Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર સ્ટિંગ:1010નો સિલિન્ડર બ્લેકમાં 1750માં મળશે,તેમાંથી 500 તો ઓફિસમાં દેવા પડે, મારી પાસે ખાલી રૂ. 240 વધે ! '

    9 hours ago

    ભાસ્કર ન્યૂઝ| અમરેલી અમરેલી શહેરના લોકો વર્ષોથી ગેસ સીલીન્ડરના મુદ્દે પીડા ભોગવી રહ્યા છે. તેની વચ્ચે હવે ગેસ એજન્સીના ડીલેવરી બોય દ્વારા જ રાંધણ ગેસના સીલીન્ડર ખુલ્લે આમ કાળા બજારમાં વેચવામાં આવી રહ્યા છે. દિવ્ય ભાસ્કરે કરેલા સ્ટીંગ ઓપરેશનમાં રૂપિયા 1010માં મળતો સીલીન્ડર ડીલેવરી બોય ખુલ્લેઆમ રૂપિયા 1750માં બ્લેકમાં વેચતો નજરે પડ્યો હતો. અમરેલીમાં શાકમાર્કેટ સામે આવેલ બીલખીયા ગેસ એજન્સીનો ડીલેવરી બોય અખતર ગઈકાલે બીલખીયા ગેસ એજન્સી લખેલી જી.જે.14.વાય- 1380 નંબરની રીક્ષા લઈ ગોખરવાળા ગામે સીલીન્ડરની ડીલેવરી આપવા માટે ગયો હતો. અહીં ગ્રામ્ય વિસ્તારમાં તે ખુલ્લેઆમ રાંધણગેસના આ બાટલા રૂપિયા 1750માં બ્લેકમાં વેચી રહ્યો હતો. જે અંગે તેની સાથે થયેલી વાતચીતનું વીડીયો રેકોર્ડિંગ પણ કરાયું હતું. અખતરે જણાવ્યું હતું કે 1750માં સીલીન્ડર વેચીએ પછી તેમાંથી રૂપિયા 500 અમારે અમારી ઓફિસમાં જમા કરાવવા પડે છે. જ્યારે અમારી પાછળ તો રૂપિયા 240 વધે છે. ઓફિસમાંથી જ તેમને લીસ્ટ આપી દેવામાં આવે છે કે આટલાનું બુકીંગ થયું છે. તેમાંથી તમારે જ્યા સીલીન્ડર આપવો હોય ત્યા આપી દેજો આમ પણ અમરેલી શહેરમાં લોકોને કાળા બજારમાં જોઈએ તેટલા રાંધણ ગેસના સીલીન્ડર મળી રહે છે. હોટલ, રેસ્ટોરન્ટ જેવી જગ્યાઓમાં કોમર્શીયલ સીલીન્ડરનો ઉપયોગ કરવાનો હોય છે. પરંતુ આવા સ્થળોએ ખુલ્લે આમ રાંધણગેસના સીલીન્ડર વેચાઈ રહ્યા છે. જિલ્લા કલેકટર કચેરી અને પુરવઠા શાખા દ્વારા આ દિશામાં કોઈ જ પગલાં લેવાઈ રહ્યા નથી. બીજા શબ્દોમાં તંત્ર મૌન બનીને તમાશો જોઈ રહ્યું છે. ભાસ્કર સાથેની વાતચીતમાં ડિલિવરી બોય અખતરે કહ્યું ,‎ગ્રાહકો અમને કહેતા હોય છે કે તમે બ્લેકમાં ગમે તેને આપી દેજો‎ બ્લેકમાં અત્યારે સીલીન્ડરનો ભાવ 1750 ચાલે છે હું તમને સીલીન્ડર આપવાની ક્યાં ના પાડુ છુ હમણાં આપી દવ છું. આમ 1010નો ભાવ છે. 500 રૂપિયા અમારી પાસેથી ઓફિસવાળા લઈ જાય છે. અમારી પાસે 240 વધે છે. હુ બીલખીયા એજન્સીમાંથી આવું છુ મારૂ નામ અખતર છે. જેના નામનું બીલ ફાટે તેને પણ થોડા તો દેવા પડે ને. પહેલા એવી સીસ્ટમ હતી કે ગમે તેનું બીલ અમે ફાડી નાખતા હતા. હવે 25 દિવસનો નિયમ થઈ ગયો છે. અમને ગ્રાહકો જ કહેતા હોય છે કે કોઈને આપી દેજો. તો અમે આપી દઈએ છીએ . હુ બધાની ડીલીવરી કરી દવ પછી મારી પાસે બાટલા વધશે જ, હુ તમને આપીને જ જઈશ. > અખતર, ડિલિવરી બોય ડિલિવરી બોય ખોટુ બોલે છે અમારી એજન્સીમાં માત્ર કસ્ટમરના મોબાઈલ અથવા ઓનલાઈન બુકીંગ જ થાય છે અને ગ્રાહકના ડીએસસી કોડ જે ફક્ત ગ્રાહકના મોબાઈલમાં જ આવે છે. તે પછી જ પંચિંગ થાય છે. માટે આ ડીલેવરી બોય ખોટુ બોલે છે. અમારી પાસે કસ્ટમરની કંપ્લેન આવે કે સીલીન્ડર નથી મળ્યો તો અમે તરત જ એકશન લઈએ છીએ. > અરબાઝભાઈ બીલખીયા, બિલખીયા ગેસ એજન્સી અમરેલી
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ:વિવાદમાં પડેલા ગોપાલ વસ્તરપરાએ જાહેરમાં સ્વીકાર્યું, કદાચ ભૂલ થઈ હશે
    Next Article
    Dhoni Gets Huge Compliment From Pakistan After IPL Playing Career Ends

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment