Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેમિલી કોર્ટનો ડિજિટલ ચુકાદો:કેનેડા અને આફ્રિકા વસતા દંપતીના વીડિયો કોન્ફરન્સથી ડિવોર્સ મંજૂર

    8 hours ago

    બદલાતા સમયની સાથે હવે ભારતીય ન્યાય પ્રણાલી અત્યાધુનિક ટેકનોલોજી અપનાવી રહી છે. સુરતની ફેમિલી કોર્ટમાં એક અનોખો અને અતિ મહત્વપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાત સમુદ્ર પાર બે અલગ-અલગ દેશમાં વસતા પતિ-પત્નીએ ભારત આવ્યા વિના જ ડિજિટલ માધ્યમથી છૂટાછેડા મેળવ્યા છે. કેનેડામાં સ્થાયી થયેલી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા)માં રહેતા યુવકની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જુબાની લઈને સુરત ફેમિલી કોર્ટે છૂટાછેડાના દાવા પર મંજૂરીની મહોર મારી દીધી છે. વર્ષ 2015માં લગ્ન, મતભેદ થતાં 2023થી અલગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરના મહીધરપુરામાં રહેતા રાહુલના લગ્ન વર્ષ 2015માં ઉતરાણમાં રહેતી સીમા (બંને પક્ષકારોના નામ બદલ્યા છે) સાથે થયા હતા. લગ્નના કેટલાક વર્ષો સુધી બધું બરાબર ચાલ્યા બાદ બંને વચ્ચે વૈચારિક મતભેદો ઊભા થયા હતા. સમય જતાં મતભેદો વધતાં માર્ચ 2023થી બંને એકબીજાથી અલગ રહેવા લાગ્યા હતા. ત્યારબાદ રોજગાર અને કામકાજના અર્થે પતિ સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) અને પત્ની કેનેડા જતી રહી હતી. કાયમ માટે અલગ થવાનો નિર્ણય લીધા બાદ બંનેએ સુરતની કોર્ટમાં પાવર ઑફ એટર્ની મારફતે છૂટાછેડા માટે દાવો દાખલ કર્યો હતો. રૂબરૂ હાજરી અને સોગંદનામાનો ઉપસ્થિત થયો પ્રશ્ન આ કેસમાં પતિ તરફે એડવોકેટ દેવાંગ કંસારા અને પત્ની તરફે એડવોકેટ અશ્વિન જોગડિયાએ કોર્ટ સમક્ષ રજૂઆતો કરી હતી. કાનૂની કાર્યવાહી દરમિયાન જ્યારે કેસ પુરાવાના સ્ટેજ પર પહોંચ્યો, ત્યારે બંને પક્ષકારોએ રૂબરૂ કોર્ટમાં હાજર રહેવું અથવા તો જે-તે દેશની ભારતીય એમ્બેસી મારફતે હાજર રહીને સોગંદનામું કરવું પડે તેવો જટિલ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. બંને પક્ષકારો માટે વિદેશથી ભારત આવવું અથવા એમ્બેસીના ધક્કા ખાવા સમય અને આર્થિક રીતે ખૂબ જ પડકારજનક હતા. હાઇકોર્ટના ચુકાદાનો સંદર્ભ આપી વર્ચ્યુઅલ સુનાવણીની માંગ આ પરિસ્થિતિમાં પક્ષકારોના એડવોકેટ દેવાંગ કંસારા અને એડવોકેટ અશ્વિન જોગડિયાએ ગુજરાત હાઇકોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદાનો સંદર્ભ કોર્ટ સમક્ષ ટાંક્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે વૈવાહિક તકરારના કેસોમાં પક્ષકારોને બિનજરૂરી હેરાનગતિમાંથી બચાવવા માટે ડિજિટલ વિકલ્પ અપનાવવો જોઈએ અને વીડિયો કોન્ફરન્સિંગ થી આગળની કાર્યવાહી ચલાવવી જોઈએ. કોર્ટે આ કાનૂની દલીલો અને હાઇકોર્ટના દિશાનિર્દેશોને ગ્રાહ્ય રાખી દંપતીને વીડિયો કૉલ દ્વારા જુબાની આપવાની પરવાનગી આપી હતી. ‘ટેકનોલોજી ન્યાયની દાસી બનવી જોઈએ, રસ્તાનો પથ્થર નહીં’ કેસ અંગે વધુ વિગતો આપતા એડવોકેટ જોગડિયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં એપ્રિલ 2026માં ઓસ્ટ્રેલિયા રહેતા પતિની જુબાની વીડિયો કોન્ફરન્સિંગથી લેવા બાબતે ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત ચર્ચિત અને માર્ગદર્શક ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ શબ્દોમાં ટાંક્યું હતું કે, "ટેકનોલોજી ન્યાયની દાસી બનવી જોઈએ, રસ્તાનો પથ્થર નહીં. તે સહેલી, સચોટ અને સામાન્ય પક્ષકારો માટે સુલભ હોવી જોઈએ." સુરત ફેમિલી કોર્ટે આધુનિક અભિગમ દાખવી દાવાને આપી મંજૂરી ગ્રાહ્ય રજૂઆતો અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લેવાયેલી દંપતીની સત્તાવાર જુબાનીના આધારે આખરે સુરત ફેમિલી કોર્ટે છૂટાછેડાનો દાવો મંજૂર કર્યો હતો. વિદેશમાં વસતા ભારતીયો માટે આ ચુકાદો આશાનું કિરણ બન્યો છે, કારણ કે આ ચુકાદાથી એ સાબિત થયું છે કે હવે કાનૂની ગૂંચવણો કે ભૌગોલિક અંતર ન્યાય મેળવવામાં બાધક બની શકશે નહીં. ટેકનોલોજીના યોગ્ય ઉપયોગથી સમય અને નાણાંનો વ્યય અટકાવી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ:હવામાં જોરદાર આંચકા લાગ્યા; ઘણા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા, વિમાનની સીલિંગને પણ નુકસાન
    Next Article
    અમીરગઢ કિસાન સંઘે 9 માગ સાથે આવેદનપત્ર આપ્યું:ખાતરના ભાવ ઘટાડવા, ચેકડેમ બનાવવા સહિતની રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment