Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂઝિવ:વિવાદમાં પડેલા ગોપાલ વસ્તરપરાએ જાહેરમાં સ્વીકાર્યું, કદાચ ભૂલ થઈ હશે

    9 hours ago

    દુધાળામાં સવજી ધોળકીયાએ ગામની મહામુલી ગૌચરની જમીન પચાવી પાડ્યાનો મામલો છેક પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી કાર્યલય સુધી પહોંચ્યો છે. તેવા સમયે આ વિવાદમાં કુદી પડેલા ગોપાલ વસ્તરપરાએ આજે અકાળામાં જાહેરમાં સ્વીકાર્યું હતું કે કદાચ ભૂલ થઈ હશે. જો કે કારણ વગર જ વચ્ચે કૂદી સવજીભાઈની તરફેણમાં અને આડકતરી રીતે નાથાલાલની વિરૂદ્ધમાં પડેલા વસ્તરપરા અંગે નાથાલાલે જણાવ્યું હતું કે હવે તેમની ફાઈલ પણ ખુલશે . સવજી ધોળકીયાએ જળસંચયના કામોની આડમાં સબ ભૂમી ગોપાલકી ગણી માહામુલી ગૌચરની જમીન વાળી લીધાના પ્રકરણમાં એક પછી એક નવા વળાંક આવી રહ્યા છે. સવજી ધોળકીયાની રાજકીય વગના કારણે હજુ સુધી આ બારાની તપાસ શરૂ થઈ નથી. પરંતુ તેમની ફેવરમાં બોલે તેવા લોકોને એક પછી એક સામે લાવવામાં આવ્યા છે. ભાજપના વાવાઝોડા વચ્ચે ભાજપમાંથી ચૂંટણી લડીને હારેલા ગોપાલભાઈ વસ્તરપરાએ આજે અકાળામાં સરદારની પ્રતિમાના અનાવરણ પ્રસંગે જાહેરમાં ગૌચરના દબાણ અંગે સવજી ધોળકીયાનો લુલો બચાવ કર્યો હતો. તેમણે અહીં એવુ કહ્યું હતું કે કદાચ ભૂલ થઈ હશે મને ખબર નથી. સવજીભાઈ તળાવ બનાવે તેમાં કોઈને વાંધો નથી પરંતુ કોઈને બટકુ મળતુ નથી તેનો વાંધો છે. હવનમાં હાંડકા નાખનારાઓ કોઈનો હાથો બની રહ્યા છે. ભાસ્કર એક્સક્લૂઝિવ
    Click here to Read More
    Previous Article
    શામળાજી મંદિરનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું:‘વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ’માં સ્થાન મળ્યું, જાન્યુઆરીમાં ભારત મંડપમ ખાતે અંતિમ પ્રમાણપત્ર અપાશે
    Next Article
    ભાસ્કર સ્ટિંગ:1010નો સિલિન્ડર બ્લેકમાં 1750માં મળશે,તેમાંથી 500 તો ઓફિસમાં દેવા પડે, મારી પાસે ખાલી રૂ. 240 વધે ! '

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment