Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં જનજાતીય ગૌરવ સપ્તાહનું મહિલા સંમેલન સાથે સમાપન થયું:મહિલાઓને સ્વરોજગાર, આર્થિક આત્મનિર્ભરતા અને સરકારી યોજનાઓની માહિતી અપાઈ

    2 days ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા પંચાયતના સભાખંડમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે યોજાયેલા જનજાતીય ગૌરવ દિવસ સપ્તાહનું સમાપન મહિલા સંમેલન સાથે થયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર, આર્થિક આત્મનિર્ભરતા અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પ અંગે ચર્ચા થઈ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહિલાઓની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત અંતરિયાળ આદિવાસી વિસ્તારોની મહિલાઓ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા પર ભાર મૂકાયો હતો, તેમજ સખી મંડળો દ્વારા રોજગારી અને સ્વરોજગારની તકો ઊભી કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. બિરસા મુંડાના જીવન અને સંઘર્ષના સંદેશને યાદ કરાયો કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ મહિલાઓને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. તેમણે ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને રાષ્ટ્રભાવનાના સંદેશને યાદ કર્યો હતો, તેમજ દેશના વિકાસમાં મહિલાઓ સક્રિય ભાગીદાર બને તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં પ્રદેશના વક્તા કૌશલ્ય કુંવરબા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ નરેશ પરમાર, ઉપપ્રમુખ ઉષા પટેલ અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન નારણ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ તાલુકા ભાજપ પ્રમુખ હિતેન્દ્ર પટેલ, પ્રાંત અધિકારી ધારિણી એમ., મામલતદાર રોનકસિંહ પઢારિયા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરુણા કડિયા અને નાયબ તાલુકા વિકાસ અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી સહિત રાજકીય આગેવાનો, અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બોટાદની ડમ્પિંગ સાઈટમાં ભીષણ આગ:આખી રાત ધુમાડાથી સ્થાનિકો પરેશાન, ફરી આગ ભભૂકતા ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી
    Next Article
    Sreeleela Breaks Silence On Telugu Film Hiatus: 'I Was Doing My Medical Internship in Mumbai'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment