Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’ શરૂ:આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતાને?, બંનેમાં આ તફાવત; લેબલ વાંચીને જ ખરીદવું

    2 days ago

    રાજ્યમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી ‘ઓપરેશન હેલ્થ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ હવે રાજ્યભરમાં વેચાતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત લોકોને સમજાવવામાં આવશે. ખાસ કરીને ગ્રાહકો જે ઉત્પાદન ખરીદી રહ્યા છે તે ખરેખર આઈસ્ક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ તે અંગે જાગૃતિ લાવવાનો સરકારનો પ્રયાસ છે. મોટાભાગના ગ્રાહકો બંનેને આઈસ્ક્રીમ સમજીને ખરીદે છે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલી આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ દેખાવ, ઠંડક અને સ્વાદમાં લગભગ સરખાં હોવાથી મોટાભાગના ગ્રાહકો બંનેને આઈસ્ક્રીમ સમજીને ખરીદે છે. જોકે, બંનેની બનાવટમાં મહત્ત્વનો તફાવત છે. આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટમાં શું છે તફાવત? બંને ઉત્પાદનો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ નિર્ધારિત ધોરણોને આધીન છે. જોકે, મોટાભાગના ગ્રાહકો આ તફાવતથી અજાણ હોવાથી ફ્રોઝન ડેઝર્ટને પણ આઈસ્ક્રીમ સમજીને આરોગતા હોય છે. ખરીદી કરતા પહેલાં પેકેટ પરનું લેબલ વાંચજો આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ લોકોને અપીલ કરી છે કે, આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ખરીદતા પહેલાં પેકેટ પરનું લેબલ અવશ્ય વાંચે. તેમાં ઉત્પાદનનું નામ, વપરાયેલા ઘટકો અને પોષકતત્ત્વોની વિગતો તપાસવી જોઈએ. માત્ર પેકેટના દેખાવ કે જાહેરાતના આધારે ઉત્પાદનની પસંદગી ન કરવી જોઈએ. આરોગ્યમંત્રીએ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટનું છૂટક વેચાણ કરતા વેપારીઓને પણ ગ્રાહકોને ઉત્પાદનની સાચી માહિતી આપવા અપીલ કરી છે. વેપારીઓએ યોગ્ય ડિસ્પ્લે બોર્ડ અથવા માર્કિંગ કરવું જોઈએ, જેથી ગ્રાહકોને તેઓ કયું ઉત્પાદન ખરીદી રહ્યા છે તેની સ્પષ્ટ જાણકારી મળી રહે. સોશિયલ મીડિયા મારફતે પણ જાગૃતિ ફેલાવાશે મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં મીડિયાના સહયોગથી એનાલોગ પનીર, ચીઝ અને બટર અંગે લોકોમાં જાગૃતિ આવી છે. તેવી જ રીતે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે પણ વ્યાપક જનજાગૃતિ લાવવાની જરૂર છે. તેમણે શિક્ષિત વર્ગ અને સોશિયલ મીડિયા યુઝર્સને આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી છે, જેથી આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે. ફ્રોઝન ડેઝર્ટ એટલે ભેળસેળયુક્ત ઉત્પાદન નહીં ખાસ નોંધનીય છે કે ફ્રોઝન ડેઝર્ટ હોવાનો અર્થ એ નથી કે ઉત્પાદન ભેળસેળયુક્ત કે અસુરક્ષિત છે. જો ઉત્પાદન લાગુ પડતા ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોનું પાલન કરતું હોય તો તે કાયદેસર રીતે વેચી શકાય છે. બંને ઉત્પાદનોનું પોષક મૂલ્ય અને ગુણવત્તા તેમાં વપરાયેલા ઘટકો તથા ઉત્પાદન પ્રક્રિયા પર આધારિત હોય છે. આ બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનર રતનકંવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ્સ કલાકો સુધી લેટ:મુસાફરોનો હોબાળો, ટિકિટ કાઉન્ટરની બહાર સૂત્રોચ્ચાર, 9 કલાકની રાહ બાદ ફ્લાઈટ રવાના
    Next Article
    ધાર્મિબેન બગડીયાએ સ્પીચ સ્પર્ધામાં જિલ્લાભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું:હવે રાજ્ય સ્તરે બોટાદનું પ્રતિનિધિત્વ કરશે, સ્પર્ધા બોટાદમાં યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment