Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સોમનાથ પહોંચ્યા:આજે મહાદેવનાં દર્શન-પૂજન કરશે, રાત્રિ રોકાણ બાદ આવતીકાલે ભાલકા તીર્થની મુલાકાત લેશે

    2 days ago

    ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે સોમનાથની પવિત્ર ભૂમિ પર પધાર્યા છે. તેમના આગમનને પગલે સોમનાથમાં વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જસદણ ખાતે યોજાયેલા એક સ્નેહમિલન સમારોહમાં દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યું હતું કે પાટીદાર આંદોલનથી ઘણું બધું મળ્યું (જેમ કે EWS અનામત), પરંતુ આંદોલનને કારણે સારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુમાવ્યા તેનો તેમને આજે પણ રંજ અને વસવસો છે. સાંજે 4 વાગ્યે સોમનાથ મંદિરમાં દર્શન કરશે પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યપાલ આનંદીબેન પટેલ નિર્ધારિત સમય કરતાં વહેલા બપોરે 1:30 કલાકે સીધા સોમનાથ સર્કિટ હાઉસ ખાતે પહોંચી ગયા હતા. તેમના કાર્યક્રમ અનુસાર બપોરે આશરે 4 વાગ્યાના સુમારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કરશે. ત્યારબાદ તેઓ શ્રીરામ મંદિર, ગોલોકધામ, દેહોત્સર્ગ તીર્થ, ગીતા મંદિર અને પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે પણ દર્શનાર્થે જવાના છે. સાગર દર્શન ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે રાત્રિ રોકાણ સોમનાથ ખાતે આવેલા સાગર દર્શન ગેસ્ટ હાઉસમાં કરશે. જ્યારે આવતીકાલે સવારે સંભવતઃ ફરી એકવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તેઓ ભાલકા તીર્થની મુલાકાત પણ લેશે. જોકે, આવતીકાલના કાર્યક્રમમાં ફેરફારની શક્યતા પણ રહેલી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે જવાબદારી નિભાવી રહ્યાં છે ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ બાદ તેમણે જાન્યુઆરી 2018થી જુલાઈ 2019 સુધી મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. આ દરમિયાન ઓગસ્ટ 2018થી જુલાઈ 2019 સુધી છત્તીસગઢના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો. ત્યારબાદ 29 જુલાઈ 2019થી તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે જવાબદારી નિભાવી રહ્યાં છે. રાજ્યપાલના સોમનાથ આગમન અને મંદિર મુલાકાતને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર પરિસર સહિતના નિર્ધારિત માર્ગો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસ અને સંબંધિત સુરક્ષા એજન્સીઓ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ઔરંગા નદીના બ્રિજ પર 20 નવેમ્બર સુધી વાહનવ્યવહાર બંધ:કૈલાસ રોડ પર નવા બ્રિજ માટે ગડર બેસાડવાની કામગીરી શરૂ; વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ કરાઈ
    Next Article
    'ભાઈએ જે કહ્યું તે બરાબર, સમાજને હજી મોટું મળવું જોઈએ':હીરા સોલંકીએ કહ્યું- મુખ્યમંત્રી પાર્ટી નક્કી કરે છે; પરષોત્તમ સોલંકી પબુભાના કોળી CMના નિવેદનના સમર્થનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment