Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરમાર પરિવારે પૂર્વજોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ યોજ્યું:વાઘલધરા નજીક જાનકી રિસોર્ટમાં પંકજ દાદા વ્યાસે કથા કરી

    2 days ago

    વલસાડ જિલ્લાના વાઘલધરા ગામ નજીક આવેલા જાનકી રિસોર્ટમાં પરમાર પરિવારે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજ્યો. સ્વ. તુલસીભાઈ પરમાર, સ્વ. જીવતીબેન પરમાર અને સ્વ. ભીમજીભાઈ પરમાર સહિત પૂર્વજોના મોક્ષાર્થે કથા યોજાઈ હતી. એમિનન્સ એવોર્ડથી સન્માનિત આંતરરાષ્ટ્રીય વક્તા અને ભાગવતાચાર્ય પૂજ્ય પંકજ દાદા વ્યાસે કથા કરી. તેમણે કહ્યું કે ભાગવત કથા દરેક મનુષ્યને મોક્ષ અપાવનારી છે અને ભાગવત શાસ્ત્ર તમામ શાસ્ત્રોનો સાર છે. કથા દરમિયાન વિવિધ ઉત્સવો ઉજવાયા હતા. રાત્રે ભજન અને ડાયરાનું પણ આયોજન કરાયું હતું. કથામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જીતેન્દ્રભાઈ પરમાર, મનિષાબેન પરમાર, વિજયભાઈ પરમાર અને ડિમ્પલબેન સહિત પરમાર પરિવારે કથામાં આવેલા લોકો માટે વ્યવસ્થા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રમરમાટ આવતી કારે બાઈકને ટક્કર મારી, વૃદ્ધ ઢળી પડ્યા:હોમગાર્ડ જવાનના પિતાનું સારવાર દરમિયાન મોત, રાજકોટમાં હિટ એન્ડ રન
    Next Article
    'ભાઈએ જે કહ્યું તે બરાબર, સમાજને હજી મોટું મળવું જોઈએ':હીરા સોલંકીએ કહ્યું- 'મુખ્યમંત્રી પાર્ટી નક્કી કરે છે'; પરષોત્તમ સોલંકી પબુભાના કોળી CMના નિવેદનના સમર્થનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment