Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારીગામે વાડીની જમણવારની પાર્ટીમાં યુવક પર ધારિયાથી હુમલો:અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખસે ધારિયાનો ઘા ઝીંક્યો; વરતેજ પોલીસમાં ફરિયાદ

    12 hours ago

    ભાવનગર નજીક આવેલા નારીગામમાં એક વાડીએ જમવાના કાર્યક્રમ દરમિયાન સામાન્ય બાબતે મામલો બિચકતાં હુમલાની ઘટના સામે આવી છે. અપશબ્દો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતનો ખાર રાખીને એક શખ્સે વાડીમાં પડેલા ધારિયા વડે 30 વર્ષીય યુવક પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બનાવ અંગે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અપશબ્દો બોલવાની ના પાડતાં મામલો બિચક્યો નારીગામની શેરી નંબર 3માં રહેતો અને મજૂરીકામ કરતો પ્રદીપ પ્રવિણભાઈ ડાભી પોતાના ગામના વિજય પરમારની વાડીએ જમણવારની પાર્ટીમાં ગયો હતો. જ્યાં જમવાની તૈયારી ચાલી રહી હતી તે સમયે સુરેશ ઉર્ફે સુખો સાર્દુળભાઈ મકવાણા નામના શખ્સે પ્રદીપને ગાળો આપીને બોલાવ્યો હતો. પ્રદીપે અપશબ્દો બોલવાની ના પાડતાં સુરેશ ઉશ્કેરાઈ ગયો હતો. ધારિયા વડે હુમલો કરી યુવકને પહોંચાડી ઈજા ઉશ્કેરાયેલા સુરેશ ઉર્ફે સુખાએ વાડીમાં બાવળ કાપવા માટે પડેલું ધારિયું ઉપાડી પ્રદીપ પર હુમલો કરી દીધો હતો, જેમાં તેમને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં પ્રદીપને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વરતેજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી આ બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત પ્રદીપ ડાભીની ફરિયાદના આધારે વરતેજ પોલીસે નારીગામના આરોપી સુરેશ ઉર્ફે સુખો મકવાણા સામે BNSની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન:નારી વંદન ઉત્સવ અંતર્ગત રોજગારની નવી તકો પર માર્ગદર્શન
    Next Article
    તાપી નદીમાં મગરોની સંખ્યામાં વધારો:જીલાની બ્રિજ પાસે 8 ફૂટનો મહાકાય મગર દેખાયો, 20 દિવસમાં ત્રીજું લોકેશન ટ્રેક થતાં વનવિભાગ દોડતું થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment