Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ ક્રિકેટર-MP યુસુફે દીદીની 'મમતા' છોડતા 15 કરોડનો ફાયદો:10.52 કરોડનો પ્લોટ ફ્રી ને 478 મીટરની અન્ય જગ્યામાં 4.48 કરોડનું ડિસ્કાઉન્ટ, સ્ટેન્ડિગમાં મંજૂરી માટે દરખાસ્ત

    17 hours ago

    પ.બંગાળના બહેરામપુરના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને તાંદલજા સ્થિત નિવાસ સ્થાન પાસેનો પાલિકાનો પ્લોટ ફાળવવાની કવાયત 14 વર્ષ બાદ ફરી શરૂ થઈ છે. તાંદલજા TP-22ના ફાઇનલ પ્લોટ નં.90ના 978 ચો. મીટર પ્લોટની કિંમત રૂા. 2.10 લાખ પ્રતિ ચો.મી. લેખે રૂા.20.53 કરોડ આંકવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુ તરફથી રજૂ કરવામાં આવેલી નવી દરખાસ્ત મુજબ, વિવાદાસ્પદ પ્લોટમાંથી 500 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને ભેટ સ્વરૂપે અપાશે, જ્યારે બાકીની 478 ચોરસ મીટર જમીન તેના પ્રવર્તમાન વેલ્યુએશનના 55 ટકા રકમ વસુલીને ફાળવવામાં આવશે. આ દરખાસ્તને આખરી મંજૂરી માટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે. પ્લોટ ફાળવણી અને કિંમતનું ગણિત જોઈએ તો નવી દરખાસ્ત મુજબ, આ 978 ચોરસ મીટરના પ્લોટની ફાળવણી બે ભાગમાં કરવામાં આવશે. જે પૈકી 500 ચોરસ મીટર જમીન રહેણાંક ઉપયોગ માટે યુસુફ પઠાણને ભેટ આપવામાં આવશે. એટલે કે, અંદાજે 10.50 કરોડની જમીન ઇનામ સ્વરૂપે મળશે. આ ઉપરાંત 478 ચોરસ મીટર બાકીની જમીન તેના નિર્ધારિત મૂલ્યાંકનના 55 ટકા જેટલા રાહતદારે ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે પ્રતિ ચો.મી. 2.10 લાખના ભાવની જમીન 1,15,500ના ભાવે અપાશે. જેમાં ચો.મી.દીઠ 94500નું સીધું ડિસ્કાઉન્ટ મળી જશે. આમ યુસુફે જમીન પેટે 10 કરોડ 3 લાખ 80 હજારના બદલે 5.52 કરોડ ચૂકવવા પડશે. જેનાથી 4.48 કરોડનો સીધો ફાયદો મળશે અને તેમાં 500 મીટર રહેણાક જમીનના 10.50 કરોડ ઉમેરતા 15 કરોડનો કુલ ફાયદો થશે. 2014માં રાજ્ય સરકારે પ્લોટ ફાળવણીની દરખાસ્ત નામંજૂર કરી હતી યુસુફ પઠાણે વર્ષ 2012માં પોતાના મકાનની અડીને આવેલો આ પ્લોટ ખરીદવા માટે મનપા સમક્ષ માંગણી કરી હતી. તે સમયે કોર્પોરેશનની સામાન્ય સભા દ્વારા આ જમીન ફાળવવા માટે સકારાત્મક વલણ દાખવવામાં આવ્યું હતું. પરંતુ, વર્ષ 2014માં ગુજરાત સરકારની નિર્ણય પ્રક્રિયા દરમિયાન આ પ્લોટની ફાળવણી અંગેની દરખાસ્તને કાયદાકીય અને નીતિવિષયક કારણોસર નામંજૂર કરી દેવામાં આવી હતી. સરકાર દ્વારા દરખાસ્ત રદ કરવામાં આવ્યા છતાં પણ આ પ્લોટ યુસુફ પઠાણના કબજામાં હતો અને તેની આસપાસ કમ્પાઉન્ડ વોલ બનાવી વપરાશ કરવામાં આવતો હોવાના આક્ષેપો સાથે વિવાદ વકર્યો હતો. ભાજપ કાઉન્સિલર નીતિન દોંગા, પૂર્વ કાઉન્સિલર વિજય પવાર અને એડવોકેટ શૈલેષ અમીને પ્લોટ ખાલી કરાવવા રજૂઆત કરી હતી. જો કે વર્ષ 2024માં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ જૂન, 2026માં યુસુફ પઠાણ તૃણમૂલ કોંગ્રેસથી અલગ થઈ NCPI(નેશનલ સિટીઝન પાર્ટી ઓફ ઇન્ડિયા)માં જોડાયા અને NDAને બહાર સમર્થન આપ્યું હતું. ત્યાર બાદ પ્લોટ ફાળવણી વિવાદમાં નવો વળાંક આવવાનો આરંભ થયો હતો. પાલિકાએ જૂનમાં 7 પ્લોટની હરાજી માટે વિવાદિત પ્લોટની મિનિમમ અપસેટ વેલ્યૂ નક્કી કરાઇ હતી. વધુમાં ઓગસ્ટના અંતે પઠાણે હાઈકોર્ટમાંથી અપીલ પાછી ખેંચી લેતાં નવા વળાંકના સંકેત મળ્યા હતા. રાજકીય વિશ્લેષકો મુજબ એનડીએ સાથેની નિકટતાથી પઠાણ તરફે દરખાસ્તની તૈયારી પૂર્ણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. 3 માર્ચ, 2012 : યુસુફ પઠાણે પ્લોટ માગ્યો યુસુફ પઠાણે મ્યુ.કમિશનરને પત્ર લખી પોતાના બંગલાની બાજુના 978 ચો. મીટરના પ્લોટની ફાળવણી કરવા માગ કરી હતી.30 માર્ચ અને 8 જૂન, 2012ના રોજ સભામાં પ્લોટની ફાળવણીની દરખાસ્ત આગળ વધારાઈ હતી. પ્લોટની જાહેર હરાજી વિના 99 વર્ષના ભાડાપટે ફાળવણી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 9 જૂન, 2014: સરકારે દરખાસ્ત નામંજૂર કરી રાજ્ય સરકારે જાહેર હરાજી વિના પ્લોટની ફાળવણીની દરખાસ્તને મંજૂરી આપી ન હતી. 6 જૂન, 2024: મામલો કોર્ટમાં પહોંચ્યો પાલિકાએ પ્લોટની ફાળવણીની દરખાસ્ત નામંજૂર થયેલી હોવાનો ઉલ્લેખ કરી કથિત દબાણ દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. યુસુફ પઠાણે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. 21 ઑગસ્ટ, 2025ના રોજ ગુજરાત હાઇકોર્ટે યુસુફ પઠાણની અરજી ફગાવી દીધી હતી. 4 ફેબ્રુઆરી, 2026: સિંગલ જજના ચુકાદા સામે અપીલ સિંગલ જજના ચુકાદાને પડકારવા યુસુફ પઠાણે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. 8 જૂન, 2026ના રોજ હાઇકોર્ટે જમીનની કાયદેસરની ફાળવણી થઈ ન હોય અને રકમ ચૂકવાઈ ન હોય તો સરકારી જમીન પર કબજો કેવી રીતે મેળવ્યો? કોર્ટે પાલિકાના અધિકારીઓની ભૂમિકા અંગે સવાલ ઉઠાવ્યા હતા. 15 જૂન, 2026: સમય માગવાની કાર્યવાહી પઠાણના વકીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને જમીન ફાળવણી અંગેની રાજ્ય સરકારની નીતિનો આધાર લઈને રજૂઆત આગળ વધારવા સમય માગ્યો હતો. 18 જૂન, 2026: પાલિકાએ પ્લોટની હરાજીની તૈયારી કરી પાલિકાએ શહેરના 7 પ્લોટની હરાજી માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મૂકી હતી. તેમાં તાંદલજાનો 978 ચો.મીટરનો પ્લોટ પણ સામેલ હતો. આ પ્લોટ માટે અંદાજિત અપસેટ વેલ્યૂ પ્રતિ ચો. મીટર 2.10 લાખ દર્શાવાઈ હતી. આ પ્રમાણે કુલ કિંમત આશરે 20.53 કરોડ થતી હતી. 31 ઑગસ્ટ, 2026: યુસુફ પઠાણે હાઈકોર્ટમાંથી અપીલ પાછી ખેંચી આ કેસનો સૌથી મહત્ત્વનો વળાંક 31 ઑગસ્ટ, 2026ના રોજ આવ્યો હતો. જેમાં યુસુફ પઠાણે કોર્ટમાં કરેલી અપીલ પાછી ખેંચી હતી. પઠાણે 2012માં પ્લોટ માગ્યો હતો, ઓગસ્ટ-2026માં હાઇકોર્ટમાંથી અપીલ પાછી ખેંચી હતી.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં દુર્ગાષ્ટમીએ ભવ્ય મહાઆરતી:હજારો દીવડાઓના ઝગમગાટથી વીણાવાદિની મા સરસ્વતીનું અલૌકિક દિવ્ય સ્વરૂપ સાકાર થયું
    Next Article
    Posing As Couple, Assam Man, Bengal Woman Ran Ganja Trade From Kerala Migrant Quarters

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment