Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SOGએ ગેરકાયદેસર દેશી બંદૂક સાથે એક શખસ ઝડપ્યો:સમીના શેખસલા તલાવડી પાસે પોલીસે ₹2500નું હથિયાર જપ્ત કર્યું

    1 day ago

    પાટણ SOG પોલીસે સમી વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી બંદૂક સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી બનાસકાંઠા રેન્જ આઈજી અને પાટણ પોલીસ અધિક્ષકની સૂચના બાદ કરવામાં આવી હતી. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે મળેલી સૂચનાના આધારે, SOG પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ SOG ટીમ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન, ખાનગી અને વિશ્વસનીય સૂત્રો પાસેથી બાતમી મળી હતી કે સમીના શેખસલા તલાવડી પાસેના કાચા રસ્તા પર એક વ્યક્તિ દેશી બનાવટની બંદૂક સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે SOG ટીમે સ્થળ પર જઈ તપાસ કરતા, ગેરકાયદેસર પાસ-પરવાનગી વગરની એક દેશી બંદૂક સાથે એક ઇસમ મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹2500ની કિંમતની બંદૂક જપ્ત કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ જુમ્માભાઈ સલીમભાઈ હાજીભાઈ સિંધી (રહે. સમી એકતાનગર, તા. સમી, જી. પાટણ) તરીકે થઈ છે. આરોપી વિરુદ્ધ સમી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ-25(1-બી)એ અને જીપી એક્ટ કલમ-135 મુજબ ગુનો નોંધી, વધુ કાર્યવાહી માટે તેને સમી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આજથી મનરેગાને બદલે VB-G RAM G લાગુ:100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી, દૈનિક વેતન ₹299થી વધીને ₹327 થયું
    Next Article
    પાટણ, ચાણસ્મા અને રાધનપુરમાં જાહેરનામાનો ભંગ:ભંગારના 4 વાડાના સંચાલકો અને ગેસ્ટ હાઉસ મેનેજર સામે રજીસ્ટર ન નિભાવવા અને ઓનલાઈન એન્ટ્રી ન કરવા બદલ ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment