Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકોને સ્કૂલમાં સિવિક સેન્સ શીખવાડવામાં આવશે:અમદાવાદમાં સોશિયલ મીડિયાના ઉપયોગથી લઈને સ્વચ્છતા અને ટ્રાફિકના નિયમોના પાલન અંગે બાળકોને તાલીમ અપાશે

    1 day ago

    લોકોમાં સામાન્ય બાબતોનું જ્ઞાન ન હોવાના કારણે ઘણી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યારે નાનપણથી જ સ્કૂલમાં બાળકોને સિવિક સેન્સ શીખવાડવાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. સ્વચ્છતા, ટ્રાફિક, પેડેસ્ટ્રીયન, પર્યાવરણ અંગેની જાગૃતિ, સામાજિક શિષ્ટાચાર અને વર્તન સહિતના અલગ અલગ મુદ્દાઓ પર બાળકોને જ્ઞાન આપી સિવિક સેન્સ અંગે અઠવાડિયામાં એક દિવસ તાલીમ આપવામાં આવશે. ખાસ કરીને બાળકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલો અને કેવી રીતે કરવો તે બાબતેની પણ જાણકારી બાળકોને આપવામાં આવશે. સરકારી ઉપરાંત ખાનગી સ્કૂલોમાં પણ આ તાલીમનું આયોજન કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો.એલ.ડી દેસાઈએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સ્કૂલના બાળકોને સિવિક સેન્સ ની સમજ મળી રહે તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેના આધારે સ્વચ્છતા, સફાઈ, ટ્રાફિકના નિયમોના પાલન, શિષ્ટાચાર, જાહેર સંપત્તિનું રક્ષણ જેવી બાબતોથી સિવિક સેન્સ અંગેની જાણકારીના અલગ અલગ 10 મુદ્દાઓ તૈયાર કરી અને માતા પિતા સાથે બાળકોને સિવિક સેન્સની જાણકારી આપવામાં આવશે.દિવાળી વેકેશન બાદ સ્કૂલો ખુલતા સ્કૂલ બોર્ડની તમામ 460 જેટલી શાળાઓના 1.76 લાખ વિદ્યાર્થીઓને અઠવાડિયામાં એક વખત સિવિક સેન્સ અંગેની તાલીમ આપવા માટેનું આયોજન કરી દેવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બાળકોનો જન્મદિવસ હોય ત્યારે ખાસ કરીને સિવિક સેન્સ બાબતે તેમના માતા પિતા સાથે સમજણ આપવાની પણ સૂચના આપવા જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને સોશિયલ મીડિયાનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા (જેમ કે WhatsApp, Facebook) પર કોઈ પણ માહિતીની સત્યતા તપાસ્યા વગર તેને ફોરવર્ડ ન કરવી. ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા પર કોઈની પણ સાથે ચર્ચા કરતી વખતે અપશબ્દો કે ટ્રોલિંગનો ઉપયોગ ન કરવો. જાહેર જગ્યાએ અન્યોના ફોટા કે વીડિયો તેમની મંજૂરી વગર ન લેવા અને ફોટાનો દુરુપયોગ કરી પોસ્ટ ન કરવા એવી બાબતો પણ શીખવાડવામાં આવશે. માત્ર સ્કૂલ બોર્ડની સ્કૂલના નહીં ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓને પણ આ સિવિક સેન્સ અંગેની જાણકારી આપવા માટે જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખી જાણ કરવામાં આવશે. કયા કયા મુદ્દા પર બાળકોને જાણકારી આપવામાં આવશે 1. જાહેર સ્વચ્છતા (Cleanliness) - કચરાનો યોગ્ય નિકાલ: કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો, ગમે ત્યાં રસ્તા પર કે જાહેર જગ્યાએ ન ફેંકવો. - ગંદકી ન કરવી: દીવાલો કે રસ્તાઓ પર પાનની પિચકારીઓ ન મારવી કે થૂંકવું નહીં. - જાહેર શૌચાલયનો ઉપયોગ: ખુલ્લામાં પેશાબ કે શૌચ ક્રિયા ન કરવી અને જાહેર શૌચાલયનો ઉપયોગ કરવો. - કચરાનું વર્ગીકરણ : સુકા અને ભીના કચરાનું વર્ગીકરણ 2. ટ્રાફિકના નિયમોનું પાલન (Traffic Discipline) - નિયમોનું સન્માન: ટ્રાફિક સિગ્નલ, સ્પીડ લિમિટ અને ઝીબ્રા ક્રોસિંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું. - યોગ્ય પાર્કિંગ: વાહનોને નો-પાર્કિંગ ઝોનમાં અથવા અન્ય લોકોને નડતરરૂપ થાય તે રીતે પાર્કિંગ ન કરવા. - એમ્બ્યુલન્સને રસ્તો આપવો: કટોકટીના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડના વાહનોને વહેલી તકે રસ્તો આપવો. - સિગ્નલ પર વાહનનું એન્જિન બંધ રાખવું. 3. જાહેર સંપતિનું રક્ષણ (Protection of Public Property) - નુકસાન ન પહોંચાડવું: બસ, ટ્રેન, બગીચા કે ઐતિહાસિક સ્મારકો જેવી સરકારી અને જાહેર સંપત્તિને નુકસાન ન કરવું કે ત્યાં તોડફોડ ન કરવી. - સ્વચ્છતા જાળવવી: જાહેર પરિવહન (બસ/ટ્રેન) માં મુસાફરી કરતી વખતે બેઠકો ફાડવી નહીં કે ત્યાં કચરો ન કરવો. 4. પર્યાવરણ પ્રત્યે જવાબદારી (Environmental Responsibility) - પાણી અને વીજળીનો બચાવ: જાહેર નળ ખુલ્લા ન રાખવા અને બિનજરૂરી લાઈટ-પંખા બંધ રાખવાની ટેવ પાડવી. - પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ: સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો. - ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ: રાત્રે મોડે સુધી મોટેથી લાઉડસ્પીકર ન વગાડવા અને વાહનોના હોર્નનો બિનજરૂરી ઉપયોગ ન કરવો. 5. સામાજિક શિષ્ટાચાર અને વર્તન (Social Etiquette) - લાઈનમાં ઊભા રહેવું: બસ સ્ટોપ, રેલ્વે સ્ટેશન, બેંક કે કોઈપણ જાહેર જગ્યાએ ધક્કામુક્કી કરવાને બદલે કતાર (લાઈન) માં ઊભા રહેવું. - નમ્રતાપૂર્વક વર્તન: વડીલો, મહિલાઓ અને જરૂરિયાતમંદ લોકોને બસ કે ટ્રેનમાં બેસવા માટે જગ્યા આપવી. - અન્યોની પ્રાઇવસીનો આદર: જાહેર જગ્યાએ ફોન પર મોટે-મોટેથી વાતો ન કરવી જેથી અન્ય લોકોને તકલીફ ન પડે. 6. ડિજિટલ અને સોશિયલ મીડિયા સિવિક સેન્સ (Digital Civility) - અફવાઓ ન ફેલા… આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    ફાઇવ સ્ટાર હોટલમાં વેકેશનના સપનાં બતાવી 5 લાખની ઠગાઈ:ગ્લોબલ ગેટવે રિસોર્ટના નામે મેમ્બરશિપ પેકેજ વેચીને 3 પરિવાર પાસેથી પૈસા પડાવ્યા, હોટલમાં રોકાણની સુવિધા ન આપી
    Next Article
    દારૂબંધીના બે ગુનામાં ફરાર આરોપી ઝડપાયો:જામનગરમાં પેરોલ ફર્લો સ્ક્વોડે યશ રાવલને ઝડપી સીટી ‘બી’ ડિવિઝન પોલીસને સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment