Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી પોક્સો કોર્ટે દુષ્કર્મ કેસમાં સજા સંભળાવી:સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સખ્ત કેદ

    14 hours ago

    મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ અને ગર્ભ રાખવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી રમેશ પુનાજી ડામોરને 20 વર્ષની સખ્ત કેદની સજા અને ₹25,000નો દંડ ફટકાર્યો છે. આ ઘટના વર્ષ 2019માં મોરબી તાલુકા વિસ્તારમાં બની હતી. શ્રમિક પરિવારની સગીર દીકરી ઘરે એકલી હતી ત્યારે આરોપીએ તેની એકલતાનો લાભ ઉઠાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાને આ અંગે કોઈને જાણ ન કરવા અને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમય જતાં સગીરાને ગર્ભ રહી જતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં રમેશ પુનાજી ડામોર (મૂળ સંતરામપુર, મહિસાગર; હાલ રાજપર ગામની સીમ, મોરબી) વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં સ્પેશ્યલ જજ અને એડિશનલ સેશન્સ જજ ભૂમિકા કનૈયાલાલ ચંદારાણાની કોર્ટમાં ચાલી ગયો હતો. મદદનીશ સરકારી વકીલ એન.ડી. કારીયાએ કોર્ટ સમક્ષ મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. કોર્ટે રજૂ કરાયેલા પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઈને આરોપી રમેશ પુનાજી ડામોરને 20 વર્ષની સખ્ત કેદની સજા અને ₹25,000નો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડની રકમ ભરપાઈ ન કરે તો તેને વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવી પડશે તેવો પણ હુકમ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    यूपी में सपा से खिसके ब्राह्मण वोटों ने ऐसे बीजेपी को बना दिया सत्ताधीश!
    Next Article
    સુરેન્દ્રનગર LCBએ રૂ. 55.74 લાખનો દારૂ જપ્ત કર્યો:ટ્રક સહિત 80.84 લાખનો મુદ્દામાલ જપ્ત, બાડમેરના એક શખ્સની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment