ મહાઆરતીની અલૌકિક દિવ્યતાએ ગાંધીનગરવાસીઓના હૃદયમાં એક અવિસ્મરણીય અને ભક્તિસભર છાપ છોડી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત પોલીસ હેડક્વાર્ટરમાં દશેરા પર્વે શસ્ત્ર પૂજા સંપન્ન:પોલીસ કમિશનર વાબાંગ ઝમીરના હસ્તે ડ્રોન અને ઓટોમેટિક હથિયારોની પૂજા કરવામાં આવી
    Next Article
    પૂર્વ ક્રિકેટર-MP યુસુફે દીદીની 'મમતા' છોડતા 15 કરોડનો ફાયદો:10.52 કરોડનો પ્લોટ ફ્રી ને 478 મીટરની અન્ય જગ્યામાં 4.48 કરોડનું ડિસ્કાઉન્ટ, સ્ટેન્ડિગમાં મંજૂરી માટે દરખાસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment