Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી વેકેશન બાદ નવસારી મનપાએ દબાણો હટાવવા શરૂ કર્યું:ટાટા સ્કૂલ સામેની જર્જરિત ઇમારત નોટિસ બાદ ખાલી કરાવી; નવા વર્ષમાં શહેરના અટવાયેલા રસ્તા અને તળાવો ખુલ્લા કરાશે

    2 days ago

    દિવાળી વેકેશન પૂરું થતાં નવસારી મહાનગરપાલિકાએ શહેરમાં ગેરકાયદે બાંધકામો અને દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે. મનપાના દબાણ વિભાગે વહેલી સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. આ ઝુંબેશ હેઠળ ટાટા સ્કૂલ સામેની જર્જરિત ઇમારત ખાલી કરાવવામાં આવી હતી, તેમજ વલ્લભ એસ્ટેટ પાસે રોડ માર્જિનમાં કરાયેલું દબાણ જેસીબીથી તોડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ટાટા સ્કૂલ સામેની ઇમારત ખાલી કરાવી દબાણ તોડ્યું નવસારી મહાનગરપાલિકાના દબાણ વિભાગે વહેલી સવારથી શહેરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. મનપા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવાથી ટાટા સ્કૂલ સામે આવેલી જર્જરિત ઇમારત ખાલી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત વલ્લભ એસ્ટેટ પાસે રોડ માર્જિનમાં કરાયેલું ગેરકાયદે દબાણ જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી હતી. અટવાયેલા રસ્તા અને તળાવો આસપાસના દબાણો દૂર કરાશે મનપા કમિશનર જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે શહેરમાં ડિમોલિશનની કામગીરી શરૂ થઈ ગઈ છે. નવા વર્ષમાં શહેરના અટવાયેલા રસ્તાઓ ખુલ્લા કરવામાં આવશે. આ સાથે જ શહેરના તળાવોની આસપાસનાં ગેરકાયદે દબાણો પણ દૂર કરવામાં આવશે, જેથી શહેરી વિકાસના કાર્યોને વેગ મળી શકે. ટ્રાફિકની સમસ્યા ઓછી થશે અને વાહનચાલકોને રાહત મળશે મનપા કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે નવસારીના લોકોને ટ્રાફિકમુક્ત વાતાવરણ મળે તે માટે આ ઝુંબેશ ચાલુ રહેશે અને તબક્કાવાર તમામ ગેરકાયદે દબાણો દૂર કરાશે. મનપાની આ કામગીરીથી આગામી સમયમાં મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા ઓછી થશે અને વાહનચાલકોને રાહત મળશે તેવી આશા સ્થાનિક નાગરિકોએ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    યુપી-બિહારમાં ગાઢ ધુમ્મસ, વિઝિબલિટી 10 મીટર થઈ:રાજસ્થાનમાં તાપમાન 7°C સુધી પહોંચ્યું, પર્વતો પર હિમવર્ષાની અસર; મધ્ય પ્રદેશમાં વરસાદની ચેતવણી
    Next Article
    વલસાડમાં ઔરંગા નદીના બ્રિજ પર 20 નવેમ્બર સુધી વાહનવ્યવહાર બંધ:કૈલાસ રોડ પર નવા બ્રિજ માટે ગડર બેસાડવાની કામગીરી શરૂ; વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment