Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગમનપુરા ગામની સીમમાં દેશી બંદૂક સાથે આરોપી ઝડપાયો:SOGની ટીમે રેડ કરી ગેરકાયદે હથિયાર કબજે કર્યું, 7 હજાર રુપિયાનો મુદ્દામાલ જપ્ત

    7 hours ago

    મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગમનપુરાથી દેલોલી તરફ જતા માર્ગ પર ONGC GGS નજીક બાવળની ઝાડીઓમાં ગેરકાયદે હથિયાર સાથે ફરતા 50 વર્ષીય રમજાનભાઈ સુમારભાઈ મેરૂભાઈને SOG પોલીસે ઝડપી પાડ્યો હતો. SOG ઈન્સ્પેક્ટર યોગરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીના આધારે પોલીસે પંચો સાથે રેડ કરી આરોપી પાસેથી અંદાજે ₹ 7 હજારની કિંમતની વગર પાસ-પરમિટની દેશી હાથ બનાવટની બંદૂક કબજે કરી હતી. આ મામલે સાંથલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SOGની ટીમે બાતમી મળતા જ રેડ કરી મહેસાણા SOG પો.ઇન્સ. યોગરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ATS ચાર્ટર લગત પેટ્રોલીંગ દરમિયાન પોલીસ સ્ટેશનના કર્મચારીઓને બાતમી મળી હતી કે, સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગમનપુરાથી દેલોલી ગામ તરફ જતા રોડ પર ONGC GGSની બાજુમાં ખરાબામાં બાવળની ઝાડીઓમાં એક શખસ ગેરકાયદે હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે SOG પોલીસની ટીમે પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ હાથ ધરી હતી. બંદૂક સાથે રમજાન નામનો શખસ ઝડપાયો તપાસ દરમિયાન સિંધી (ડફેર) રમજાનભાઈ સુમારભાઇ મેરૂભાઈ નામના શખ્સ પાસેથી વગર પાસ-પેરમિટની દેશી હાથ બનાવટની બંદુક મળી આવી હતી. પોલીસે અંદાજે રૂપિયા 7 હજારની કિંમતનો આ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સાંથલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરી SOG ઇન્સ્પેક્ટર યોગરાજસિંહ પરમાર, પીએસઆઈ બી.ડી. વાઘેલા તથા તેમની સાથેના પોલીસ સ્ટાફના માણસો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    6 દિવસ, 3 મહાસંમેલન, 1 ખેલ:ડ્રેગનનો ખેલ પાડશે આસિયાન, 3 પેટર્નથી જાણો મનિલા-શેનઝેન ગેમ, પેસિફિકના પડોજણનું એનાલિસિસ
    Next Article
    સ્યુસાઈડ કેપિટલ રાજકોટમાં પોલીસે જીવન આસ્થા કેન્દ્ર શરૂ કર્યું:ડિપ્રેશનમાં રહેતા હોય અને આત્મહત્યાના વિચાર આવે તો સંપર્ક કરો, પોલીસ અને મનોચિકિતસ્ક ટીમ કરશે મદદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment