Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું તમે આઈસક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાઈ રહ્યા'ને?:ગુજરાત સરકાર એનાલોગ પનીર બાદ હવે આઈસક્રીમ બાબતે લોકોને જાગૃત કરશે, જાણો બંને વચ્ચેનો તફાવત

    3 दिन पहले

    ગુજરાતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગે રાજ્યવ્યાપી ‘ઓપરેશન હેલ્થ’ અભિયાનનો આજથી પ્રારંભ કર્યો છે. આ અભિયાન હેઠળ હવે રાજ્યભરમાં વેચાતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત લોકોને સમજાવવામાં આવશે. ખાસ કરીને ગ્રાહકો જે ઉત્પાદન ખરીદી રહ્યા છે તે ખરેખર આઈસ્ક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. તમે પણ આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતાને? મોટાભાગના ગ્રાહકો બંનેને આઈસ્ક્રીમ સમજીને ખરીદે છે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલી આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ દેખાવ, ઠંડક અને સ્વાદમાં લગભગ સરખાં હોવાથી મોટાભાગના ગ્રાહકો બંનેને આઈસ્ક્રીમ સમજીને ખરીદે છે. જોકે, બંનેની બનાવટમાં મહત્ત્વનો તફાવત છે. બંને ઉત્પાદનો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ નિર્ધારિત ધોરણોને આધીન છે. જોકે, મોટાભાગના ગ્રાહકો આ તફાવતથી અજાણ હોવાથી ફ્રોઝન ડેઝર્ટને પણ આઈસ્ક્રીમ સમજીને આરોગતા હોય છે. ખરીદી કરતા પહેલાં પેકેટ પરનું લેબલ વાંચજો આરોગ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે કે, આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ખરીદતા પહેલાં પેકેટ પરનું લેબલ અવશ્ય વાંચો. તેમાં ઉત્પાદનનું નામ, વપરાયેલા ઘટકો અને પોષકતત્ત્વોની વિગતો તપાસવી જોઈએ. માત્ર પેકેટના દેખાવ કે જાહેરાતના આધારે ઉત્પાદનની પસંદગી ન કરવી જોઈએ. આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટનું છૂટક વેચાણ કરતા વેપારીઓને પણ ગ્રાહકોને ઉત્પાદનની સાચી માહિતી આપવા અપીલ કરી છે. વેપારીઓએ યોગ્ય ડિસ્પ્લે બોર્ડ અથવા માર્કિંગ કરવું જોઈએ, જેથી ગ્રાહકોને તેઓ કયું ઉત્પાદન ખરીદી રહ્યા છે તેની સ્પષ્ટ જાણકારી મળી રહે. સોશિયલ મીડિયા મારફતે પણ જાગૃતિ ફેલાવાશે મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં મીડિયાના સહયોગથી એનાલોગ પનીર, ચીઝ અને બટર અંગે લોકોમાં જાગૃતિ આવી છે. તેવી જ રીતે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે પણ વ્યાપક જનજાગૃતિ લાવવાની જરૂર છે. શિક્ષિત વર્ગ અને સોશિયલ મીડિયા યુઝર્સને આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી છે, જેથી આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે. ફ્રોઝન ડેઝર્ટ એટલે ભેળસેળયુક્ત ઉત્પાદન નહીં ખાસ નોંધનીય છે કે ફ્રોઝન ડેઝર્ટ હોવાનો અર્થ એ નથી કે ઉત્પાદન ભેળસેળયુક્ત કે અસુરક્ષિત છે. જો ઉત્પાદન લાગુ પડતા ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોનું પાલન કરતું હોય તો તે કાયદેસર રીતે વેચી શકાય છે. બંને ઉત્પાદનોનું પોષક મૂલ્ય અને ગુણવત્તા તેમાં વપરાયેલા ઘટકો તથા ઉત્પાદન પ્રક્રિયા પર આધારિત હોય છે. આ બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનર રતનકંવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો પ્રશ્ન- આઈસક્રીમમાં એવા કયા ઘટકો હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે? જવાબ- આઈસક્રીમમાં સ્વાદ માટે ઉમેરવામાં આવેલા ઘણા તત્વો સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. નીચેના ગ્રાફિકમાં બધી સામગ્રી જોઈએ- પ્રશ્ન- ઉનાળામાં વધુ આઈસક્રીમ ખાવાથી કયા રોગોનું જોખમ વધે છે? જવાબ- આઈસક્રીમમાં રહેલી વધુ ખાંડ અને સંતૃપ્ત ચરબી શરીરમાં સોજો, સ્થૂળતા અને મેટાબોલિક ડિસઓર્ડરનું કારણ બની શકે છે. બધા સ્વાસ્થ્ય જોખમો ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- આઈસક્રીમ આપણા પાચનને કેવી રીતે અસર કરે છે? જવાબ- મુદ્દાઓથી સમજીએ- આઈસક્રીમમાં રહેલી વધુ ખાંડ અને ચરબી પાચન પ્રક્રિયાને ધીમી કરી શકે છે. ઠંડી વસ્તુ પેટમાં જવાથી પાચક ઉત્સેચકો (ડાઇજેશન એન્ઝાઇમ)ની પ્રવૃત્તિ ધીમી પડી જાય છે. આનાથી પાચનતંત્ર પર દબાણ વધે છે. વધુ ચરબીવાળી વસ્તુઓ પચવામાં વધુ સમય લે છે, જેનાથી ભારેપણું અને સુસ્તી અનુભવાય છે. વધુ ખાંડ આંતરડાના બેક્ટેરિયાનું સંતુલન બગાડી શકે છે, જેનાથી ગેસ, પેટ ફૂલવું અને અપચો જેવી સમસ્યાઓ થાય છે. જેમને લેક્ટોઝ ઇનટોલરન્સ (આમાં શરીર ડેરી ઉત્પાદનોમાં રહેલી લેક્ટોઝ ખાંડ પચાવી શકતું નથી) છે, તેમને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    ગૌરવ પંડિયાએ વલસાડ કોંગ્રેસના આગેવાનોને એકતા જાળવવા ટકોર કરી:સોનિયા ગાંધીના પુસ્તક અને ઋગ્વેદનો ઉલ્લેખ કરી સંદેશ આપ્યો
    Next Article
    "Wishing You Peace": Zubeen Garg's Wife Garima Garg Shares Emotional Note On His 54th Birth Anniversary

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment