Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં આત્મહત્યાના ત્રણ બનાવ:ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા, આત્મહત્યા પાછળના કારણો જાણવા પોલીસની તપાસ શરૂ

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ આત્મહત્યાના બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાઓમાં વઢવાણમાં એક ૧૫ વર્ષીય સગીર, સુરેન્દ્રનગર શહેરમાં ૩૧ વર્ષીય યુવતી અને રામપરા ગામમાં ૨૬ વર્ષીય મહિલાએ અંતિમ પગલું ભરી લેતાં ત્રણેયના મોત નીપજ્યા છે. જિલ્લામાં એક જ દિવસમાં સગીર, યુવતી અને મહિલા દ્વારા આત્મહત્યા કરી લેવાના ત્રણ બનાવો એકસાથે બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર સાથે અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે, આ ત્રણેય વ્યક્તિઓએ કયા કારણોસર આત્મઘાતી પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ બનાવોની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાયદેસરની નોંધ કરીને ત્રણેય મૃતદેહોનો કબજો મેળવ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ ત્રણેય વ્યક્તિઓએ કયા સંજોગોમાં આત્મહત્યા કરી અને તેની પાછળ શું કારણો જવાબદાર હતા તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને વધુ તપાસ પૂર્ણ થયે આ મામલે સ્પષ્ટ વિગતો સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    Prince William, Princess Kate To Meet PM Modi In Delhi Today
    Next Article
    જોરાવરનગરમાં કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા:બે પાસે રોયલ્ટી પાસ નહોતા, એકમાં પાસ કરતાં વધુ જથ્થો મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment