Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોરાવરનગરમાં કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા:બે પાસે રોયલ્ટી પાસ નહોતા, એકમાં પાસ કરતાં વધુ જથ્થો મળ્યો

    8 घंटे पहले

    સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પરથી કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા. પોલીસે ત્રણેય ડમ્પર સામે કાર્યવાહી કરી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ગેરકાયદે ખનીજ ખનન અને વહન રોકવા સૂચના આપી હતી. મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. ટીમે હાઈવે પરથી પસાર થતા ત્રણ ડમ્પર રોકીને તપાસ્યા હતા. બે ડમ્પર ચાલકો પાસે ખનીજ વહનના રોયલ્ટી પાસ નહોતા. ત્રીજા ડમ્પરમાં પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ કાર્બોસેલ મળ્યું હતું. પોલીસે ત્રણેય ડમ્પર જોરાવરનગર પોલીસ સ્ટેશન લઈ જઈ મોટર વ્હીકલ એક્ટની કલમ 207 હેઠળ ડિટેઇન કર્યા હતા. ખાણ-ખનીજ વિભાગના કાયદા મુજબ મેમો આપી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની, જોરાવરનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જી. ગોહિલ, એ.એસ.આઈ. રવિભાઈ રાણાભાઈ, વિજયસિંહ જોરૂભા, વિજયભાઈ લક્ષ્મણભાઈ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ પાણકુટાએ ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં આત્મહત્યાના ત્રણ બનાવ:ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા, આત્મહત્યા પાછળના કારણો જાણવા પોલીસની તપાસ શરૂ
    Next Article
    વેલનાથ પ્રગતિ મંડળમાં બે હોદ્દેદારો સર્વાનુમતે વરાયા:ભૂપતભાઈ ઉદેસા ટ્રસ્ટી પ્રમુખ અને નવઘણભાઈ મકવાણા ઉપપ્રમુખ બન્યા, બેઠકમાં સાંસદ ચંદુભાઈ શિહોરા હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment