Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢ કિસાન સંઘે 9 માગ સાથે આવેદનપત્ર આપ્યું:ખાતરના ભાવ ઘટાડવા, ચેકડેમ બનાવવા સહિતની રજૂઆત

    9 hours ago

    અમીરગઢ તાલુકાના કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. ખેડૂતોએ વિવિધ નવ જેટલી માંગણીઓ સંતોષવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. આ આવેદનપત્રમાં રાસાયણિક ખાતરના વધતા ભાવો ઘટાડવા, બનાસ નદી પર ચેકડેમ બનાવવા અને પાક ધિરાણ અંગે સરકારે અગાઉ કરેલી જાહેરાત મુજબ ધિરાણ આપવા સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ટ્રોલીને ગાડા તરીકે ઉપયોગમાં લેવાની મંજૂરી આપવા અને ખેડૂતોની આવક બમણી કરવાના વચનનો અમલ કરવા પણ ભારપૂર્વક જણાવાયું છે. આ અંગે ખેડૂત આગેવાન અશોકભાઈ માળીએ જણાવ્યું હતું કે, ભારતીય કિસાન સંઘના ખેડૂતો અને આગેવાનોએ અમીરગઢ ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. તેમણે ખાસ કરીને ખાતરના વધતા ભાવો અને સરકારે 3 લાખને બદલે 5 લાખના પાક ધિરાણની જાહેરાત કરી હોવા છતાં તેનો અમલ ન થયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. માળીએ વધુમાં ઉમેર્યું હતું કે, જો સરકાર દ્વારા ખેડૂતોની આ નવ માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે, તો આગામી સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. આ આંદોલનની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
    Click here to Read More
    Previous Article
    ફેમિલી કોર્ટનો ડિજિટલ ચુકાદો:કેનેડા અને આફ્રિકા વસતા દંપતીના વીડિયો કોન્ફરન્સથી ડિવોર્સ મંજૂર
    Next Article
    મોરબીમાં ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ રોક્યો:ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતાં પાક નિષ્ફળ જવાનો ભય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment