Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન:નારી વંદન ઉત્સવ અંતર્ગત રોજગારની નવી તકો પર માર્ગદર્શન

    11 hours ago

    ભરૂચ શહેરના રોટરી ક્લબ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનું આયોજન મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર, મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરી, ભરૂચના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું. મહિલાઓને આત્મનિર્ભર બનાવી રોજગાર અને સ્વરોજગારની તકો સાથે જોડવાના હેતુથી આ મેળો યોજાયો હતો. જેમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રોની આશરે ૧૦ જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. કંપનીઓના એચઆર વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત મહિલાઓને ઉપલબ્ધ રોજગારની તકો, જરૂરી લાયકાત, ભરતી પ્રક્રિયા અને કારકિર્દી અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લામાંથી મોટી સંખ્યામાં રોજગાર ઇચ્છુક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કંપનીઓમાં રોજગાર માટે નોંધણી કરાવી હતી. આ કાર્યક્રમમાં આઈએએસ અધિકારી અવીજા ગુપ્તા, મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રીતેશ વસાવા, સુજની ક્લબના રિઝવાના જમીનદાર સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા, કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા તેમજ સરકારી યોજનાઓ અને રોજગારની ઉપલબ્ધ તકો અંગે માહિતગાર કરવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો મહિલાઓને આત્મનિર્ભર બનાવી તેમના આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ રોક્યો:ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતાં પાક નિષ્ફળ જવાનો ભય
    Next Article
    નારીગામે વાડીની જમણવારની પાર્ટીમાં યુવક પર ધારિયાથી હુમલો:અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખસે ધારિયાનો ઘા ઝીંક્યો; વરતેજ પોલીસમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment