Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રમરમાટ આવતી કારે બાઈકને ટક્કર મારી, વૃદ્ધ ઢળી પડ્યા:હોમગાર્ડ જવાનના પિતાનું સારવાર દરમિયાન મોત, રાજકોટમાં હિટ એન્ડ રન

    2 days ago

    રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા આસ્થા ચોક પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગોંડલ ચોકથી મવડી ચોક તરફ પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે વૃદ્ધ વાહનચલકને હડફેટે લીધા હતા. જેને ગંભીર ઇજા પહોંચતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને તેઓ પોતાની ફરજ પર જતા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. હાલ સમગ્ર મામલે તેમના પુત્રએ ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે અજાણ્યા કારચલાક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 'પપ્પાનું આસ્થા ચોકમાં એકસિડન્ટ થયું છે' રાજકોટ તાલુકા પોલીસમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા ફરિયાદી ધર્મેશ મુળજીભાઈ દાફડાએ જણાવ્યું હતું કે, મારા પિતા મુળજીભાઈ અક્ષર સિક્યોરિટીમા નોકરી કરતા હતા. ગત 10 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યા આસપાસ મારા બહેનનો ફોન આવ્યો હતો અને મને વાત કરી હતી કે પપ્પાનું આસ્થા ચોકમાં એકસિડન્ટ થયું છે અને બનેવીએ 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડયા. જ્યાં ઈમરજન્સી વોર્ડમા દાખલ કરાયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજા તથા શરીરે છોલ છાલ તથા ડાબા પગના ભાગે ઈજા પહોંચી હતી. 'હું રસ્તા પર ફંગોળાયો અને કાર ચાલક ભાગી ગયો' ‘મે પિતા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સવારના 6.45 વાગ્યાની આસપાસ નોકરી ઉપર જતો હતો ત્યારે 7 વાગ્યાની આસપાસ આસ્થા ચોકથી મવડી ચોકડી તરફ જતો હતો ત્યારે ગોંડલ ચોકડી તરફથી એક કાર પૂરપાટ ઝડપે આવી અને મને હડફેટે લેતા હું રસ્તા પર ફંગોળાઈ ગયો હતો અને કાર ચાલક ભાગી ગયો હતો.’ સારવાર દરમિયાન મોત, કાર ચાલક સામે ગુનો નોંધાયો વધુ સારવાર માટે 11 નવેમ્બરના રોજ એચ.જે. દોશી હોસ્પિટલમા દાખલ કર્યા હતા અને ત્યારબાદ એચ.સી.જી. હોસ્પિટલમા દાખલ કર્યા હતાં. જ્યાં રાત્રીના 11.30 વાગ્યા આસપાસ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ સમગ્ર મામલે માલવિયાનગર પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો રાજકોટમાં સીટી બસે ટુ-વ્હીલર ચાલકને અડફેટે લીધી, CCTV રાજકોટમાં ગત 10 નવેમ્બરના રોજ બપોરે આશરે ત્રણ વાગ્યાના સુમારે આજીડેમથી પરાપીપળીયા રૂટ પર જતી સિટી બસ જ્યારે ચુનારાવાડ ચોક નજીક પહોંચી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સામેની તરફથી રોડ ક્રોસ કરી રહેલા ટુ-વ્હીલર ચાલક મહિલાથી સમયસર બ્રેક ન લાગતા તેમનું વાહન સિટી બસ સાથે અથડાયું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    જિનપિંગે એરપોર્ટ પર ટ્રમ્પનું સ્વાગત કર્યુ:ચીનના રાષ્ટ્રપતિએ પહેલીવાર આવું કર્યું; પુતિન સાથે બંને નેતાઓની આવતીકાલે બેઠક
    Next Article
    પરમાર પરિવારે પૂર્વજોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ યોજ્યું:વાઘલધરા નજીક જાનકી રિસોર્ટમાં પંકજ દાદા વ્યાસે કથા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment