Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુષ્કાળ વચ્ચે સખાવત:ખારવાના ખેડૂતે પ્રસરાવી ગૌસેવાની સુવાસ સાત વિઘાનો મગફળીનો ચારો અર્પણ કર્યો

    2 दिन पहले

    દુષ્કાળગ્રસ્ત જામનગર જિલ્લામાં ખેડૂતો સહિત પશુપાલકો પશુ નિભાવ માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ હજુય સમાજમાં એવા દાતાર બેઠા છે. જેના દિલમાં મૂંગા અબોલ જીવો માટે અપાર લાગણી અને જીવદયા વસેલી છે. આવો જ એક ગૌસેવાની સુગંધ ફેલાવતો કિસ્સો ધ્રોલ તાલુકાના ખારવા ગામેથી સામે આવ્યો છે. ખારવા ગામના વતની અગ્રણી ખેડૂત અરવિંદભાઈ નાથાભાઈ હિંસુએ પોતાની માલિકીની સાત વીઘા જમીનમાં પકવેલો મગફળીનો આખેઆખો ઘાસચારો ધ્રોલની ગૌશાળા પાંજરાપોળને નિઃશુલ્ક અર્પણ કરી દીધો છે. ખાસ વાત તો એ છે કે, આ ચારો વેચીને પૈસા કમાવવાની કે કોઈ જાતનો આર્થિક લાભ લેવાની જગ્યાએ સેવાભાવી ખેડૂતે સીધો જ ગાયોના નિભાવ માટે આપી દીધો છે. આજના સમયમાં જ્યાં એક મુઠ્ઠી ચારાની પણ કિંમત વસૂલવામાં આવે છે, ત્યાં સાત વીઘા જમીનમાં પકવેલો મગફળીનો પુષ્કળ ચારો કોઈપણ જાતના વળતરની અપેક્ષા રાખ્યા વગર અર્પણ કરી જગતના તાતે અનેરી દિલેરી દાખવી છે. ગૌશાળા માટે આર્શીવાદરૂપ સેવા... શ્રી ધ્રોલ ગૌશાળા પાંજરાપોળમાં આશરે 230 જેટલી ગાયો- વાછરડાંનો નિભાવ કરવામાં આવે છે. આ મૂંગા અબોલ જીવોને દરરોજ ઘાસચારો મળી રહે તે માટે ગૌશાળા સંચાલકોને પણ ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે. ત્યારે આવી સ્થિતિમાં આ મદદ ગૌશાળા માટે આશીર્વાદરૂપ બની છે. ખાસ કરીને ચારાની અછતના સમયમાં સાત વીઘાનો મગફળીનો ચારો મળવાથી ગાયોના નિભાવમાં મોટો સહારો મળશે.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્યના હસ્તે રૂપિયા 1 કરોડના વિકાસકાર્યનો પ્રારંભ: સુવિધામાં વધારો:ઇંગોરાળામાં સીસી રોડ બનતા ગ્રામજનો, ખેડુતો અને વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે
    Next Article
    16 દિ'માં 2,932 વાહનો ખરીદાયા:જામનગરમાં નવરાત્રી-દિવાળી પર્વે મોટરિંગનો ક્રેઝ યથાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment