Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    23 વર્ષ જૂનો હાઇપ્રોફાઇલ સુરત પ્રફુલ્લ સાડી ખંડણી કેસ:શિલ્પા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટી કોર્ટમાં હાજર, કાયમી મુક્તિ માટે કરી અરજી

    22 hours ago

    સુરતના 23 વર્ષ જૂના પ્રફુલ્લ સાડી ખંડણી પ્રકરણમાં કોર્ટ સમક્ષ મહત્વની કાનૂની હિલચાલ જોવા મળી છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં આરોપી તરીકે નામચીન બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટી સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર થયા હતા. સુનંદા શેટ્ટીએ પોતાના એડવોકેટ મારફતે અદાલતમાં અરજી દાખલ કરીને વધતી ઉંમર અને શારીરિક કારણોને ધ્યાને રાખી કેસની તમામ નિયમિત મુદતોમાં રૂબરૂ હાજર રહેવામાંથી કાયમી મુક્તિ (Permanent Exemption) આપવાની દાદ માંગી છે. કોર્ટે આ અરજી ધ્યાને લઈ આગળની સુનાવણી પર નિર્ણય મુલતવી રાખ્યો છે. અંડરવર્લ્ડ ડોન ફઝલુર રહેમાનની બીમારીની દલીલ ફગાવાઈ આ કેસમાં સહ-આરોપી તરીકે સામેલ અંડરવર્લ્ડ ડોન ફઝલુર રહેમાન તરફથી તેના વકીલોએ નાદુરસ્ત તબિયતનું બહાનું રજૂ કરીને મેડિકલ ગ્રાઉન્ડ પર કોર્ટમાં હાજરીમાંથી વધુ એક મુદત આપવા વિનંતી કરી હતી. જોકે, આરોપીઓની સતત ગેરહાજરી અને મુદતો માંગવાની નીતિ સામે અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે અત્યંત કડક વલણ દાખવ્યું હતું. અદાલતે સ્પષ્ટ આદેશ કર્યો છે કે આગામી 7 ઓક્ટોબરના રોજ અંડરવર્લ્ડ ડોન ફઝલુર રહેમાને કોઈપણ સંજોગોમાં કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવું પડશે, અન્યથા કડક પગલાં ભરાશે. સરકારી વકીલ પણ ગેરહાજર રહેતાં સુનાવણી ટળી આ કેસ હાલમાં ફરિયાદી પક્ષના પુરાવા અને સાક્ષીઓની જુબાની લેવાના અંતિમ તબક્કા પર ચાલી રહ્યો છે. સુનાવણી દરમિયાન એક તરફ આરોપી પક્ષે વિવિધ અરજીઓ રજૂ કરી હતી, તો બીજી તરફ સરકારી વકીલ પણ અનિવાર્ય સંજોગોને પગલે કોર્ટમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. જેથી અદાલતે તમામ પક્ષકારોની રજૂઆતો અને વકીલોની ગેરહાજરીને ધ્યાનમાં રાખીને સમગ્ર કેસની આગળની કાર્યવાહી આગામી 7 ઓક્ટોબર સુધી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. શિલ્પા શેટ્ટીના મોડલિંગ કરારમાંથી ઉભો થયો હતો વિવાદ આ હાઈપ્રોફાઈલ ગુનાની વિગત મુજબ, પંકજ સારીઝના સંચાલક શિવનારાયણ ઉર્ફે પંકજ અગ્રવાલે 1 મે 2003ના રોજ સુરતના ઉમરા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે થયેલા મોડેલિંગ કોન્ટ્રાક્ટના બાકી પેમેન્ટની વસૂલાત કરવા માટે સુનંદા શેટ્ટી અને સુરેશ શેટ્ટીએ અંડરવર્લ્ડ ડોન ફઝલુર રહેમાનનો સંપર્ક કર્યો હતો. ડોન ફઝલુર રહેમાન અને અશરફ મારફતે શિવનારાયણ અગ્રવાલને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી ₹2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જે આધારે ઉમરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    એક જમીન બે વખત વેચી મારવાનો કારસો:શેરખીમાં કોર્ટના આદેશની અવગણના કરી કરોડોનું જમીન કૌભાંડ, સબ રજિસ્ટ્રાર સામે સવાલો ઊભા થયા
    Next Article
    અમદાવાદના વેપારી સાથે જમીન ખરીદીના નામે રૂ.3.99 કરોડની ઠગાઈ:બાનાખત કર્યા પછી પણ અન્ય વ્યક્તિને દસ્તાવેજ કરી આપ્યો, જમીન માલિક સહિત 4 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment