Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયરના વોર્ડમાં પાણીનો વેડફાટ:રાજકોટનાં ઢેબર રોડ પરનાં વિજય પ્લોટમાં પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું, જવાબદારો સામે પગલાં લેવા કોંગ્રેસની માંગ

    3 days ago

    રાજકોટ મનપાનાં મેયર ડો. નેહલ શુક્લનાં વોર્ડ નં 7ના ઢેબર રોડ વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું. આ મામલે શહેર કોંગ્રેસ સમિતિએ મોરચો માંડ્યો છે. જેમાં કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા અને પૂર્વ કોર્પોરેટર દિલીપ આસવાણીએ જણાવ્યું છે કે મનપાની લાપરવાહીના કારણે મોંઘાદાટ નર્મદાના પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી અને શહેરના મેયર દ્વારા પાણી બચાવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવી પાણીની બુંદ બુંદ બચાવવાની અપીલ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ખુદ મહાપાલિકાનું તંત્ર જ પાણી બચાવવામાં ઉદાસીન અને બેદરકાર સાબિત થઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઢેબર રોડ પર વિજય પ્લોટ 22 નજીક અક્ષય રેડીએટર્સની બાજુમાં પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું. લાઈન તૂટવાના કારણે હજારો લિટર પાણી રોડ પર ફરી વળ્યું હતું અને ઢેબર રોડ પર પાણીની રેલમછેલ સર્જાઈ હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે આશરે 1 કિલોમીટર સુધીના વિસ્તારમાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ અંગેની જાણ થતા ગજેન્દ્રસિંહ ઝાલા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સ્થળ પરથી જ રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં ફરિયાદ નંબર 26451141 નોંધાવી હતી. ત્યારબાદ તેમણે સેન્ટ્રલ ઝોનના સિટી ઈજનેર અતુલ રાવલ અને વોર્ડ નંબર 7ના ડેપ્યુટી ઈજનેર જીગ્નેશ સોલંકીનો સંપર્ક કરીને પાણીનો આ વેડફાટ તાત્કાલિક અટકાવવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. ગજેન્દ્રસિંહનો આરોપ છે કે, સ્થળ પર હાજર લોકોનાં જણાવ્યા મુજબ આ વિસ્તારમાં છેલ્લા 1 માસથી આ પ્રકારે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. શહેરના અત્યંત વ્યસ્ત અને મુખ્ય માર્ગ એવા ઢેબર રોડ પરથી દરરોજ હજારો નાગરિકોની અવરજવર રહે છે. આવા મુખ્ય રસ્તા પર જો લાંબા સમયથી પાણી વહી રહ્યું હોય તો તે તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. આ મામલે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે જવાબદાર ઈજનેરો તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક પેનલ્ટી એટલે કે દંડનીય કાર્યવાહી થવી જોઈએ. આ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના સિટી ઈજનેર અતુલ રાવલે દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તંત્રને આજે સવારે 7 વાગ્યે આ ઘટના અંગે જાણ થઈ હતી. વિજય પ્લોટ 22 નજીક સુલભમાં આવેલી 1ની લાઈન તૂટી જવાના કારણે પાણી રસ્તા પર વહી રહ્યું હોવાની માહિતી મળતા જ તરત જ પાણીનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં સવારે 8 વાગ્યાની આસપાસ મજૂરો સ્થળ પર પહોંચતા જ સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને ટૂંક સમયમાં રીપેરીંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. જોકે તેમણે છેલ્લા 1 મહિનાથી પાણીનો વેડફાટ થતો હોવાના આક્ષેપનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મકનસર પાસે ડેમુ ટ્રેનનું એન્જિન બંધ થયું:રેલવેના પાટા પાસેના બેટરી બોક્સમાં આગ લાગ્યા બાદ ટ્રેન અટકી, મુસાફરો ખાનગી વાહનોથી મોરબી પહોંચ્યા
    Next Article
    ગૌરવ પંડિયાએ વલસાડ કોંગ્રેસના આગેવાનોને એકતા જાળવવા ટકોર કરી:સોનિયા ગાંધીના પુસ્તક અને ઋગ્વેદનો ઉલ્લેખ કરી સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment