Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ રોક્યો:ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતાં પાક નિષ્ફળ જવાનો ભય

    10 hours ago

    મોરબીના હરીપર (કે) ગામ નજીક ઔદ્યોગિક એકમો દ્વારા વરસાદી પાણીના કુદરતી નિકાલ બંધ કરી દેવાતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. આના કારણે ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. હરીપર (કે) રોડ પર ખેતીની જમીનને બિન-ખેતીમાં રૂપાંતરિત કરીને અનેક ઔદ્યોગિક એકમો સ્થાપવામાં આવ્યા છે. આ કારખાનાઓની દીવાલો અને વરસાદી પાણીના નિકાલ માટેના ખુલ્લા વોંકળા બંધ થવાથી ખેતરોમાં પાણી ભરાઈ રહે છે. સાંદુલકા ગામના ખેડૂત હરેશભાઈ પાંચોટિયાએ જણાવ્યું કે, ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાથી કપાસ, મગફળી અને સોયાબીન જેવા વાવેલા પાકને નુકસાન થાય છે. ભરતનગરના ખેડૂતો ગોકળભાઈ પટેલ અને બાલુભાઈ પટેલે ઉમેર્યું કે, ખેડૂતો ચોમાસુ પાક માટે ખાતર, બિયારણ અને મજૂરી પાછળ મોટો ખર્ચ કરે છે. કારખાનેદારો દ્વારા આડેધડ બાંધકામ કરીને પાણીના નિકાલ બંધ કરાતા તેમની મહેનત અને પૈસા બંને વ્યર્થ જાય છે. મોરબી તાલુકામાં સિરામિક, કોલ અને પેકેજિંગ સહિતના ઉદ્યોગોને કારણે હજારો લોકોને રોજગારી મળે છે. જોકે, કેટલાક કારખાનેદારો દ્વારા ખેડૂતોનો વિચાર કર્યા વગર વરસાદી પાણીના કુદરતી નિકાલ બંધ કરી દેવાય છે. ખેડૂતોની માંગ છે કે, બંધ કરાયેલા પાણીના નિકાલ ખુલ્લા કરવામાં આવે અને પાકમાં થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા સર્વે કરાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    અમીરગઢ કિસાન સંઘે 9 માગ સાથે આવેદનપત્ર આપ્યું:ખાતરના ભાવ ઘટાડવા, ચેકડેમ બનાવવા સહિતની રજૂઆત
    Next Article
    ભરૂચમાં મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન:નારી વંદન ઉત્સવ અંતર્ગત રોજગારની નવી તકો પર માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment