Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદની ડમ્પિંગ સાઈટમાં ભીષણ આગ:આખી રાત ધુમાડાથી સ્થાનિકો પરેશાન, ફરી આગ ભભૂકતા ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી

    2 days ago

    બોટાદના વોર્ડ નંબર 4માં આવેલી ડમ્પિંગ સાઈટમાં કચરાના ઢગલામાં ભીષણ આગ લાગતાં આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા ફેલાયા હતા. આગના કારણે સાંઈનાથ નગર અને શંકરપરા વિસ્તારના રહીશોને આખી રાત ધુમાડાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ ફરી આગ ભભૂકી ઊઠતાં ફાયર વિભાગે બીજી વખત કામગીરી શરૂ કરી હતી. આખી રાત ધુમાડાથી રહીશો પરેશાન બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં શંકરપરા ખસ રોડ પર સાંઈનાથ નગર નજીક આવેલી ડમ્પિંગ સાઈટમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. આગ વિકરાળ બનતાં આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો. સાંઈનાથ નગર અને શંકરપરાના રહીશોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હતી. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના આરોગ્યને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી. 45થી 50 હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી ઘટનાની જાણ થતાં બોટાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના અધિકારી કુલદીપસિંહ ડોડિયાના જણાવ્યા અનુસાર, ગઈકાલે બપોરે 3 વાગ્યે આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ત્યારબાદ ફાયર ટીમે અંદાજે 45થી 50 હજાર લીટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ રાત્રે 10 વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ફરી ભભૂકતાં ફાયર ટીમ દોડી આગ પર કાબૂ મેળવ્યા બાદ ફરી આગ લાગી હોવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ બીજી વખત ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. વારંવાર આગ લાગતાં કાયમી ઉકેલની માંગ ડમ્પિંગ સાઈટમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. પાણીના ટાંકા નજીક આવેલી ડમ્પિંગ સાઈટમાં આગ લાગવાની ઘટના સામે આવતાં નગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. વારંવાર આગ લાગવાથી ફેલાતા ધુમાડા અને લોકોના આરોગ્ય પર ઊભા થતા જોખમને અટકાવવા તંત્ર ક્યારે નક્કર પગલાં ભરશે તે જોવાનું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    સમીના વેડ ગામની સીમમાંથી દેશી બંદૂક સાથે યુવક ઝડપાયો:પાટણ SOGએ તળાવ પાસેની બાવળની ઝાડીમાંથી આરોપીને ઝડપ્યો; હનિફ ડફેર પાસેથી ₹2,500ની બંદૂક કબજે કરાઈ
    Next Article
    હિંમતનગરમાં જનજાતીય ગૌરવ સપ્તાહનું મહિલા સંમેલન સાથે સમાપન થયું:મહિલાઓને સ્વરોજગાર, આર્થિક આત્મનિર્ભરતા અને સરકારી યોજનાઓની માહિતી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment