Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌરવ પંડિયાએ વલસાડ કોંગ્રેસના આગેવાનોને એકતા જાળવવા ટકોર કરી:સોનિયા ગાંધીના પુસ્તક અને ઋગ્વેદનો ઉલ્લેખ કરી સંદેશ આપ્યો

    3 दिन पहले

    વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલા જૂથવાદ અને મનભેદો વચ્ચે AICC સભ્ય ગૌરવ પંડિયાએ જિલ્લા અને નાનાપોંઢા કોંગ્રેસ સમિતિના આગેવાનોને એકતા જાળવી રાખવા જણાવ્યું હતું. તેમણે આગેવાનોને નાની-નાની બાબતોથી ઉપર ઊઠીને પક્ષના હિતમાં કામ કરવાની ટકોર કરી હતી. આ દરમિયાન તેમણે સોનિયા ગાંધીના પુસ્તક અને ઋગ્વેદની પંક્તિઓ ટાંકીને સંગઠનની શક્તિનો સંદેશ આપ્યો હતો. સોનિયા ગાંધીના પુસ્તક અને ઋગ્વેદનો ઉલ્લેખ કર્યો ગૌરવ પંડિયાએ સોનિયા ગાંધીના પુસ્તકનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે તેમાં શરૂઆતમાં ઋગ્વેદનો શ્લોક મૂકવામાં આવ્યો છે, જે કોંગ્રેસ માટે એકતા અને સંગઠનની શક્તિનો સંદેશ આપે છે. તેમણે પુસ્તકની અંગ્રેજી પંક્તિઓ ટાંકીને તેનો ભાવાર્થ સમજાવતા કહ્યું હતું કે, સાથે ચાલો, સાથે બોલો, બધાની માનસિકતા એક હો, લક્ષ્ય બધાનું એક હો, હૃદયની લાગણીઓ એક હો અને વિચારોની સામ્યતા જાળવો, જેથી સૌ સંપૂર્ણ સાથ અને એકતા સાથે રહી શકીએ. અંગત મતભેદ અને જૂથવાદ છોડી કામ કરવા અપીલ ગૌરવ પંડિયાએ વધુમાં જણાવ્યું હતું કે વેદોમાં પણ એકતા અને સાથે મળીને ચાલવાનો સંદેશ આપવામાં આવ્યો છે. કોંગ્રેસ પરિવાર સાથે જોડાયેલા લોકો વચ્ચે ભેદભાવ કે જૂથવાદને કોઈ સ્થાન ન હોવું જોઈએ. અંતમાં તેમણે તમામ આગેવાનોને અંગત મતભેદો ભૂલીને પક્ષના હિતમાં એકસાથે મળીને કામ કરવા જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મેયરના વોર્ડમાં પાણીનો વેડફાટ:રાજકોટનાં ઢેબર રોડ પરનાં વિજય પ્લોટમાં પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું, જવાબદારો સામે પગલાં લેવા કોંગ્રેસની માંગ
    Next Article
    શું તમે આઈસક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાઈ રહ્યા'ને?:ગુજરાત સરકાર એનાલોગ પનીર બાદ હવે આઈસક્રીમ બાબતે લોકોને જાગૃત કરશે, જાણો બંને વચ્ચેનો તફાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment