Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજી મંદિરનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું:‘વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ’માં સ્થાન મળ્યું, જાન્યુઆરીમાં ભારત મંડપમ ખાતે અંતિમ પ્રમાણપત્ર અપાશે

    6 hours ago

    અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિરનું નામ ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ’માં નોંધાયું છે. અંદાજે 1500 વર્ષ જૂના આ મંદિરને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. મંદિરની ઐતિહાસિક વિશેષતા, સ્થાપત્ય અને આગવી ઓળખને ધ્યાનમાં રાખીને જ્યુરી ટીમે તપાસ અને ચકાસણી કરી હતી. આ પ્રક્રિયા પૂરી થયા બાદ પ્રમાણપત્ર અપાયું હતું. વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સના વાઇસ પ્રેસિડેન્ટ સંજય પંજવાણી મંદિરના પ્રાંગણમાં હાજર રહ્યા હતા. તેમણે મંદિરને સન્માન અર્પણ કર્યું હતું. મંદિર ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ રણવીરસિંહજીએ પ્રમાણપત્ર સ્વીકાર્યું હતું. આગામી જાન્યુઆરીમાં નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનારા સમારોહમાં મંદિરને અંતિમ પ્રમાણપત્ર આપવામાં આવશે. શામળાજી મંદિર અરવલ્લી જિલ્લા અને ગુજરાતની ધાર્મિક તથા ઐતિહાસિક વિરાસતનો ભાગ છે. આ નોંધથી મંદિરને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે.
    Click here to Read More
    Previous Article
    ખરીદી બાબતે ઠપકો મળતાં 23 વર્ષીય યુવાન ઘરેથી નીકળ્યો:જોરાવરનગર પોલીસે સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પરથી શોધી માતા-પિતાને સોંપ્યો
    Next Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ:વિવાદમાં પડેલા ગોપાલ વસ્તરપરાએ જાહેરમાં સ્વીકાર્યું, કદાચ ભૂલ થઈ હશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment